Get The App

ગજબ ટોપીબાજ! બેન્કની નકલી શાખા બનાવી, લાખો રૂપિયા પડાવી લોકોને નોકરી પર રાખ્યા: આ રીતે થયો ભાંડાફોડ

Updated: Oct 4th, 2024


Google NewsGoogle News
bank Fraud


Fake SBI Branch In Chhattisgarh: ઓનલાઈન બેન્કિંગ ફ્રોડના અનેક કિસ્સાઓ વારંવાર સાંભળ્યા હશે, પરંતુ હવે તો કૌભાંડીઓએ હદ વટાવતાં દેશની ટોચની સરકારી બેન્કની નકલી શાખા શરૂ કરી દીધી હતી. છત્તીસગઢના સક્તી જિલ્લામાં કૌભાંડીઓ એસબીઆઈની નકલી શાખા શરૂ કરી લોકોના લાખો રૂપિયા પડાવી નોકરી આપવાનું વચન આપ્યુ હતું.તમામ આરોપી ફરાર છે.

નકલી જોબ લેટર પધરાવ્યો

પોલીસે જણાવ્યું કે, કોરબા અને કવર્ધાના અનેક લોકોની સાથે છેતરપિંડી આચરી નકલી એસબીઆઈમાં લાખો રૂપિયા જમા કરાવી નકલી જોબનો ઓફર લેટર પધરાવી દીધો હતો. જેની જાણ મનોજ અગ્રવાલ નામનો વ્યક્તિ જ્યારે કિસ્યોસ્ક શાખા શરૂ કરવા અરજી કરવા આવ્યો હતો, ત્યારે તેને શંકા જતાં થઈ હતી. તેણે તપાસ કરતાં જાણ્યુ કે, આ શાખા નકલી છે. અને તેની વિગતો ડભરા બ્રાન્ચના અધિકારીઓને આપી હતી.

આ પણ વાંચોઃ નવરાત્રિ 2024: બહેનો-માતાઓને સશક્ત બનાવતી 9 સરકારી યોજનાઓની માહિતી, જાણો કઈ રીતે મળે છે લાભ

આ રીતે કરી છેતરપિંડી

સક્તીના એસડીઓપી મનીષ કુમાર ધ્રુવે જણાવ્યું હતું કે, આ મામલે રાયપુર રિઝન મેનેજરના નકલી સીલ અને દસ્તાવેજ મળી આવ્યા છે. પોલીસે ત્રણ અજાણ્યા આરોપી અને અન્ય એક વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. તમામ ફરાર છે. આરોપીઓએ સંગીતા કવર નામની મહિલા પાસેથી રૂ. 2.5 લાખ, લક્ષ્મી યાદવ પાસેથી રૂ. 2 લાખ, પિન્ટુ મરાવી પાસેથી રૂ. 5.80 લાખ અને પરમેશ્વર રાઠૌર પાસેથી રૂ. 3 લાખ લઈ નકલી જોબ લેટર આપ્યો હતો. અને તેમને ટ્રેનિંગ આપવાનું વચન પણ આપ્યું હતું. આ મામલે રેખા સાહૂ અને મનધીરદાસનું નામ સામે આવ્યું છે. જે કોરબાના રહેવાસી છે.

ગજબ ટોપીબાજ! બેન્કની નકલી શાખા બનાવી, લાખો રૂપિયા પડાવી લોકોને નોકરી પર રાખ્યા: આ રીતે થયો ભાંડાફોડ 2 - image


Google NewsGoogle News