RBIના પૂર્વ ગવર્નર એસ. વેંકટરમણનનું નિધન, 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

1990 થી 1992 સુધી તેમણે RBIના પૂર્વ ગવર્નર તરીકે ફરજ બજાવી

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
RBIના પૂર્વ ગવર્નર એસ. વેંકટરમણનનું નિધન, 92 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ 1 - image


S Venkitaramanan : RBIના પૂર્વ ગવર્નર એસ વેંકટરમણનનુ આજે સવારે 92 વર્ષની વયે નિધન થયું છે. વેંકટરમણન RBIના 18મા ગવર્નર હતા અને તેમણે 1990 થી 1992 સુધી સેવા આપી હતી. ઉપરાંત તેઓ 1985 થી 1989 દરમિયાન નાણા મંત્રાલયમાં નાણા સચિવ તરીકે પણ સેવા આપી ચુક્યા છે. તેમના અવસાન અંગે એન. એસ. માધવાને સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરી દુખ વ્યક્ત કર્યું હતું.

RBIએ તેની વેબસાઈટ પર વેંકટરામનનના કાર્યકાળનો કર્યો ઉલેખ્ખ 

RBIએ તેની વેબસાઈટ પર એસ વેંકટરમણનના કાર્યકાળનું વર્ણન કરતાં RBIએ કહ્યું કે, દેશે તેમના કાર્યકાળ દરમિયાન વૈશ્વિક મોરચે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેમના મેનેજમેન્ટે દેશને બેલેન્સ ઓફ પેમેન્ટ કટોકટીમાંથી બહાર કાઢ્યો. તેમના કાર્યકાળ દરમિયાન, ભારતે IMFના સ્થિરીકરણ કાર્યક્રમને અપનાવ્યો, જ્યાં રૂપિયાનું અવમૂલ્યન થયું અને આર્થિક સુધારાના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા. 


Google NewsGoogle News