બેન્કો સાથે 6 મહિનામાં 21267 કરોડની છેતરપિંડી, 85% કેસ ઈન્ટરનેટ અને કાર્ડ ફ્રોડના
Bank Fraud News | બેન્ક સાથે છેતરપિંડીઓના કિસ્સાની સંખ્યા એપ્રિલ-સપ્ટેમ્બરના ગાળામાં વધીને 18461 થઈ છે અગાઉના વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ વર્ષ 2024ના એપ્રિલથી સપ્ટેમ્બર મહિના સુધીમાં બેન્ક ફ્રોડની રકમ આઠ ગણાથી વધીને રૂ.21367 કરોડ થઈ છે તેવું રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાનો એક રિપોર્ટ જણાવે છે.
આરબીઆઈએ ગુરૂવારે જાહેર કરેલો ટ્રેન્ડ એન્ડ પ્રોગેસ ઓફ બેન્કિંગ ઈન ઈન્ડિયા (ભારતમાં બેંકિંગ ક્ષેત્રે પ્રવાહો અને પ્રગતિ) રિપોર્ટ વર્ષ 2023-24 અને 2024-25ના પ્રથમ 6 મહિનામાં કમર્શિયલ બેન્કો, સહકારી બેન્કો અને નોન-બેન્કિંગ ફાયનાન્સિયલ ઈન્સ્ટીટયુટન્સના કામકાજને આવરી લેવામાં આવ્યું છે. વર્ષ 2024ના એપ્રિલ-સપ્ટેમ્બર સમયગાળા દરમ્યાન રૂ.21367 કરોડ રૂપિયાની રકમને સામેલ કરતા 18461 ફ્રોડસ થયા હતા ે વર્ષ 2023ના એપ્રિલ-સપ્ટેમ્બર સમયગાળા દરમિયાન રૂ.2623 કરોડની રકમને સમાવતા 14480 કેસ નોંધાયા હતા.
બેન્કો સાથે છેતરપિંડીથી બેન્કિંગ સિસ્ટમની પ્રતિષ્ઠા તથા બેન્કના સંચાલનમાં અને બેન્કોના બિઝનેસમાં જોખમ ઊભું થતું હોય છે અને ગ્રાહકોનો ભરોસો ઘટી જવાથી સમગ્ર તંત્રની સ્થિરતા જોખમમાં મુકાવાની સંભાવના ઊભી થઈ શકે છે.
જો કે સમગ્ર વર્ષ 2023-24માં બેન્કો સાથેની છેતરપિંડીની રકમ ઓછામાં ઓછી હતી અને સરેરાશ રકમ ૧૬ વર્ષમાં સૌથી ઓછી હતી.
વર્ષ 2023-24ના કુલ રકમની સરખામણીમાં ઈન્ટરનેટ અને કાર્ડ દ્વારાથયેલી છેતરપિંડીનો હિસ્સો રકમની દ્રષ્ટિએ 44.7 ટકા અને કેસોની સંખ્યાની દ્રષ્ટિએ કુલ સંખ્યામાં ઈન્ટરનેટ અને કાર્ડ દ્વારા થયેલી છેતરપિંડીનો હિસ્સો રકમની દ્રષ્ટિએ 44.7 ટકા અને કેસોની સંખ્યાની દ્રષ્ટિકુલ સંખ્યામાં ઈન્ટરનેટ અને કાર્ડ ફ્રોડસનો હિસ્સો 85.3 ટકા હતો.
ખાનગી ક્ષેત્રની બેન્કોના ફ્રોડ કેસની સંખ્યાનો હિસ્સો કુલ ફ્રોડ કેસની સંખ્યાનો 67.1ટકા હતો. આ જ વર્ષમાં કાર્ડ અને ઈન્ટરનેટ ફ્રોડસનો હિસ્સો રકમની દ્રષ્ટિએ સૌથી વધુ સરકારી બેન્કોમાં હતો.
વર્ષ 2023-24માં રેગ્યુલેટેડ એન્ટિસી (આરઈ- બેન્ક, વીમા કંપની, વિગેરે) પર દંડની રકમ વિદેશી બેન્ક અને નાની ફાયનાન્સ બેન્કો સિવાય વધી હતી.
પેનાલ્ટીની (દંડ)ની કુલ રકમ વર્ષ 2023-24માં બમણાથી વધીને રૂ.86.1કરોડ થઈ હતી જેમાં જાહેર ક્ષેત્રની અને ખાનગી ક્ષેત્રોની બેન્કો પરનો દંડ વધુ હતું સહકારી બેન્કો પર લગાવેલા દંડ સંખ્યાની દ્રષ્ટિએ વધ્યો હતો પણ રકમની દ્રષ્ટિએ ઘટયો હતો.રેગ્યુલેટેડએન્ટિકસ સાથે જોડાયેલા હોવાનો ખોટો દાવો ડિજીટલ લેન્ડિંગ (એપ મારફત લોન) સંસ્થાઓ વર્ષ 2023-24માં સક્રિય હતી તેવું સંખ્યાબંધ અહેવાલોથી જાણવા મળ્યું છે.
આરઈ સાથે જે ડિજીટલ લેન્ડિંગ એપ (ડીઓલએ) સંકળાયેલી છે તે અંગેની ડેટા બેન્ક આરબીઆઈ તૈયાર કરી છે તેવ ુંજાણવા મળ્યું છે.
સૂચિત ડિપોઝીટરીમાં આરઈ ડેટા રજુ કરશે અને જે ડીએલએ તેમની સાથે જોડાયો હોય અથવા છુટો પડયો હોય તેની વિગત આરઈ બદલાવ કરતું રહેશે.
ડિજીટલ ફ્રોડસ અટકાવવા અને મ્યુલ બેન્ક ખાતાંઓ (નાણાં બીજા કોઈના, બેન્ક ખાતામાં નામ બીજા કોઈનું) વધી રહ્યા છે. તેના પર નિયંત્રણ મેળવવા બેન્કોએ સતત સક્રિય રહેવું જોઈએ. છેતરપિંડી પ્રકારની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મેળવવા બેન્કોએ બેન્ક વ્યવહારો પર ચાંપતી નજર રાખવા યંત્રણા ઊઙી કરવાની તાતી આવશ્યકતા છે. તેવી ભલામણ આરબીઆઈએ કરી છે. સરકારી એજન્સીઓ સાથે સંકલન કરતા એવું જરૂરી છે તેવું આરબીઆઈએ કહ્યું હતું.