Forex Reserve : વિદેશી મુદ્રા ભંડારમાં 2.82 અબજ ડૉલરનો વધારો, જાણો ઓલ ટાઈમ હાઈથી કેટલું દૂર?
8 ડિસેમ્બરે સમાપ્ત થતાં અઠવાડિયામાં તે વધીને 606.86 અબજ ડૉલરે પહોંચી ગયું
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી જાહેર કરાયેલા આંકડાઓમાં આ માહિતી સામે આવી
India’s forex reserves: દેશના વિદેશી મુદ્રા ભંડારમાં 2.82 અબજ ડૉલરનો વધારો થયો છે. 8 ડિસેમ્બરે સમાપ્ત થતાં અઠવાડિયામાં તે વધીને 606.86 અબજ ડૉલરે પહોંચી ગયું હતું. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી જાહેર કરાયેલા આંકડાઓમાં આ માહિતી સામે આવી હતી.
અગાઉ કેવી હતી સ્થિતિ?
અગાઉના અઠવાડિયે દેશનો કુલ વિદેશી મુદ્રા ભંડાર 6.107 અબજ ડૉલરના ઉછાળા સાથે 600 અબજ ડૉલરના આંકડાને વટાવી ગયો હતો. ઓક્ટોબર 2021માં તે 645 અબજ ડૉલર હતો જે તેનું ઓલ ટાઈમ હાઈ લેવલ છે. જોકે ડૉલરની તુલનાએ રૂપિયાને બચાવવા માટે RBI દ્વારા મુદ્રા ભંડારનો ઉપયોગ કરાતાં તેમાં ઘટાડો થયો હતો. જોકે વિદેશી મુદ્રા ભંડારનો એક મુખ્ય ઘટક વિદેશી મુદ્રા સંપત્તિ 3.089 અબજ ડૉલર વધીને 536.699 અબજ ડૉલરે પહોંચી ગઈ છે.
ગોલ્ડ રિઝર્વની શું છે સ્થિતિ?
RBIએ જણાવ્યું કે ગત અઠવાડિયા દરમિયાન દેશનો ગોલ્ડ રિઝર્વ 19.4 કરોડ ડૉલરના ઘટાડાને લીધે 47.13 અબજ ડૉલર પર આવી ગયો છે. ટોચની બેન્કના આંકડા દર્શાવે છે કે સમીક્ષા હેઠળના અઠવાડિયામાં IMF પાસે મૂકી રાખેલા ભારતનો મુદ્રા ભંડાર 11 લાખ ડૉલર ઘટીને 4.842 બિલિયન અમેરિકી ડૉલર થઈ ગયો છે.