ગેસ સિલિન્ડરથી FD સુધી... આજથી બદલાઈ ગયા આ નિયમો: તમારા ખિસ્સાં પર પડશે સીધી અસર
Image: Freepik
Rules Change From 1st May 2024: પહેલી મે થી રૂપિયા સંબંધિત ઘણા નિયમ બદલાઈ ગયાં છે. તેમાં મોટાભાગે બેન્કોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સંબંધિત ચાર્જ બદલાઈ જશે. LPGની કિંમતમાં પણ ફેરફાર થયો છે. આ મહિનામાં જ આધાર સાથે પાન લિંક કરવા માટે નવી ડેડલાઈન પણ આવી ગઈ છે.
LPG ની કિંમતમાં ફેરફાર
દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરના ભાવમાં પણ ફેરફાર કરવામાં આવે છે. તેમાં કોમર્શિયલ અને ઘરેલુ સિલિન્ડર સામેલ થાય છે. LPGની સાથે CNG અને PNG ની કિંમતમાં પણ ફેરફાર કરવામાં આવે છે. હવે પહેલી મે થી કોમર્શિયલ ગેસ સિલિન્ડર 19 રૂપિયા સસ્તું થઈ ગયું છે.
HDFCની સ્પેશિયલ એફડી
આ સિવાય HDFCની સ્પેશિયલ એફડી સ્કીમમાં રોકાણ માટે 10 મે 2024 સુધીની ડેડલાઈન આપવામાં આવી છે. આ સ્કીમ દેશના સીનિયર સિટીજન માટે 2020માં શરૂ કરવામાં આવી હતી. આ સ્કીમ હેઠળ સીનિયમ સિટીજનને સ્પેશિયલ એફડી પર 7.75 ટકાના દરથી વ્યાજ મળી રહ્યું છે.
આધાર-પાન લિંક
પહેલી મે થી નવી વ્યવસ્થા લાગુ થઈ રહી છે. દરમિયાન જે લોકોએ અત્યાર સુધી આધાર સાથે પાનને લિંક કરાવ્યું નથી. તેમને વધુ એક તક મળશે. ઈનકમ ટેક્સ વિભાગે 31 મે સુધીની ડેડલાઈન આપી છે, ત્યાં સુધી તમે આધાર પાન લિંક કરાવી શકો છો.
સેવિંગ એકાઉન્ટના ચાર્જમાં ફેરફાર
ICICI બેન્કે સેવિંગ એકાઉન્ટના ચાર્જમાં ફેરફાર કર્યાં છે. આ બેન્ક 1 મે થી ડિમાન્ડ ડ્રાફ્ટ, ચેક બુક, ડેબિટ કાર્ડ, લીવ્સ, આઈએમપીએસ જેવી લેવડદેવડ માટે અલગ ચાર્જ કરશે. બેન્ક ક્રેડિટ કાર્ડ ધારકોથી વિજળી બિલ, ગેસ બિલ જેવા બિલોની ચૂકવણી માટે વધુ ચાર્જ લેશે.
IDFC ફર્સ્ટ બેન્કનો નવો નિયમ
IDFC ફર્સ્ટ બેન્કે એક નવો નિયમ લાગુ કર્યો છે, જેના હેઠળ યુટિલિટી બિલ પેમેન્ટ જો 20 હજારથી વધુ હોય છે, તો જીએસટીની સાથે એક ટકાની વધારાની ચૂકવણી કરવી પડશે. એલઆઈસી ક્લાસિક ક્રેડિટ કાર્ડ, એલઆઈસી સેલેક્ટ ક્રેડિટ કાર્ડ અને ફર્સ્ટ પ્રાઈવેટ ક્રેડિટ કાર્ડને આ ચાર્જથી બહાર રાખવામાં આવ્યાં છે.