Get The App

ટેક્સ સ્લેબ, UPI, લોન, TDS...: પહેલી એપ્રિલથી અનેક ફેરબદલ, તમારા ખિસ્સાં પર સીધી અસર

Updated: Apr 1st, 2025


Google News
Google News
ટેક્સ સ્લેબ, UPI, લોન, TDS...: પહેલી એપ્રિલથી અનેક ફેરબદલ, તમારા ખિસ્સાં પર સીધી અસર 1 - image


What will change from 1st April 2025? : પહેલી એપ્રિલ,2025થી તમારા ખિસ્સા પર સીધી અસર કરે તેવા અનેક ફેરબદલ લાગુ થઈ રહ્યા છે. નવા બજેટમાં કરવામાં આવેલી મોટી જાહેરાતો પણ આજથી જ લાગુ થશે. ટેક્સમાં રાહત, સામાન સસ્તું-મોંઘું સહિત અનેક ફેરફાર થયા છે. 

ટેક્સ સ્લેબ, UPI, લોન, TDS...: પહેલી એપ્રિલથી અનેક ફેરબદલ, તમારા ખિસ્સાં પર સીધી અસર 2 - image

ટેક્સ સ્લેબમાં બદલાવ 

ન્યૂ ટેક્સ રિજિમમાં હવે 12 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે. સાથે જ 75 હજાર રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શન સાથે આ રકમ થઈ જાય છે 12.75 લાખ રૂપિયા. 20થી 24 લાખની આવક પર 25 ટકા ટેક્સનો નવો સ્લેબ જોડવામાં આવ્યો છે. પહેલા 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગતો હતો, જે હવે વધીને 24 લાખ થઈ ગઈ છે. જેના કારણે મિડલ ક્લાસને રાહત મળી છે. 

ટેક્સ સ્લેબ, UPI, લોન, TDS...: પહેલી એપ્રિલથી અનેક ફેરબદલ, તમારા ખિસ્સાં પર સીધી અસર 3 - image

TDS લિમિટ 

હવે ભાડાથી થતી આવક પર TDSની મર્યાદા 2.4 લાખથી વધારીને 6 લાખ કરવામાં આવી છે. જેનો અર્થ થાય છે કે 6 લાખ રૂપિયા સુધીની ભાડાની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આ સિવાય સિનિયર સીટીઝન માટે FDના વ્યાજ પર TDSની મર્યાદા 50 હજારથી 1 લાખ રૂપિયા કરવામાં આવી છે. પ્રોફેશનલ સર્વિસ પર TDSની લિમિટ 30 હજારથી વધારીને 50 હજાર કરવામાં આવી છે. આમ નાના મોટા વેપારી, મિડલ ક્લાસ અને સિનિયર સિટીઝન્સને TDSમાં રાહત મળી છે. 

ટેક્સ સ્લેબ, UPI, લોન, TDS...: પહેલી એપ્રિલથી અનેક ફેરબદલ, તમારા ખિસ્સાં પર સીધી અસર 4 - image

વિદેશ પૈસા મોકલવા પર રાહત

આ સિવાય જો તમે તમારા બાળકોના વિદેશમાં શિક્ષણ માટે પૈસા મોકલો છો તો 10 લાખ રૂપિયા સુધીની રકમ પર કોઈ TCS નહીં લાગે, અગાઉ આ રકમ 7 લાખ રૂપિયા સુધીની હતી. અને જો એ પૈસા બૅન્કથી લોન પર લીધા છે તો પણ TCSની છૂટ આપવામાં આવી છે. અગાઉ 7 લાખથી ઉપરની રકમ પર 0.5 ટકાથી 5 ટકા સુધીનું TCS કપાતું હતું, એના કારણે ટ્રાન્સફરમાં સમસ્યા આવતી હતી. 

પહેલી એપ્રિલથી શેર બજારમાં ડિવિડન્ડ મેળવવા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિન્ક હોવું જરૂરી. 

ડિમેટ અને મ્યુચ્યુઅલ ફંડના અકાઉન્ટમાં KYC અને નૉમિની ડિટેલ્સ અપડેટ કરાવવી જરૂરી રહેશે નહીંતર ડિમેટ અકાઉન્ટ બંધ થઈ જશે. 

બૅન્કના બચત ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી રહેશે નહીંતર બૅન્ક દંડ ફટકારશે. 

ટેક્સ સ્લેબ, UPI, લોન, TDS...: પહેલી એપ્રિલથી અનેક ફેરબદલ, તમારા ખિસ્સાં પર સીધી અસર 5 - image

રિટર્ન ફાઇલ કરવાનો નિયમ 

ટેક્સ રિટર્ન ફાઇલ કરતાં લોકોને પણ મોટી રાહત આપવામાં આવી છે. હવેથી ઍસેસમેન્ટ ઈયર બાદ 24 મહિનાની જગ્યાએ 48 મહિના સુધીનું અપડેટેડ રિટર્ન ફાઇલ કરી શકાશે. પરંતુ 24થી 36 મહિના વચ્ચે 60 ટકા એકસ્ટ્રા ટેક્સ તથા 36થી 48 મહિના વચ્ચે 70 એકસ્ટ્રા ટેક્સ આપવો પડશે.

ટેક્સ સ્લેબ, UPI, લોન, TDS...: પહેલી એપ્રિલથી અનેક ફેરબદલ, તમારા ખિસ્સાં પર સીધી અસર 6 - image 

યુલિપ પર કેપિટલ ગેન ટેક્સ 

યુલિપ એટલે કે યુનિટ લિંક્ડ ઈન્શ્યોરન્સ પ્લાનના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમારું વાર્ષિક પ્રીમિયમ અઢી લાખ રૂપિયાથી વધુ છે તો તે કેપિટલ એસેટમાં ગણાશે. 12 મહિનાથી વધુ સમય સુધી રાખ્યું તો 12.5 ટકા લોંગ ટર્મ કેપિટલ ગેન ટેક્સ અથવા ઓછા સમય માટે રાખો તો 20 ટકા શોર્ટ ટર્મ કેપિટલ ગેન ટેક્સ લાગુ પડશે. 

પહેલી, એપ્રિલ 2025થી UPIમાં લાંબા સમયથી ઈનએક્ટિવ હકાતા અબંધ કરી દેવામાં આવશે તથા જૂના નંબર લિન્ક કરાવવા જરૂરી રહેશે. 

SBI, HDFC, IDBI જેવી બૅન્કમાં FD અને બચત ખાતા પર નવા વ્યાજદર આજથી લાગુ પડશે. 

ગેસના સિલિન્ડર સસ્તા થયા 

આજે કોમર્શિયલ ગેસના સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તમામ મહાનગરોમાં કોમર્શિયલ ગેસના બાટલાના ભાવમાં 40 રૂપિયાની રાહત આપવામાં આવી છે, જોકે છેલ્લા 11 મહિનાથી ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

ચેકના નિયમમાં ફેરબદલ 

હવેથી 50 હજારથી વધુ રકમના ચેક માટે પોઝિટિવ પે સિસ્ટમને ફરજિયાત કરવામાં આવ્યું છે. જેથી ચેક જાહેર કરતાં પહેલા તેની જાણકારી બૅન્કને ઈલેક્ટ્રોનિક માધ્યમથી આપવામાં આવશે જેથી છેતરપિંડી કરી શકાય નહીં. 


Tags :