Forex Reserve: દેશની ફોરેક્સ રિઝર્વ 3 અબજ ડોલર વધી સર્વોચ્ચ ટોચે, સતત છઠ્ઠા સપ્તાહમાં ઉછાળો નોંધાયો

Updated: Apr 6th, 2024


Google NewsGoogle News
Forex Reserve:  દેશની ફોરેક્સ રિઝર્વ 3 અબજ ડોલર વધી સર્વોચ્ચ ટોચે, સતત છઠ્ઠા સપ્તાહમાં ઉછાળો નોંધાયો 1 - image


Forex Reserve All Time High: દેશની ફોરેક્સ રિઝર્વ 29 માર્ચે પૂર્ણ થતાં સપ્તાહમાં રૂ. 2.951 અબજ ડોલર વધી 645.58 અબજ ડોલરની નવી રેકોર્ડ ટોચે પહોંચી છે. આરબીઆઈ દ્વારા જારી આંકડાઓ અનુસાર, સતત છઠ્ઠા સપ્તાહમાં ફોરેક્સ રિઝર્વ વધ્યું છે. અગાઉ 14 કરોડ ડોલર વધી 642.631 અબજ ડોલર નોંધાયુ હતું.

અગાઉ સપ્ટેમ્બર, 2021માં ફોરેક્સ રિઝર્વ 642.45 અબજ ડોલર થયુ હતું. વૈશ્વિક પડકારોના કારણે રિઝર્વ બેન્ક રૂપિયાની મજબૂતાઈ જાળવી રાખવા ફોરેક્સનું વેચાણ વધાર્યુ હતું. પરિણામે ફોરેક્સ રિઝર્વ ઘટી હતી.

ફોરેન કરન્સી એસેટ્સ વધી

રિઝર્વ બેન્કના આંકડાઓ અનુસાર, 29 માર્ચના પૂર્ણ થતા સપ્તાહ દરમિયાન ફોરેન કરન્સી એસેટ્સ 2.35 અબજ ડોલર વધી 570.618 અબજ ડોલર થઈ હતી. ફોરેન કરન્સી એસેટ્સ ફોરેક્સ રિઝર્વનો મુખ્ય હિસ્સો છે. ફોરેન કરન્સી એસેટ્સમાં યુરો, પાઉન્ડ, અને યેન જેવી વિદેશી કરન્સીની વોલેટિલિટીના અસરને આધિન છે.

ગોલ્ડ રિઝર્વ વધી

આરબીઆઈના આંકડાઓ અનુસાર, ગોલ્ડ રિઝર્વ 67.3 કરોડ ડોલર વધી 52.16 અબજ ડોલર થઈ છે. સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDRs) 7.3 કરોડ ડોલર ઘટી 18.145 અબજ ડોલર થઈ છે. 29 માર્ચે પૂર્ણ થતા સપ્તાહમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ 20 લાખ ડોલર ઘટી 4.66 અબજ ડોલર થયુ છે.

રૂપિયો મજબૂત થયો

આરબીઆઈ દ્વારા સતત સાતમી વખત રેપો રેટ જાળવી રાખવામાં આવતાં રૂપિયો અમેરિકી ડોલર સામે 8 પૈસા મજબૂત બન્યો હતો. શુક્રવારે ડોલર સામે 83.31 પર બંધ રહ્યો હતો. જે ઉપરમાં 83.26 અને નીચામાં 83.45 થયો હતો.


Google NewsGoogle News