Get The App

સોનામાં સતત ઘટાડો: ચાંદી રૂ.1000 તૂટી

- યુએસ ક્રૂડ બેરલના ૭૦ ડોલરની અંદર: આ વર્ષનો અત્યાર સુધીનો બધા ભાવ સુધારો ધોવાઈ ગયો

- ક્રૂડતેલ ગબડી નવ મહિનાના તળીયે

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
સોનામાં સતત ઘટાડો: ચાંદી રૂ.1000 તૂટી 1 - image


મુંબઈ : અમદાવાદ તેમજ મુંબઈ ઝવેરીબજારમાં આજે સોના- ચાંદીના ભાવમાં ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી હતી. તૂટતી બજારે ગ્રાહકો થોભો અને રાહ જૂઓની નિતી અપનાવી રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલ ગબડતાં સોનાના ભાવ પર દબાણ વધ્યાની ચર્ચા હતી. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૨૪૯૪થી ૨૪૯૫ વાળા નીચામાં ૨૪૭૧ થઈ ૨૪૮૮થી ૨૪૮૯ ડોલર રહ્યા હતા. 

દરમિયાન, ક્રૂડતેલના વૈશ્વિક ભાવ ૪થી ૫ ટકા તૂટી નવ મહિનાના તળીયે ઉતરી ગયાના સમાચાર હતા. ઘરઆંગણે અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૭૩૫૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૩૭૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૧૦૦૦ ગબડી રૂ.૮૨૫૦૦ બોલાયા હતા. 

વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૨૮.૩૨થી ૨૮.૩૩ વાળા નીચામાં ૨૭.૭૭ થઈ ૨૮.૧૭થી ૨૮.૧૮ ડોલર રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ બેરલના ૭૬.૦૯ વાળા નીચામાં ૭૨.૬૩ થઈ ૭૩.૮૪ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રુડના ભાવ ૭૨.૭૭ વાળા નીચામાં ૬૯.૧૯ થઈ ૭૦.૫૧ ડોલર રહ્યા હતા. 

 વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૩૮ ટકા નરમ હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ૯૧૬ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ  ૯૪૪ ડોલર  રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૧૨૦૮ વાળા રૂ.૭૦૯૯૫ થઈ રૂ.૭૧૦૧૦ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૧૪૯૪ વાળા નીચામાં રૂ.૭૧૨૮૦ થઈ રૂ.૭૧૨૯૫ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૨૨૭૮ વાળા ઘટી રૂ.૮૧૦૩૮ થઈ રૂ.૮૧૩૩૭ રહ્યા હતા.

 ક્રૂડતેલના ભાવ ઝડપી ગબડતાં આ વર્ષનો અત્યાર સુધીના ભાવ સુધારો સંપુર્ણપણે ધોવાઈ ગયો હોવાનું તથા વર્ષના આરંભમાં જે ભાવ હતા તે જ ભાવ હવે ફરી પણ આવી ગયાના સમાચાર દરીયાપારથી મળ્યા હતા.

bullion

Google NewsGoogle News