Get The App

F&O ટ્રેડિંગમાં દર 10માંથી 9 ટ્રેડર્સને ખોટ, બજેટમાં આ સંદર્ભે થઈ શકે છે મોટી જાહેરાત

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
Stock market news


F&O Trading announcement In Budget 2024: બ્રોકરેજના અંદાજ અનુસાર, આશરે 90 ટકા ટ્રેડર્સ એફએન્ડઓમાં રોકાણ ગુમાવે છે. જ્યારે રિટેલ ટ્રેડર્સને ખોટથી સુરક્ષિત રાખવા સરકાર તેના ટ્રેડિંગ ચાર્જમાં વધારો કરવા વિચારણા કરી રહી છે. એફએન્ડઓ ટ્રાન્જેક્શન પર સિક્યુરિટી ટ્રાન્જેક્શન ટેક્સ (STT) વધારવામાં આવી શકે છે. સરકારનો ટાર્ગેટ હાઈ-ફ્રિકવન્સી ટ્રેડિંગ અને અલ્ગોરિધમ આધારિત હેજ ફંડ્સ છે, નિરમલા સીતારમણે ગઈકાલે ફાઈનાન્સિયલ સેક્ટર અને કેપિટલ માર્કેટ સાથે પ્રિ-બજેટ બેઠક યોજી આ મામલે ચર્ચા કરી હતી.

શેરબજારમાં વિવિધ ટ્રેડિંગ પર લાગૂ ચાર્જ

ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સના કોન્ટ્રાક્ટના ટ્રેડિંગ પર એસટીટી લાગૂ થાય છે. હાલ 1 એપ્રિલથી જ ઓપ્શન્સ પર એસટીટી 0.05 ટકાથી વધારી 0.0625 ટકા કર્યો છે. ઈક્વિટી ડિલિવરી પર ખરીદ-વેચાણ, બંને પર એસટીટી 0.1 ટકા લાગૂ છે. ઈક્વિટી ઈન્ટ્રા ડે વેચાણ પર તે 0.025 ટકા, ઈક્વિટી ફ્યુચર્સ પર વેચાણ દરમિયાન 0.0125 ટકા, ઈક્વિટી ઓપ્શન્સમાં વેચાણ પર 0.0625 ટકા, અને એક્સરસાઈઝ પર 0.125 ટકા ટેક્સ લાગૂ છે.

20 વર્ષ પહેલા STT લાગૂ થયો હતો

એફએન્ડઓ ટ્રેડિંગમાં દર 10માંથી 9 ટ્રેડર્સને ખોટ થતી હોવાનુ માર્કેટ રેગ્યુલેટર સેબીએ સ્વીકાર્યું છે અને તેના પર સતત નજર રાખી રહ્યું છે.20 વર્ષ પહેલાં 2004માં STT અમલી બન્યો હતો. શેરબજારમાં લે-વેચ પર તે લાગૂ છે. કેન્દ્ર સરકારના અંદાજ અનુસાર, નાણાકીય વર્ષ 2024માં તેને એસટીટી પેટે રૂ. 27625 કરોડની આવક થઈ શકે છે. જે ગતવર્ષે સુધારેલા બજેટ અંદાજ કરતાં 10.5 ટકા વધુ છે. ડાયરેક્ટ ટેક્સ કલેક્શનના અંદાજ 18.24 લાખ કરોડ સામે તેનો હિસ્સો 1.5 ટકા છે.

બજેટમાં શું ફેરફારો થઈ શકે

આગામી કેન્દ્રીય બજેટમાં ડેરિવેટિવ્ઝ ટ્રેડિંગમાં રિટેલ રોકાણકારોને નિરુત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) સેગમેન્ટમાંથી આવકની ટેક્સ ટ્રીટમેન્ટમાં ફેરફાર થવાની શક્યતા છે. વિવિધ વિકલ્પોની સાથે, સરકાર બજેટમાં એફએન્ડઓ ટ્રેડિંગની આવકને ' પ્રોફેશનલ ઈનકમ'માંથી 'સટ્ટાકીય આવક'માં ખસેડવાનું વિચારી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ સેગમેન્ટમાં રિટેલ રોકાણકારોની ભાગીદારી વધી છે. જેથી જો માર્કેટમાં મોટુ કરેક્શન આવે તો તેમને મોટુ નુકસાન થવાની ભીતિના પગલે આ નિર્ણયો લેવામાં આવી શકે છે.



Google NewsGoogle News