ધનતેરસ પર સોનું ખરીદતા પહેલા જાણીલો આ વાત, થશે ફાયદો

ભારતમાં ધનતેરસના તહેવારનું એક વિશેષ મહત્વ રહેલું છે

ધનતેરસ પર સોના ચાંદી ખરીદવું શુભ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
ધનતેરસ પર સોનું ખરીદતા પહેલા જાણીલો આ વાત, થશે ફાયદો 1 - image
Image Twitter 

તા. 3 નવેમ્બર 2023, શુક્રવાર 

Gold buying Tips : ભારતમાં ધનતેરસના તહેવારનું એક વિશેષ મહત્વ રહેલું છે.  જેને ઘણા ઉત્સાહ સાથે મનાવવામાં આવે છે. તેમજ આ તહેવાર મોટાભાગે કિમતી ઘરેણા સોના-ચાંદી જેવી વસ્તુઓ ખરીદવામાં આવતી હોય છે. ધનતેરસ પર સોના ચાંદી ખરીદવું શુભ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જો કે, આ તહેવારમાં સોનું-ચાંદી ખરીદતા પહેલા કેટલીક મહત્વની બાબતોનું ધ્યાન રાખવુ જરુરી છે. 

બજેટ નક્કી કરો 

સોનું ખરીદતા પહેલા તમારે બજેટ નક્કી કરવું જોઈએ. એક વાત નક્કી કરી લો કેટલા રુપિયાની ખરીદી કરવાની છે, અને તેના પછી જ સોનું - ચાંદી ખરીદો

સોનાની શુદ્ધતા વિશેની ચકાસણી કરો

સોનાની શુદ્ધતા એટલે કે કેટલા કેરેટનું સોનું ખરીદી રહ્યા છો તે બાબતે ચકાસણી કરી લો. જેમા 24 કેરેટ હોય તે શુદ્ધ સોનુ માનવામાં આવે છે, પરંતુ તેને વધારે ટકાઉ બનાવવા માટે તેમા કેટલીક અન્ય ઘાતુઓ સાથે મેળવવામાં આવે છે. એટલે સોનું ખરીદતા પહેલા તેની શુદ્ધતા વિશે ચકાસણી કરી લો. 

વર્તમાન કિંમતો વિશે માહિતી મેળવી લો

માર્કેટમાં સોનાની કિંમતમાં વધારો -ઘટાડો થતો રહે છે. કિંમતોમાં રોજ ઉતાર-ચડાવ આવતો હોય છે. એટલા માટે સોનું ખરીદતા પહેલા તેના ભાવ વિશે માહિતી મેળવી લો અને પછી ખરીદી કરો. 

સોનું વેચનાર દુકાનદાર યોગ્ય પસંદ કરો

સોનું, ચાંદી સિક્કા તેમજ ઝવેરાત સહિત અનેક કિંમતી ઘાતુ બજારમાં મળતી હોય છે. બજારમાં હજારોની સંખ્યામાં જ્વેલર્સની દુકાનો આવેલી હોય છે, પરંતુ તેમાથી કેટલાક વેપારી વિશ્વાસપાત્ર હોય છે તો કેટલાક વેપારીઓ ભેળસેળ કરતા હોય છે. તેથી ખરીદતા પહેલા યોગ્ય દુકાનદાર પસંદ કરો. 


Google NewsGoogle News