સોના-ચાંદીના ભાવ સળંગ ત્રીજા દિવસે ઘટ્યા, ચાંદી વધુ રૂ. 4000 તૂટી, જાણો આજના લેટેસ્ટ ભાવ

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
Bullion Market


Gold Price Today: કેન્દ્રીય બજેટમાં સોના-ચાંદી પર કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડાની જાહેરાત સાથે જ સોના-ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. બીજી બાજુ વૈશ્વિક સ્તરે અમેરિકાના આર્થિક આંકડા રજૂ થાય તે પહેલાં રોકાણકારો પ્રોફિટ બુક કરતાં નજરે ચડ્યા છે. જેથી વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

અમદાવાદમાં આજે સોનાનો ભાવ રૂ. 500 ઘટી રૂ. 71500 પ્રતિ 10 ગ્રામ થયો હતો. જ્યારે ચાંદી રૂ. 4000 તૂટી રૂ. 82000 પ્રતિ કિગ્રા પર ક્વોટ થઈ હતી. વૈશ્વિક સ્તરે સોનાની કિંમત 42.10 ડોલર ઘટી 2373.80 ડોલર પ્રતિ ઔંશ અને ચાંદી 1.546 ડોલર તૂટી 27.76 ડોલર પ્રતિ ઔંશ નોંધાઈ હતી.

સોના કરતાં ચાંદીમાં મોટો ઘટાડો

બજેટમાં કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડાની જાહેરાતના કારણે ત્રણ દિવસમાં સોનાનો ભાવ રૂ. 4000 અને ચાંદીનો ભાવ રૂ. 7000 ઘટ્યો છે. આજે પણ ચાંદીમાં રૂ. 4000નો ઘટાડો નોંધાયો છે. આગામી સમયમાં સોના-ચાંદીના ભાવ વધુ 15થી 20 ટકા ઘટવાનો અંદાજ કોમોડિટી નિષ્ણાતો આપી રહ્યા છે. 

બજેટમાં સરકારે પ્રોપર્ટી ટેક્સમાં કર્યો ખેલ, લોકોને થશે મોટું નુકસાન, સમજો ગણિત!

કિંમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઑગસ્ટ સત્રની શરુઆતમાં 10 ગ્રામદીઠ રૂ. 68,015ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ. 68,105 અને નીચામાં રૂ. 67,606 નોંધાઈ. પ્રથમ સત્ર સુધીમાં સોનું રૂ. 1,082 ઘટી રૂ. 67,870ના ભાવે પહોંચ્યું હતું. ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ. 1,237 ઘટી રૂ. 55,280 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ. 127 ઘટી રૂ. 6,657ના ભાવે પહોંચ્યું હતું. સોનું-મિની ઑગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ. 1,131 ઘટી રૂ. 67,897ના સ્તરે પહોંચ્યો હતો. 

ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદા સત્રની શરુઆતમાં 1 કિલોદીઠ રૂ. 84,501ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ. 84,501 અને નીચામાં રૂ. 80,921ના મથાળે જઈ, પ્રથમ સત્ર સુધીમાં ભાવ રૂ. 3,703 ઘટી રૂ. 81,191ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ. 3,664 ઘટી રૂ. 81,351 અને ચાંદી-માઈક્રો ઑગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ. 3,651 ઘટી રૂ. 81,348 બોલાઈ રહ્યો હતો. 

  સોના-ચાંદીના ભાવ સળંગ ત્રીજા દિવસે ઘટ્યા, ચાંદી વધુ રૂ. 4000 તૂટી, જાણો આજના લેટેસ્ટ ભાવ 2 - image


Google NewsGoogle News