Get The App

ભારતનું ફોરેક્સ રિઝર્વ પહેલીવાર 700 અબજ ડોલરને પાર, સાત દિવસમાં 12 અબજ ડૉલરનો વધારો

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
ભારતનું ફોરેક્સ રિઝર્વ પહેલીવાર 700 અબજ ડોલરને પાર, સાત દિવસમાં 12 અબજ ડૉલરનો વધારો 1 - image


Image: Facebook

India Foreign Exchange Reserves: ભારતે ફોરેક્સ રિઝર્વમાં ઈતિહાસ રચ્યો છે. દેશનું ફોરેક્સ રિઝર્વ એટલે કે વિદેશી હુંડિયામણ 27 સપ્ટેમ્બરે પૂર્ણ અઠવાડિયામાં 12.59 અબજ ડોલર વધીને સર્વોચ્ચ સ્તરે 704.88 અબજ ડોલર પર પહોંચી ગયું. આનાથી ગયા અઠવાડિયે દેશનું ફોરેક્સ રિઝર્વ 2.84 અબજ ડોલર વધીને 692.29 અબજ ડોલર પર પહોંચ્યું હતું. હાલનો 12.59 અબજ ડોલરનો આંકડો અત્યાર સુધીના સૌથી વધુ સાપ્તાહિક વધારામાંથી એક છે. આમ, પહેલીવાર  વિદેશી હુંડિયામણ 700 અબજ ડોલરના આંકડાને પાર થઈ ગયું છે.

વિદેશી ચલણ સંપત્તિ 616.15 અબજ ડોલર

ભારતીય રિઝર્વ બેન્કના શુક્રવારે જાહેર થયેલા આંકડા અનુસાર 27 સપ્ટેમ્બરે સમાપ્ત અઠવાડિયામાં વિનિમય અનામતનો મહત્ત્વનો ભાગ મનાતી વિદેશી ચલણ સંપત્તિ 10.47 અબજ ડોલર વધીને 616.15 અબજ ડોલર થઈ ગઈ છે. આ સાથે જ ચીન, જાપાન અને સ્વિત્ઝર્લેન્ડ પછી ભારત ચોથો દેશ બની ગયો છે, જેની પાસે 700 અબજ ડૉલરથી વધુ વિદેશી હુંડિયામણ છે. 

ફોરેન કરન્સી ઍસેટ અને ગોલ્ડ રિઝર્વ વધ્યું 

રિઝર્વ બૅન્ક દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર વિદેશી હુંડિયામણની સાથે સાથે ભારતની ફોરેન કરન્સી ઍસેટ પણ ખૂબ વધી છે. ભારતનો FCA ભંડાર વધીને 616.154 બિલિયન ડોલર થઈ ગયો છે. આટલું જ નહીં ગયા સપ્તાહમાં દેશનું ગોલ્ડ રિઝર્વ એટલે કે સુવર્ણ ભંડાર પણ વધ્યો છે. 27 સપ્ટેમ્બર 2024ના આંકડા અનુસાર ભારત પાસે 2.184 બિલિયન ડોલરના વધારા સાથે ભારતનું ગોલ્ડ રિઝર્વ 65.796 બિલિયન ડોલરનું થઈ ગયું છે. 

ગોલ્ડનું મૂલ્ય 2.18 અબજ ડોલર વધીને 65.79 અબજ ડોલર થયું છે. સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDR) 80 લાખ ડોલર વધીને 18.55 અબજ ડોલર થઈ ગયુ. રિઝર્વ બેન્કના આંકડા અનુસાર ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) ની પાસે ભારતનો અનામત સ્ટોક 7.1 કરોડ ડોલર ઘટીને 4.39 અબજ ડોલર રહ્યો.


Google NewsGoogle News