જાપાનની કરન્સી ગબડતાં યેન સામે વૈશ્વિક ડોલર ઉછળી 24 વર્ષની ટોચે
- રૂપિયા સામે ડોલરમાં બેતરફી સાંકડી વધઘટ જોવા મળી
મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ બેતરફી વધઘટના અંતે ધીમા ઘટાડા વચ્ચે બંધ રહ્યા હતા. શેરબજાર ઉંચકાતાં કરન્સી બજારમાં રૂપિયા પર એકંદરે પોઝીટીવ અસર જોવા મળી હતી.
ડોલરના ભાવ રૂ.૮૨.૩૪ વાળા આજે સવારે રૂ.૮૨.૨૮ ખુલી નીચામાં ભાવ રૂ.૮૨.૧૬ તથા ઉંચામાં રૂ.૮૨.૩૮ થઈ છેલ્લે ભાવ રૂ.૮૨.૩૧ રહ્યા હતા.
વિશ્વ બજારમાં જાપાનની કરન્સી યેન સામે ડોલરના ભાવ વધી ૨૪ વર્ષની ટોચે પહોંચ્યાના નિર્દેશો હતા. અમેરિકન બોન્ડની યીલ્ડ ઝડપી વધતાં વૈશ્વિક ડોલર મજબૂત રહ્યો હતો.
અમેરિકાના ૧૦ વર્ષના બોન્ડની યીલ્ડ વધી ૪ ટકાની ઉપર જતાં ૧૪ વર્ષની ટોચે પહોંચી છે. આની સામે જાપાનના બોન્ડની યીલ્ડ નહિંવત રહેતાં જાપાનની કરન્સી ડોલર સામે દબાણ હેઠળ જોવા મળી હતી.
વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ઈન્ડેક્સ આજે ઉંચામાં ૧૧૩.૫૯ થઈ ૧૧૩.૨૨ રહ્યો હતો. મુંબઈ બજારમાં આજે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૧૮ પૈસા વધી ઉંચામાં રૂ.૯૧.૨૨ થઈ ૯૧.૧૨ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ આજે પાંચ પૈસા વધ્યા હતા. યુરોના ભાવ ઉંચામાં રૂ.૮૦.૧૩ થઈ રૂ.૭૯.૯૧ રહ્યા હતા.
રૂપિયા સામે આજે જાપાનની કરન્સીના ભાવ ૦.૫૭ ટકા તૂટયા હતા જ્યારે ચીનની કરન્સી ૦.૦૩ ટકા નરમ રહી હતી, ચીનમાં કોરોના કેસો ફરી વધ્યાની ચર્ચા હતી. દરમિયાન, રશિયા તથા યુક્રેન વચ્ચેનો યુદ્ધમાં હવે નવા બનાવો પર પણ કરન્સી બજારની નજર રહી હતી.
ફોરેક્સ રેટ (રૂપિયામાં)
ડોલર |
- ૦૩ પૈસા |
૮૨.૩૧ |
પાઉન્ડ |
+ ૧૮ પૈસા |
૯૧.૧૨ |
યુરો |
+ ૦૫ પૈસા |
૭૯.૯૧ |