Get The App

બજેટ બાદ સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો નવા ભાવ

Updated: Jul 23rd, 2024


Google NewsGoogle News
બજેટ બાદ સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો, જાણો નવા ભાવ 1 - image


Gold- Silver Price Today In India: કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) આજે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કર્યું હતું. જેમા સીતારમણ દ્વારા સોના પરની કસ્ટમ ડ્યુટી 6% ઘટાડવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે તે પછી મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો છે. આજે સસ્તા દરે સોનું ખરીદવાની શ્રેષ્ઠ તક છે. એ સાથે આજે MCX પર સોનાના ભાવમાં 4000 રૂપિયાનો ઘટાડો થયો છે. આ સાથે ચાંદીના ભાવમાં પણ 4,800 રૂપિયાનો ઘટાડો થયો છે.

આજે દિલ્હીમાં સોનાનો ભાવ

રાજધાની દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 67,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત 73,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

MCX પર સોનાની કિંમત 

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. MCX પર આજે સોનું 72838 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું છે. ત્યાર બાદ લગભગ 2 વાગ્યાની આસપાસ 5 ઓગસ્ટની ડિલિવરીવાળા સોનાની કિંમત  MCX પર 3,967 રૂપિયાના ઘટાડો થયો હતો એટલે કે 5.46 ટકાના ઘટાડા સાથે 68,751 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે.

MCX પર ચાંદીનો ભાવ

MCX પર ચાંદીના ભાવ વિશે વાત કરીએ, તો આજે 74487.00 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલી છે. એ પછી 5 સપ્ટેમ્બરે ડિલિવરીવાળા ચાંદીનો ભાવ 5.48 ટકાના ઘટાડો જોવા મળ્યો હતો એટલે કે રુપિયા 4,890 ઘટીને 84,313 રુપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો હતો.

સોના અને ચાંદીના ભાવ નીચા સ્તરે

આજે એટલે કે મંગળવારે MCX પર સોનાનો ભાવ રૂ. 68,500ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. MCX પર ચાંદીની કિંમત 84,275 રૂપિયાની નીચી સપાટીએ પહોંચી ગયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 2397.13 ડોલર પ્રતિ ઔંસની આસપાસ રહ્યો હતો.



Google NewsGoogle News