આ રક્ષાબંધનના પર્વે તમારી બહેનને ગિફ્ટમાં ફાઈનાન્સિયલ ફ્રિડમ આપો, જાણો કેવી રીતે?

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
આ રક્ષાબંધનના પર્વે તમારી બહેનને ગિફ્ટમાં ફાઈનાન્સિયલ ફ્રિડમ આપો, જાણો કેવી રીતે? 1 - image
Image Envato

Raksha Bandhan Gift Options: રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમનો અતૂટ અને લોકપ્રિય તહેવાર છે, જે ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 19 ઓગસ્ટ 2024ના રોજ ઉજવવામાં આવશે. રક્ષાબંધન પર રોકડ, જ્વેલરી અને કપડાં વગેરે જેવી ભેટો આપવામાં આવે છે, પરંતુ ઘણા નિષ્ણાતો માને છે કે મ્યુચ્યુઅલ ફંડ, ફિક્સ્ડ ડિપોઝિટ, અને અન્ય ગિફ્ટ્સની મદદથી ભાઈ પોતાની બહેનને ફાઈનાન્સિયલ ફ્રિડમ આપી નાણાકીય સદ્ધરતા હાંસલ કરવા મદદ કરી શકે છે.

મ્યુચ્યુઅલ ફંડ

તમારી બહેનના નામ પર મ્યુચ્યુઅલ ફંડમાં યોગદાન કરી લાંબા ગાળે નાણાકીય લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરી શકો છો. મોટી બહેન પણ પોતાના નાના ભાઈઓ માટે આ ગિફ્ટ આપી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં એક સામટું રોકાણ તથા એસઆઈપી મારફત રોકાણ કરી શકો છો.

આ પણ વાંચો: SEBIના જ નિયમને ઘોળીને પી ગયા માધબી બુચ, સાત વર્ષમાં કરી કરોડોની કમાણી: હિંડનબર્ગ બાદ વધુ એક રિપોર્ટ

સ્ટોકમાં રોકાણ

ઈક્વિટીમાં રોકાણ એ દૂરંદેશી અને ખૂબ સારો વિકલ્પ છે. જેમાં તમે તમારી બહેનને ફંડામેન્ટલી મજબૂત કંપનીના સ્ટોક ખરીદીને ગિફ્ટ કરી શકો છો. જો કે, કોઈપણ કંપનીના સ્ટોક કે મ્યુચ્યુઅલ ફંડની ખરીદી કરતાં પહેલાં ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો. 

સોના-ચાંદીની ગિફ્ટ

તમારી બહેનને રક્ષાબંધન પર સોના-ચાંદીના સિક્કા, કે ઘરેણાંની ગિફ્ટ આપી શકો છો. છેલ્લા ઘણાં સમયથી સોના-ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે, એવા સંજોગોમાં કિંમતી ધાતુની ભેટ બહેનને આકર્ષક રિટર્ન અપાવશે.

આ પણ વાંચો: ઈક્વિટી મ્યુ. ફંડોએ જુલાઈમાં રૂપિયા 80,000 કરોડ કેશ જાળવી રાખ્યા


ગોલ્ડ ઈટીએફ

તમારી બહેનને તમે સોનાના ઘરેણાંના બદલે ગોલ્ડ ઈટીએફની ગિફ્ટ કરી શકો છો. જેણે 2024માં 9.31 ટકા રિટર્ન આપ્યું છે. જુલાઈમાં ગોલ્ડ ઈટીએફ રોકાણ વધી રૂ. 1337.4 કરોડ થયુ હતું. જે ફેબ્રુઆરી-20 બાદથી સૌથી વધુ છે. આ સિવાય તમે ડિજિટલ ગોલ્ડની ગિફ્ટ પણ આપી શકો છો.

ફિક્સ્ડ ડિપોઝિટની ભેટ

એફડી એક સુરક્ષિત ગિફ્ટ વિકલ્પ છે. જે રોકાણ પર ગેરેંટેન્ડ રિટર્ન આપે છે. તમારી બહેનની નાણાકીય સુરક્ષા અને ભવિષ્યની યોજનામાં યોગદાન આપવાના હેતુ સાથે તમે ફિક્સ્ડ ડિપોઝિટની ગિફ્ટ આપી શકો છો. 

ડિસ્ક્લેમરઃ

આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.


Google NewsGoogle News