Get The App

તહેવારની સિઝનમાં 600 રૂપિયા સોનું થયું મોંઘું, જાણો અમદાવાદમાં આજના લેટેસ્ટ ભાવ

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
તહેવારની સિઝનમાં 600 રૂપિયા સોનું થયું મોંઘું, જાણો અમદાવાદમાં આજના લેટેસ્ટ ભાવ 1 - image


Gold Rate Today In Ahmedabad: અમેરિકામાં મંદીના અણસાર, દુનિયાભરમાં વધતા જતા જિયો પોલિટિકલ ટેન્શન અને અમેરિકા-ચીન વચ્ચે વધતા જતા ટ્રેડ વોર વચ્ચે આજે 10 ઓગસ્ટ 2024 ના દિવસે સોનું મોંઘું થયું છે. દેશના મોટાભાગના શહેરોમાં 10 ગ્રામ સોનું 600 રૂપિયા સુધી મોંઘું બન્યું છે. શનિવારે રાજધાની દિલ્હીમાં 24 કેરેટવાળા 10 ગ્રામ સોનાની કિંમત 70,250 રૂપિયા થઇ ગઇ છે. મુંબઇ અને કલકત્તામાં 24 કેરેટ ગોલ્ડની કિંમત 70,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને બિહારમાં 70,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે ચાંદીની કિંમત 83,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઇ ગઇ છે. 

દિલ્હીમાં સોનાનો ભાવ

દિલ્હીમાં 22 કેરેટવાળા સોનાનો ભાવ લગભગ 64,441 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. તો બીજી તરફ 24 કેરેટવાળા સોનાનો ભાવ લગભગ 70,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 

મુંબઇમાં સોનાનો ભાવ

મુંબઇમાં 22 કેરેટવાળા સોનાનો ભાવ લગભગ 64,260 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. તો બીજી તરફ 24 કેરેટવાળા સોનાનો ભાવ લગભગ 70,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 

અમદાવાદમાં સોનાનો ભાવ

અમદાવાદમાં 22 કેરેટવાળા સોનાનો ભાવ લગભગ 64,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. તો બીજી તરફ 24 કેરેટવાળા સોનાનો ભાવ લગભગ 70,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 

શેર બજારની માફક સોનાની ચાલ

શુક્રવારે મલ્ટી કોમોડિટી એક્સચેંજ (MCX) પર, સોનાના ભાવ 69,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું, જે ગત શુક્રવારના 69,792 રૂપિયા 10 ગ્રામના બંધ ભાવથી 58 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધુ છે. ગત અઠવાડિયે સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ થતાં સોનામાં રોકાણ કરનારાઓ માટે આશ્વર્યજનક છે કારણ કે વૈશ્વિક અનિશ્વિતતાઓના લીધે પીળી ધાતુની કિંમતમાં મોટો ઉછાળો આવવાની આશા હતી. જોકે તેના વિપરીત સોનાના ભાવ શેર બજારની ચાલનું અનુસરણ કરતાં શુક્રવારે હાઇએસ્ટ સ્તરથી સોમવારે ન્યૂનતમ સ્તર સુધી 4.40 ટકાનો ઘટાડો નોંધાયો તથા સોમવારે નીચલા સ્તરથી 2.50 ટકાનો વધારો નોંધાયો  હતો. 

છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં કેટલો ફેરફાર થયો?

5 જુલાઈ, 2023- 69,117 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

6 જુલાઈ, 2023- રૂ. 69,182 પ્રતિ 10 ગ્રામ

7 જુલાઈ, 2023- રૂ. 68,941 પ્રતિ 10 ગ્રામ

8 ઓગસ્ટ, 2023- રૂ. 69,205 પ્રતિ 10 ગ્રામ

9 ઓગસ્ટ, 2023- રૂ. 69,663 પ્રતિ 10 ગ્રામ

છેલ્લા એક અઠવાડિયામાં ચાંદીના ભાવમાં કેટલો ફેરફાર થયો?

5 જુલાઈ, 2023- રૂ 78,950 પ્રતિ કિલો

6 જુલાઈ, 2023- રૂ 79,158 પ્રતિ કિલો

7 જુલાઈ, 2023- રૂ 79,159 પ્રતિ કિલો

8 ઓગસ્ટ, 2023- રૂ 78,880 પ્રતિ કિલો

9 ઓગસ્ટ, 2023- રૂ. 80,263 પ્રતિ કિલો

શું સોનું સસ્તું થશે કે તેજી આવશે? 

કોમોડિટી બજારના વિશેષજ્ઞોના અનુસાર આગામી મહિને સોનાના ભાવમાં મોટો ફેરફાર જોવા મળશે નહી. સોનું એક રેંજ બાઉન્ડ્રીમાં  ટ્રેડ કરશે. તેના લીધે ઓગસ્ટની શરૂઆતમાં ભાવ જુલાઇના રેકોર્ડથી ઓછા હતા. આ ઉપરાંત સોનામાં આગામી દિવસોમાં ઘટાડો જોવા મળ્યો, જે અપ્રત્યક્ષરૂપથી લાંબા સમય સુધી વેચાણમાં ઘટાડાના સંકેત છે. તો બીજી તરફ દુનિયાભરની સેન્ટ્રલ બેંકે સોનાની ખરીદી ધીમી કરી દીધી છે. પરંતુ છૂટક વેચાણ ચાલુ રહેવાની સંભાવના છે. આ બધા ફેક્ટરને જોતાં અનુમાન છે કે સોનાના ભાવમાં મોટી તેજી કે ઘટાડો જોવા મળશે નહી. 


Google NewsGoogle News