વૈશ્વિક પડકારો વચ્ચે આરબીઆઇએ 72.6 ટન સોનું ખરીદ્યું, આ વર્ષે પણ ખરીદી વધવાનો આશાવાદ
Gold Reserves: વિશ્વમાં જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ બાદ હવે ટ્રમ્પના ટેરિફ વોરના કારણે ટ્રેડ વોર તથા આર્થિક અને રાજકીય અસ્થિરતાના માહોલ વચ્ચે વિશ્વની સેન્ટ્રલ બૅન્કો છેલ્લા ત્રણ વર્ષથી દરવર્ષે 1000 ટનથી વધુ સોનું ખરીદી રહી છે. 2024માં વિશ્વની સેન્ટ્રલ બૅન્કોએ કુલ 1045 ટન સોનાની ખરીદી કરી હતી. જે 2023માં 1037 ટન હતી. ભારતની આરબીઆઇ પણ સોનાની ખરીદી સતત વધારી રહી છે. 2024માં આરબીઆઇએ સોનાની રૅકોર્ડ ખરીદી કરી હતી.
વિશ્વમાં વર્ષ 2024માં સૌથી વધુ સોનું ખરીદનારા દેશોમાં નેશનલ બૅન્ક ઑફ પોલેન્ડ પ્રથમ ક્રમે, બીજા ક્રમે ભારતની આરબીઆઇ અને ત્રીજા ક્રમે સેન્ટ્રલ બૅન્ક ઓફ તુર્કી રહી છે. જેમાં આરબીઆઇએ ગતવર્ષે પોતાના ગોલ્ડ રિઝર્વમાં 72.6 ટનનો વધારો કર્યો છે. પોલેન્ડની સેન્ટ્રલ બૅન્કે 90 ટન સોનું ખરીદ્યુ હતું.
આ પણ વાંચોઃ ડોલર સામે રૂપિયો તૂટીને 87.96 નવું તળિયું બતાવ્યું : અંતે રિકવર થઈ 87.48
આરબીઆઇ દ્વારા સોનાની ખરીદી ત્રણ વર્ષની ટોચે
ભારતે 2024માં 72.6 ટન સોનું ખરીદ્યું હતું. જે 2021 બાદ સૌથી વધુ ખરીદી હતી. આ સાથે ડિસેમ્બર, 2024ના અંત સુધી આરબીઆઇ પાસે કુલ ગોલ્ડ રિઝર્વ 876.18 ટન નોંધાઈ હતી. જેની કિંમત 66.2 અબજ ડૉલર હતી. જે 2023માં 803.58 ટન હતું. આરબીઆઇએ 2021 બાદ 2024માં સોનાની સૌથી વધુ રૅકોર્ડ ખરીદી કરી છે.
2024માં વિવિધ દેશોએ કરેલી સોનાની ખરીદી
2025માં પણ રૅકોર્ડ ખરીદી થવાની શક્યતા
સોનામાં રોકાણ વધવા પાછળનું કારણ જિઓ-પોલિટિકલ ક્રાઇસિસ હતું. ઈરાન અને ઈઝરાયલ, યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે સેફહેવનની ડિમાન્ડ વધી હતી. પરંતુ વર્ષ 2025માં ડોનાલ્ડ ટ્રમ્પની રાષ્ટ્રપ્રમુખ પદે વાપસીથી ટ્રેડવોરની ભીતિ વધતાં સેન્ટ્રલ બૅન્કો આ વર્ષે પણ સોનાની ખરીદી વધારે તેવી શક્યતાઓ જોવા મળી છે.
40 દિવસમાં સોનું રૂ. 10000 મોંઘુ થયું
ચાલુ કેલેન્ડર વર્ષમાં જિઓ-પોલિટિકિલ ક્રાઇસિસની સાથે ટ્રેડવોરની ભીતિ વધતાં સોનાના ભાવ 40 દિવસમાં રૂ. 10000 વધ્યા છે. ગઈકાલે જ સોનાની કિંમત રૂ. 88600 પ્રતિ 10 ગ્રામની રૅકોર્ડ સપાટીએ પહોંચી હતી.