Gold Prices: અમદાવાદમાં આજે ફરી સોના-ચાંદીના ભાવ વધ્યા, જાણો સમગ્ર વિગતો

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News
Gold Prices: અમદાવાદમાં આજે ફરી સોના-ચાંદીના ભાવ વધ્યા, જાણો સમગ્ર વિગતો 1 - image


Gold Prices: અમદાવાદ ખાતે ગઈકાલે રજાના માહોલમાં સોના-ચાંદી સ્થિર રહ્યા બાદ આજે ફરી નવી રેકોર્ડ ટોચે પહોંચ્યા છે. અમદાવાદ ખાતે હાજર સોનાની કિંમત રૂ. 300 વધી રૂ. 74500  પ્રતિ 10 ગ્રામ, જ્યારે ચાંદી રૂ. 1000 વધી રૂ. 83000 પ્રતિ કિગ્રાની રેકોર્ડ સપાટીએ પહોંચી છે.

એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.71,999ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,828 અને નીચામાં રૂ.71,999ના મથાળે અથડાઈ, રૂ.996 વધી રૂ.72,640ના ભાવે પહોંચ્યો હતો. ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.975 વધી રૂ.58,651 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.104 વધી રૂ.7,183ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,059 વધી રૂ.72,573ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદી વાયદામાં રૂ. 1368નો ઉછાળો

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.83,239ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.84,668 અને નીચામાં રૂ.83,238 ના મથાળે અથડાઈ, રૂ.1,368 વધી રૂ.84,215 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,398 વધી રૂ.84,089 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,395 વધી રૂ.84,070 બોલાઈ રહ્યો હતો.

સોના-ચાંદીમાં તેજી જારી

ઈઝરાયલ-ઈરાન વચ્ચે ઘર્ષણ સતત વધી રહ્યું છે. અમેરિકાનો પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ સુધારા તરફી નોંધાયો છે. જેણે ફેડ રિઝર્વ દ્વારા રેટ કટની અપેક્ષામાં રાહત આપી છે. ક્રૂડની કિંમત પણ વધી છે. ડોલર અને ટ્રેઝરી યીલ્ડ પણ મજબૂતાઈ સાથે વધી છે. કોમોડિટી નિષ્ણાતો સોના-ચાંદીમાં તેજી જારી રહેવાની શક્યતાઓ દર્શાવી રહ્યા છે. 

ચીનનું અર્થતંત્ર પર પડકારોનો સામનો કરી રહ્યુ હોવાથી ચીનની સેન્ટ્રલ બેન્કો અને રોકાણકારોએ કિંમતી ધાતુમાં રોકાણ વધાર્યું છે. વિયેતનામની સેન્ટ્રલ બેન્કે પણ ગોલ્ડ રિઝર્વમાં ખરીદી વધારી છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં ગ્રોથના પગલે ચાંદીની માગ પણ સતત વધી હી છે. પેલેટિનમ 1.8 ટકા વધી 997.51 ડોલર જ્યારે પેલેડિયમ 1.1 ટકા વધી 1058 ડોલરે પહોંચ્યુ હતું. 


Google NewsGoogle News