Get The App

સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, ખરીદવાનો પ્લાન હોય તો જાણી લો કેટલો થયો ફેરફાર

Updated: Dec 2nd, 2024


Google NewsGoogle News
Gold And Silver Rate


Gold And Silver Rate: ભારતીય બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) ખુલ્યાની 15 મિનિટની અંદર સોનાના ભાવમાં 900 રૂપિયાનો ઘટાડો થયો હતો, જ્યારે ચાંદીના ભાવમાં 1200 રૂપિયાનો ઘટાડો થયો હતો. નિષ્ણાતોના મતે ડૉલર ઇન્ડેક્સની મજબૂતીને કારણે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.

એમસીએક્સ પર સોનાના ભાવમાં ઘટાડો

ડિસેમ્બરના પ્રથમ ટ્રેડિંગ દિવસે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોનું બજાર ખુલ્યાની 15 મિનિટમાં જ 900 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. અહેવાલો અનુસાર, ટ્રેડિંગ સેશન દરમિયાન સોનાની કિંમત 76,201 રૂપિયા પ્રતિ દસ ગ્રામના દિવસના સૌથી નીચા સ્તરે પહોંચી ગઈ છે. જ્યારે શુક્રવારે (29મી નવેમ્બર) સોનાની કિંમત 77,128 રૂપિયા  હતી.

આ પણ વાંચો: વર્ષના છેલ્લા મહિને પણ મોંઘવારીનો માર, કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો

ચાંદી 1200 રૂપિયા સસ્તી

બીજી તરફ ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીની કિંમત 10 મિનિટની અંદર 1175 રૂપિયા ઘટીને 90,034 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે પહોંચી ગઈ છે. શુક્રવારે બજાર બંધ થયું ત્યારે ચાંદીની કિંમત 91,209 રૂપિયા હતી. જ્યારે આજે તે રૂ.90,555 પર બંધ રહ્યો હતો.

સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, ખરીદવાનો પ્લાન હોય તો જાણી લો કેટલો થયો ફેરફાર 2 - image


Google NewsGoogle News