ભારતની 'ધનલક્ષ્મી'ઓની યાદી, સાવિત્રી જિંદાલ બન્યા ભારતની સૌથી ધનિક મહિલા, 9 મહિલા ધનવાનોની યાદી

રેખા ઝુનઝુનવાલા સહિત અન્ય ઘણી મહિલાઓના નામ આ યાદીમાં સામેલ

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
ભારતની 'ધનલક્ષ્મી'ઓની યાદી, સાવિત્રી જિંદાલ બન્યા ભારતની સૌથી ધનિક મહિલા, 9 મહિલા ધનવાનોની યાદી 1 - image


Forbes Richest Indian Women: ફોર્બ્સે ઇન્ડિયા દર વર્ષે ભારતના 100 સૌથી ધનિક  લોકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પુરૂષોની સાથે મહિલાઓએ પણ સ્થાન મેળવ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. જો મહિલાઓની વાત કરીએ તો સાવિત્રી જિંદાલ આ યાદીમાં ટોપ પર છે. આ સિવાય રેખા ઝુનઝુનવાલા સહિત અન્ય ઘણી મહિલાઓના નામ આ યાદીમાં સામેલ છે.

ભારતની 'ધનલક્ષ્મી'ઓની યાદી 

નામ 
સંપત્તિ 
સાવિત્રી જિંદાલ
 24 અબજ ડોલર
રેખા ઝુનઝુનવાલા
7 અબજ ડોલર
વિનોદ ગુપ્તા
6.7 અબજ ડોલર
રેણુકા જગતિયાણી
4.8 અબજ ડોલર
લીના તિવારી
4.75 અબજ ડોલર
મલ્લિકા શ્રીનિવાસન
12.84 અબજ ડોલર
અનુ આગા
2.7 અબજ ડોલર
ફાલ્ગુની નાયર
2.65 અબજ ડોલર
મજુમદાર-શૉ
2.5 અબજ ડોલર

આ છે દેશની સૌથી અમીર મહિલા

ફોર્બ્સ અનુસાર, સાવિત્રી જિંદાલ દેશની સૌથી અમીર મહિલા છે. તે ભારતના સૌથી ધનિકોની યાદીમાં ચોથા ક્રમે આવે છે. સાવિત્રી જિંદાલએ જિંદાલ ગ્રુપના ચેરમેન છે. તેમની કુલ સંપત્તિ 24 અબજ ડોલર છે. 

ભારતના ટોચના 10 ધનિકોની યાદી

નામ સંપત્તિ
મુકેશ અંબાણી
92 અબજ ડૉલર 
ગૌતમ અદાણી
68 અબજ ડૉલર 
શિવ નાદર
29.3 અબજ ડૉલર 
સાવિત્રી જિંદાલ
24 અબજ ડૉલર 
રાધાકિશન દામાણી
23 અબજ ડૉલર
સાયરસ પૂનાવાલા
20.7 અબજ ડૉલર 
હિન્દુજા ગ્રુપ 
20 અબજ ડૉલર
દિલીપ સંઘવી
19 અબજ ડૉલર 
કુમાર બિરલા
17.5 અબજ ડૉલર 
શાપુર મિસ્ત્રી એન્ડ ગ્રુપ 
16.9 અબજ ડૉલર 

Google NewsGoogle News