જુલાઈ-સપ્ટેમ્બરમાં 10 ટકા વધી સોનાની માંગ, ભાવમાં ઘટાડાને લઈને ખરીદીમાં આવ્યો ઉછાળો
ભારતમા સોનાની માંગ દર વર્ષ કરતા 10 ટકા વધીને 210 ટન સુધી પહોચી ગઈ હતી
સોનાની વધારે માંગ મુખ્યત્વે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં રહી હતી
Image Envato |
તા. 1 નવેમ્બર 2023, બુધવાર
Gold Demand Rise: જુલાઈ અને ઓગસ્ટમાં ઓછા વરસાદ અને અલ-નીનો તોફાન જેવા કારણે જુલાઈ અને સપ્ટેમ્બરના ગાળામાં સોનાનો ભાવ ઓછા હોવાથી ભારતમા સોનાની માંગ દર વર્ષ કરતા 10 ટકા વધીને 210 ટન સુધી પહોચી ગઈ હતી.
સોનાની વધારે માંગ મુખ્યત્વે ભારતના ગ્રામીણ વિસ્તારોમાં રહી હતી. ભારતમાં સોનાની કુલ ખપતના 60 ટકા હિસ્સો ગ્રામીણ વિસ્તારનો રહેતો હોય છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WJC)ના કહેવા પ્રમાણે 2023માં ભારતમાં સોનાની ખપત 700-750 ટન આંકવામાં આવે છે, જે છેલ્લા વર્ષની સરખામણીએ થોડી ઓછી હશે.
ગ્લોબલ લેવલે વધી છે માંગ
વૈશ્વિક લેવલે જોઈએ તો WGC Q3 ગોલ્ડ ડિમાન્ડ ટ્રેડ્સ રિપોર્ટથી ખ્યાલ આવે છે કે, સોનાના ખરીદારો હજુ મજબૂત છે. કેન્દ્રીય બેંકો દ્વારા ઐતિહાસિક ખરીદારી થઈ રહી છે. આ દરમ્યાન સોનાની ગ્લોબલ માંગ 1147 ટન થઈ ગઈ છે, જે તેના પાંચ વર્ષના સરેરાશ કરતાં 8 ટકા વધારે છે.
ભારતમાં સોનાના દાગીનાનું વેચાણ દર વર્ષ કરતાં 7 ટકા વધીને 155. 7 ટન થઈ ગયું છે, જે સોનાની કિંમત ઓછી અને તહેવારોમાં માંગના કારણે વધારે છે. દક્ષિણ ભારતમાં સોનાના દાગીના દાગીનાનું વેચાણ સૌથી વધારે છે.
કેટલી ઘટી કિંમત
રિટેલમાં માંગ વધવાથી જુલાઈમાં 60000 રુપિયા પ્રતિ 10 ગ્રામ વધ્યા બાદ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સોનાની કિંમત ઘટીને 57000 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગઈ હતી. તો આ બાજુ સોનામાં રોકાણ એટલે કે સિક્કા અને બિસ્કિટ છેલ્લા વર્ષના ક્વાટરમાં 45.4 ટનથી 20 ટકા વધીને 54.5 ટકા થઈ ગઈ છે.