Get The App

વિવાદ નિવારણ માટે ગિફ્ટ સિટીમાં અલાયદું સેન્ટર સ્થાપવામાં આવશે

ગિફ્ટ સિટીના વિવાદ નિવારણ કેન્દ્રને હાઈકોર્ટ જેવી સત્તા આપવામાં આવશે

ગિફ્ટ સિટી ઉપરાંત વિશ્વભરના વેપારને લગતા વિવાદોના કેસ ગિફ્ટ સિટીમાં આવે તે માટેના પ્રયાસો કરવામાં આવશે

Updated: Feb 6th, 2025


Google NewsGoogle News


વિવાદ નિવારણ માટે ગિફ્ટ સિટીમાં અલાયદું સેન્ટર સ્થાપવામાં આવશે 1 - image

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર

ગિફ્ટ સિટી તરીકે ઓળખાતા અને ગુજરાતના ગાંધીનગરમાં સ્થપાયેલા ઇન્ટરનેશનલ ફાઈનાન્સ સવસ સેન્ટરમાં વૈકલ્પિક વિવાદ નિવારણ કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. વિવાદ નિવારણ કેન્દ્રની સ્થાપના કરવા માટેના નિયમો કે કાયદાકીય જોગવાઈઓમાં સુધાારાઓ કરવાની કામગીરી કેન્દ્ર સરકાર કરી રહી છે. આ કેન્દ્રમાં આંતરરાષ્ટ્રીય સ્તરના વિવાદોનો પણ ઉકેલ લાવવામાં આવશે. કેન્દ્ર સરકાર તરફથી સુધારાઓ ન કરવામાં આવે ત્યાં સુધી ઇન્ટરનેશનલ ફાઈનાન્સ સિટીનું મેનેજમેન્ટ વિવાદોના ઉકેલની કામગીરી કરી શકશેે જ નહિ.

કેન્દ્ર સરકારે ૨૦૨૨-૨૩ના બજેટમાં ઇન્ટરનેશનલ આબટ્રેશન સેન્ટરની સ્થાપના કરવાની પહેલી દરખાસ્ત મૂકી હતી. આ દરખાસ્ત મૂક્યા પછી જ ઇન્ટરનેશનલ આબસ્ટ્રેશન સેન્ટરની સ્થાપના કરવા અંગે વિચારણા કરવા માટે નિષ્ણાતોની એક સમિતિની રચના કરવામાં આવી હતી. નિષ્ણાતોની આ સમિતિએ જુલાઈ ૨૦૨૪માં તેની ભલામણો રજૂ કરી દીધી હતી. હજી આ દિશામાં કાર્ય પૂરું કરવા માટે વધુ ચારથી છ મહિના લાગી જશે. 

૨૦૨૫-૨૬ના બજેટમાં ગિફ્ટ સિટીના માધ્યમથી વેચવામાં આવનારી યુનિટ લિન્ક ઇન્સ્યોરન્સ પોલીસી અને એન્ડોવમેન્ટ પ્લાન ખરીદવા માટે ડૉલરમાં પ્રીમિયમ ચૂકવવામાં આવે તો તેવા સંજોગોમાં વીમા પ્લાનને ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હા, તેને માટેનું પ્રીમિયમ વીમાની કુલ રકમના ૧૦ ટકાથી વધારે ન હોવુ ંજોઈએ, તેવી શરત પણ સાથે રાખવામાં આવી છે.

વિવાદોના નિવારણ માટેનું બજાર ૨૦૩૦ની સાલ સુીમાં વીને ૧૪.૫૦ અબજ ડાલરની સપાટીને આંબી જાય તેવી ગણતરીઓ મૂકવામાં આવી રહી છે. તેથી ગિફ્ટ સિટીમાં જ આબટ્રેશન સેન્ટરની સ્થાપના કરીને આંતરરાષ્ટ્રીય સ્તરના વિવાદોના ઉકેલ માટે ભારતીયોએ વિદેશમાં જઈને ખર્ચ ન કરવો પડે તે માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. તદુપરાંત ઇન્ટરનેશનલ આબટ્રેશનનો દુનિયાભરના દેશોમાંથી ંો મેળવવા માટેના કેન્દ્રની પમ સરકારા આ સાથે જ સ્થાપના કરી છે. વિશ્વભરની કંપનીઓના વિવાદોના કેસો ગિફ્ટ સિટીના પ્રસ્તુત કેન્દ્રમાં આવે તેવી પણ ગણતરી મૂકવામાં આવી રહી છે. ઇન્ટરનેશનલ ફાઈનાન્સ સવસ સેન્ટરમાં ઊભા થનારા વિવાદના કેસો પણ આ સેન્ટરમાં ચલાવવામાં આવશે. આ સેન્ટરને હાઈકોર્ટ જેવી સત્તાઓ આપવામાં આવશે.

અત્યારે ગિફ્ટ સિટીમાં ૭૫૦ જેટલી કંપનીઓ સક્રિય થઈ ચૂકી છે. ગિફ્ટ સિટીમાં એકમ રાવતી કંપનીઓને કોઈ વિવાદ થાય તો તેઓ સિંગાપોર ઇન્ટરનેશલ આબટ્રેશનની સેવાઓનો ઉપયોગ કરે છે. સિંગાપોર આબટ્રેશન સેન્ટરની એક સીટ-બેન્ચ ગિફ્ટ સિટીમાં પણ સક્રિય છે. ગિફ્ટ સિટીમાં સક્રિય કંપનીઓ વિવાદ નિવારણ કેન્દ્રનો ગિફ્ટ સિટીમાં જ સ્થપાનારી કંપનીઓ લાભ ઊઠાવી શકશે. ગિફ્ટ સિટીમાં દેશદેશાવરમાંથી વૈશ્વિક સ્તરના આવશે. વૈશ્વિક સ્તરના ઇન્વેસ્ટર્સ પણ આપશે. તેમના વિવાદોનો કાર્યક્ષમ, અસરકાર અને ઝડપી ઉકેલ લાવી આપવાનું કામ આ સેન્ટર કરશે.



Google NewsGoogle News