Get The App

શેરોમાં ફોરેન ફંડોની ફરી મોટી વેચવાલી : સેન્સેક્સ 213 પોઈન્ટ ઘટીને 78058

Updated: Feb 7th, 2025


Google News
Google News
શેરોમાં ફોરેન ફંડોની ફરી મોટી વેચવાલી : સેન્સેક્સ 213 પોઈન્ટ ઘટીને 78058 1 - image


- વૈશ્વિક બજારોમાં રિકવરીથી વિપરીત આરબીઆઈ મીટિંગના નિષ્કર્ષ પૂર્વે...

- નિફટી સ્પોટ 93 પોઈન્ટ ઘટીને 23603 : કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ શેરોમાં વેચવાલી : FPIs/FIIની કેશમાં રૂ.3550 કરોડની વેચવાલી

મુંબઈ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના હવે ચાઈના સાથેનું ટેરિફ યુદ્વ શરૂ થઈ ગયા સામે અમેરિકાના બેસેન્ટે ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો લાવવાના નિવેદન અને યુરોપના દેશોમાં જર્મનીના ફેકટરી ઓર્ડરોમાં વૃદ્વિ સાથે બેંક ઓફ ઈંગ્લેન્ડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની શકયતા અને સોસાયટી જનરલ તેમ જ એસ્ટ્રાઝેનેકા પ્લેક. સહિતના અપેક્ષાથી સારા કોર્પોરેટ પરિણામોની પોઝિટીવ અસકે વૈશ્વિક બજારોમાં તેજીથી વિપરીત ભારતીય શેર બજારોમાં આજે સતત નવી મોટી ખરીદીમાં સાવચેતી સામે ફોરેન ફંડો-વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ફરી મોટી વેચવાલી રૂ.૩૫૫૦ કરોડની કરી હતી.  રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ચાલી રહેલી બે દિવસીય ધિરાણ નીતિ સમીક્ષા મીટિંગમાં આવતીકાલે  ૭, ફેબુ્રઆરીના જાહેર થનારા નિષ્કર્ષમાં ૦.૨૫ ટકા વ્યાજ દર ઘટાડાની અપેક્ષા છતાં નવા કમિટમેન્ટમાં સાવચેતીએ આજે શેરોમાં નરમાઈ રહી હતી.

સેન્સેક્સ આરંભિક ૨૮૦ પોઈન્ટની મજબૂતી અને નિફટી ૭૭ પોઈન્ટની મજબૂતી બાદ નેગેટીવ બન્યા

કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ, મેટલ-માઈનીંગ, ઓટોમોબાઈલ, એફએમસીજી, ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી રહી હતી. સેન્સેક્સ આરંભમાં ૨૮૦ પોઈન્ટ  વધીને ઉપરમાં ૭૮૫૫૧.૬૬ સુધી પહોંચી પાછો ફરી એક તબક્કે ૪૨૭.૨૯ પોઈન્ટ ગબડીને નીચામાં ૭૭૮૪૩.૯૯ સુધી આવી અંતે ૨૧૩.૧૨ પોઈન્ટ ઘટીને ૭૮૦૫૮.૧૬ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ આરંભમાં ૭૭.૨૫ પોઈન્ટ વધીને  ઉપરમાં ૨૩૭૭૩.૫૫ સુધી જઈ પાછો ફરી એક તબક્કે ૧૪૦.૦૫ પોઈન્ટ ઘટીને નીચામાં ૨૩૫૫૬.૨૫ સુધી આવી અંતે  ૯૨.૯૫ પોઈન્ટ ઘટીને ૨૩૬૦૩.૩૫ બંધ રહ્યો હતો.

કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૨૧૨ પોઈન્ટ તૂટયો : કલ્યાણ જવેલર્સ, ડિક્સન ટેકનોલોજી, વોલ્ટાસ ઘટયા

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં ફંડોની આજે વેચવાલી વધતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૨૧૨.૦૮ પોઈન્ટ ગબડીને ૫૮૩૩૫.૫૬ બંધ રહ્યો હતો. કલ્યાણ જવેલર્સ રૂ.૨૫.૫૦ તૂટી રૂ.૫૪૨.૧૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૪૭૪.૫૦ ઘટીને રૂ.૧૪,૬૪૨.૧૦, વોલ્ટાસ રૂ.૪૩.૩૦ ઘટીને રૂ.૧૩૫૧.૦૫, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૨૭.૦૫ ઘટીને રૂ.૧૧૦૨.૨૫, ટાઈટન કંપની રૂ.૭૯.૭૫ ઘટીને રૂ.૩૪૧૦.૭૫, આદિત્ય બિરલા ફેશન રૂ.૫.૩૦ ઘટીને રૂ.૨૭૮.૭૦, ક્રોમ્પ્ટન રૂ.૪.૪૦ ઘટીને રૂ.૩૬૨.૩૫ રહ્યા હતા.

ઓટો શેરોમાં ફંડો ઉછાળે વેચવાલ : બાલક્રિષ્ન ઈન્ડ., એકસાઈડ, ભારત ફોર્જ, આઈશર, મહિન્દ્રા ઘટયા

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં પણ ફંડો ઉછાળે વેચવાલ બનતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૪૫૪.૦૭ પોઈન્ટ ઘટીને ૫૨૩૩૭.૪૩ બંધ રહ્યો હતો. બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૬૫.૮૫ ઘટીને રૂ.૨૭૫૭.૧૫, એક્સાઈડ રૂ.૬.૯૦ ઘટીને રૂ.૩૭૮.૧૦, ભારત ફોર્જ રૂ.૧૭.૪૦ ઘટીને રૂ.૧૧૪૦, આઈશર મોટર્સ રૂ.૭૦.૭૦ ઘટીને રૂ.૫૩૪૯.૪૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૩૮ ઘટીને રૂ.૩૧૩૯.૪૦, ટાટા મોટર્સ રૂ.૭.૬૫ ઘટીને રૂ.૭૦૯.૫૫, હીરો મોટોકોર્પ રૂ.૮૫.૧૦ ઘટીને રૂ.૮૮૪૪.૨૦, બજાજ ઓટો રૂ.૮૫.૧૦ ઘટીને રૂ.૮૮૪૪.૨૦, એમઆરએફ રૂ.૧૦૨૯.૬૦ ઘટીને રૂ.૧,૧૪,૦૩૮.૩૫ રહ્યા હતા.

ટીમકેન રૂ.૯૩ ઘટીને રૂ.૨૭૦૩ : સુઝલોન, ભારત ઈલેક્ટ્રોનિક્સ, કેઈન્સ, સીજી પાવર, ભેલમાં નરમાઈ

કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોએ સાવચેતીમાં હળવા થવાનું પસંદ કરતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૫૨૩.૦૩ પોઈન્ટ ઘટીને ૬૧૫૨૫.૦૫ બંધ રહ્યો હતો. ટીમકેન રૂ.૯૩.૪૫ ઘટીને રૂ.૨૭૦૨.૭૦, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૯ ઘટીને રૂ.૨૭૯.૮૫, કેઈન્સ રૂ.૧૧૪.૪૦ ઘટીને રૂ.૪૨૯૧.૮૦, સીજી પાવર રૂ.૧૫.૪૫ ઘટીને રૂ.૬૧૩.૭૫, ભેલ રૂ.૪.૨૦ ઘટીને રૂ.૨૦૪.૮૦, સુઝલોન ૯૭ પૈસા ઘટીને રૂ.૫૪.૯૨, શેફલર રૂ.૪૬.૨૫ ઘટીને રૂ.૩૩૪૮.૩૦, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૪૯.૪૦ ઘટીને રૂ.૩૬૮૭.૭૫, ટીટાગ્રહ રૂ.૧૦.૫૫ ઘટીને રૂ.૯૦૦.૫૦ રહ્યા હતા.

ફાર્મા શેરોમાં પ્રોફિટ બુકિંગ : ઈન્નોવા કેપ રૂ.૬૧  ઘટી રૂ.૯૪૬ : મોરપેન, બ્લિસજીવીએસ, સિગાચી ઘટયા

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ગઈકાલે તેજી બાદ આજે ઉછાળે પ્રોફિટ બુકિંગ થયું હતું. ઈન્નોવા કેપ રૂ.૬૧.૦૫ ઘટીને રૂ.૯૪૬.૯૦, મોરપેન લેબ રૂ.૩.૯૨ ઘટીને રૂ.૬૨.૭૦, બ્લિસજીવીએસ રૂ.૮.૯૦ ઘટીને રૂ.૧૫૩.૭૦, સિગાચી રૂ.૧.૬૨ ઘટીને રૂ.૪૨.૧૪, મેક્સ હેલ્થ રૂ.૪૧.૩૦ ઘટીને રૂ.૧૧૩૧.૨૦, અજન્તા ફાર્મા રૂ.૯૪.૩૫ ઘટીને રૂ.૨૬૯૩.૪૫, અમી ઓર્ગેનિક રૂ.૮૩.૭૫ ઘટીને રૂ.૨૫૩૯, ફોર્ટિસ હેલ્થ રૂ.૨૦.૩૫ ઘટીને રૂ.૬૫૧.૦૫, ન્યુલેન્ડ લેબ રૂ.૩૫૪.૮૫ ઘટીને રૂ.૧૪,૪૭૨.૨૫, વિજ્યા ડાયગ્નોસ્ટિક રૂ.૩૪.૭૫ ઘટીને રૂ.૧૧૨૪.૯૦, સસ્તાસુંદર રૂ.૬.૭૫ ઘટીને રૂ.૨૭૯.૫૫ રહ્યા હતા.

પ્રોપર્ટી માર્કેટમાં મંદીના એંધાણે રિયાલ્ટી શેરો લોઢા ડેવલપર્સ, ફિનિક્સ, સિગ્નેચર, ગોદરેજ પ્રોપર્ટીઝ ઘટયા

પ્રોપર્ટી માર્કેટમાં પણ બુકિંગ કેન્સલ થવા લાગ્યાના અને નવી પૂછપરછ ઓછી થવા લાગી હોવાના અહેવાલોએ રિયાલ્ટી શેરોમાં સતત વેચવાલી રહી હતી. બીએસઈ રિયાલ્ટી ઈન્ડેક્સ ૧૭૮.૬૭ પોઈન્ટ ઘટીને ૨૫૨૪૧.૧૯ બંધ રહ્યો હતો. લોઢા ડેવલપર્સ રૂ.૭૦ ઘટી રૂ.૧૧૯૮.૪૦, ફિનિક્સ રૂ.૭૬.૫૦ ઘટીને રૂ.૧૬૨૦.૪૦, સિગ્નેચર રૂ.૪૭.૭૫ ઘટીને રૂ.૧૨૫૯.૯૫, ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૪૮.૮૦ ઘટીને રૂ.૨૨૫૦, શોભા ડેવલપર્સ રૂ.૧૦.૭૫ ઘટીને રૂ.૧૩૦૯.૭૦ રહ્યા હતા.

હિન્દુસ્તાન ઝિંક રૂ.૨૪ તૂટી રૂ.૪૪૪ : નાલ્કો, ટાટા સ્ટીલ, જિન્દાલ સ્ટીલ, કોલ ઈન્ડિયામાં વેચવાલી

અમેરિકા-ચાઈના વચ્ચે ટેરિફ વોર તીવ્ર બનવાના એંધાણ વચ્ચે આજે મેટલ-માઈનીંગ શેરોમાં પણ વેચવાલી રહી હતી. હિન્દુસ્તાન ઝિંક રૂ.૨૩.૮૦ ઘટીને રૂ.૪૪૩.૬૦, નાલ્કો રૂ.૩.૨૦ ઘટીને રૂ.૧૯૬.૬૫, ટાટા સ્ટીલ રૂ.૧.૮૫ ઘટીને રૂ.૧૩૨.૫૫, જિન્દાલ સ્ટીલ રૂ.૯.૪૫ ઘટીને રૂ.૮૦૯, કોલ ઈન્ડિયા રૂ.૩.૧૫ ઘટીને રૂ.૩૭૯.૬૫ રહ્યા હતા.

સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીનો વેપાર હળવો કરતાં ફરી માર્કેટબ્રેડથ નેગેટીવ : ૨૦૩૦ શેરો નેગેટીવ બંધ

ફંડો, ઓપરેટરો, ખેલંદાઓ સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી તેજીને વેપાર હળવો કરતાં માર્કેટબ્રેડ્થ ફરી પોઝિટીવમાંથી નેગેટીવ બની  હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૦૬૩  સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૫૪૮થી ઘટીને ૧૯૦૮  અને ઘટનારની સંખ્યા ૧૪૧૭થી વધીને ૨૦૩૦ રહી હતી.

શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૨૨ લાખ કરોડ ઘટીને રૂ.૪૨૪.૯૭ લાખ કરોડ

સેન્સેક્સ, નિફટી બેઝડ સતત નરમાઈ સાથે આજે એ ગુ્રપના શેરો અને  સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલી રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૨૨  લાખ કરોડ ઘટીને રૂ.૪૨૪.૯૭ લાખ કરોડ રહ્યું હતું.

FPIs/FIIની કેશમાં રૂ.૩૫૫૦ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૭૨૨ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે  ગુરૂવારે કેશમાં રૂ.૩૫૪૯.૯૫  કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૩,૪૬૯.૮૨ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૭,૦૧૯.૭૭ કરોડની વેચવાલી થઈ હતી.  જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૭૨૧.૬૬ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૧,૫૪૬.૦૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૮૮૨૪.૪૦ કરોડની વેચવાલી થઈ હતી.

Tags :
Business-NewsSensexForeign-funds

Google News
Google News