Get The App

સોનાએ 72000ની ઐતિહાસિક સપાટી કૂદાવી, ચાંદીમાં પણ જોરદાર ઉછાળો, રોકાણકારોને ફાયદો

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
સોનાએ 72000ની ઐતિહાસિક સપાટી કૂદાવી, ચાંદીમાં પણ જોરદાર ઉછાળો, રોકાણકારોને ફાયદો 1 - image


Gold News | સોનાના ભાવમાં ઐતિહાસિક તેજીનો દોર યથાવત્ છે. આજે ફરી એકવાર સોના અને ચાંદીની ચળકાટ વધી હતી. સોનાનો 10 ગ્રામનો ભાવ 72000ની સપાટીને કૂદાવી જતાં 72300 રૂપિયાને સ્પર્શી ગયો હતો. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો ત્યાં પણ સોનાએ 2300 ડૉલરની સપાટી કૂદાવી હતી. 

ચાંદીની પણ ચળકાટ વધી 

આ સાથે ચાંદીની પણ ચમક વધતાં તેનો કિલોનો ભાવ ગઈ કાલે 78500 રૂપિયાની સપાટીને કૂદાવી ગયો હતો. જ્યારે આજે સ્થાનિક બુલિયન માર્કેટમાં ચાંદીની કિંમત 80700 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઇ છે. ઉલ્લેખનીય છે કે સોના અને ચાંદીના ભાવમાં છેલ્લાં ઘણાં દિવસોથી જાણે બુલ રન ચાલી રહોય તેમ આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. સોનાનો ભાવ તો ઓલ ટાઈમ હાઈને સ્પર્શી ગયો છે. 

સોના-ચાંદીમાં તેજીનું કારણ શું? 

સોના ચાંદીના ભાવમાં તેજી પાછળનું કારણ યુએસ સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વને મનાય છે. યુએસ ફેડના ચેરમેન જેરેમ પોવેલે કહ્યું હતું કે અમેરિકામાં હાલમાં મોંઘવારી હજુ પણ લક્ષ્ય કરતાં વધુ હોવાથી વ્યાજદરોમાં ગમે ત્યારે ઘટાડો થઇ શકે છે. વ્યાજદરોમાં ઘટાડો જ સોના-ચાંદી માટે સારો મનાય છે. જેના લીધે આવી કડક તેજી દેખાઈ રહી છે. 

સોનાએ 72000ની ઐતિહાસિક સપાટી કૂદાવી, ચાંદીમાં પણ જોરદાર ઉછાળો, રોકાણકારોને ફાયદો 2 - image


Google NewsGoogle News