વિશ્વના આ 15 ધનિકો પાસે કુલ 2.2 લાખ કરોડ ડોલરની સંપત્તિ, 167 દેશોની GDP કરતા વધારે

Updated: May 17th, 2024


Google NewsGoogle News
વિશ્વના આ 15 ધનિકો પાસે કુલ 2.2 લાખ કરોડ ડોલરની સંપત્તિ, 167 દેશોની GDP કરતા વધારે 1 - image


Global Super-Rich Club: વિશ્વના સુપર-રીચ ક્લબમાં સામેલ 15 સભ્યોની નેટવર્થ 100 અબજ ડોલરથી વધુ છે. જે ઘણા દેશોની જીડીપી કરતાં પણ વધુ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, આ લોકોની નેટવર્થ 13 ટકા વધી 2.2 લાખ કરોડ ડોલર થઈ છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સમાં ટોચના 15 અબજોપતિમાં ભારતના બે દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામેલ છે. જેઓ 100 અબજ ડોલરથી વધુ નેટવર્થ ધરાવે છે.

ગ્લોબલ સુપર રીચ ક્લબમાં અંબાણી 12માં અને અદાણી 14માં ક્રમે

ગ્લોબલ સુપર રીચ ક્લબમાં રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણી 109 અબજ ડોલરની નેટવર્થ સાથે 12માં ક્રમે અને 100 અબજ ડોલરની નેટવર્થ સાથે અદાણી ગ્રુપના ગૌતમ અદાણી 14માં ક્રમે છે.

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, લકઝરી ગુડ્સ અને જિઓ પોલિટિકલ પરિવર્તનો વચ્ચે ધનિકોની સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે. જેની પાછળનું કારણ સ્ટોક માર્કેટમાં તેજી અને સંચિત ફુગાવો પણ છે.

આ ધનિકોની સંપત્તિ પ્રથમ વખત 100 અબજ ડોલરથી વધી

લોરિઅલના ફ્રેન્કોઈસ બેટનકોર્ટ મેયર્સ, ડેલ ટેક્નોલોજીસના ફાઉન્ડર ડેલ અને મેકિસિન બિલિયોનેર કાર્લોસ સ્લીમની નેટવર્થ છેલ્લા પાંચ માસમાં અનેકગણી વધી 100 અબજ ડોલરની સપાટી ક્રોસ કરી છે.

ગ્લોબલ સુપર રીચ ક્લબમાં પ્રથમ મહિલા સામેલ થઈ

ગ્લોબલ સુપર રીચ ક્લબમાં પ્રથમ વખત કોઈ મહિલાએ સ્થાન મેળવ્યું છે. ફોર્ચ્યુનની આ યાદીમાં ગઈકાલે બેટનકોર્ટ મેયર્સ 101 અબજ ડોલરની નેટવર્થ સાથે 14માં ક્રમે છે. જો કે, આજે 15માં સ્થાને પહોંચી છે. જે લકઝરી કોસ્ટેમેટિક્સ કંપની લોરિઅલમાં મોટો હિસ્સો ધરાવે છે.

ગ્લોબલ સુપર રીચ ક્લબમાં સામેલ ધનિકો

ધનિક

નેટવર્થ

બર્નાડ અર્નોલ્ટ

221 અબજ ડોલર

જેફ બેજોસ

206 અબજ ડોલર

એલન મસ્ક

188 અબજ ડોલર

માર્ક ઝુકરબર્ગ

168 અબજ ડોલર

લેરી પેજ

155 અબજ ડોલર

બિલ ગેટ્સ

154 અબજ ડોલર

સર્ગી બ્રિન

146 અબજ ડોલર

સ્ટીવ બાલમર

146 અબજ ડોલર

વોરન બફે

137 અબજ ડોલર

લેરી એલિસન

137 અબજ ડોલર

માઈકલ ડેલ

112 અબજ ડોલર

મુકેશ અંબાણી

109 અબજ ડોલર

કાર્લોસ સ્લિમ

106 અબજ ડોલર

ગૌતમ અદાણી

100 અબજ ડોલર

બેટનકોર્ટ મેયર્સ

99.9 અબજ ડોલર

 

  વિશ્વના આ 15 ધનિકો પાસે કુલ 2.2 લાખ કરોડ ડોલરની સંપત્તિ, 167 દેશોની GDP કરતા વધારે 2 - image


Google NewsGoogle News