ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ કંપનીમાં 10 ટકા કરતા વધુ રોકાણ કરી શકશે

- FPIને FDIના રસ્તે રોકાણની મંજૂરી મળશે

- નિયમો સરળ બનાવવાની સરકારની તૈયારી

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ કંપનીમાં 10 ટકા કરતા વધુ રોકાણ કરી શકશે 1 - image


અમદાવાદ : સરકાર ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ માટેના નિયમોમાં આગામી ટૂંક સમયમાં ફેરફાર કરી શકે છે. કોઈ કંપનીના શેરમાં તેમનું રોકાણ ૧૦ ટકા સુધી પહોંચી જાય, પછી તેઓને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ) દ્વારા રોકાણ કરવાની મંજૂરી આપવા નિયમો સરળ બનાવાશે. આર્થિક બાબતોના વિભાગના સચિવ અજય શેઠે આ વિશે જણાવ્યું કે વર્તમાન નિયમો અનુસાર ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ ૧૦ ટકાથી ઓછું હોવું જોઈએ. આમ એફપીઆઈનું રોકાણ ૧૦ ટકા પહોંચતાની સાથે જ તેમણે બજારમાં શેર વેચવા પડે છે.

 જો કોઈ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર કંપનીમાં મોટો હિસ્સો ઈચ્છે છે અને તેમનું રોકાણ ૧૦ ટકાથી વધુ થતું હોય અને જો તેમની રૂચિ કંપનીમાં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (એફડીઆઈ)ની હોય તો એફપીઆઈએ આ માટે સરકાર પાસેથી પરવાનગી લેવાની રહેશે. શેઠે ઉમેર્યું કે અમે આ રોકાણ પ્રક્રિયાને સરળ બનાવવા માંગીએ છીએ. જોકે આ સરળીકરણનો અર્થ એ નથી કે શેરોમાં એફપીઆઈ રોકાણ પરની મર્યાદા હળવી કરવામાં આવશે. એફપીઆઈને એફડીઆઈના રસ્તે રોકાણ કરવાની મંજૂરી આપવા માટે અન્ય સરળ રસ્તાઓ બનાવી શકાય છે.

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટમેન્ટ એટલે કે ભારતની બહાર રહેતી વ્યક્તિ શેર થકી કોઈ કંપનીમાં રોકાણ કરે. જોકે આ રોકાણમાં શરત એ છે કે તેમનું કુલ રોકાણ ૧૦ ટકાથી ઓછું હોવું જોઈએ. બીજી તરફ એફડીઆઈ એક એવું રોકાણ છે જ્યાં ભારતની બહાર રહેતા રોકાણકાર અનલિસ્ટેડ ભારતીય કંપની અથવા લિસ્ટેડ ભારતીય કંપનીમાં ૧૦ ટકા કે તેથી વધુ રોકાણ કરી શકે છે.

૨૩ જુલાઈએ કેન્દ્રીય બજેટમાં પણ નાણામંત્રી નિર્મલા સીતારમણે વિદેશી રોકાણ આકર્ષવા એફડીઆઈ નિયમો સરળ બનાવવાની વાત કરી હતી. છે. તેમણે જાહેરાત કરી હતી કે પ્રત્યક્ષ વિદેશી રોકાણ અને વિદેશી રોકાણ સંબંધિત શરતો અને નિયમોને સરળ બનાવવામાં આવશે. આ સિવાય સરકાર વિદેશમાં વધુ રોકાણ કરતી ભારતીય કંપનીઓ માટે પણ નિયમો હળવા કરવા માંગે છે.


Google NewsGoogle News