બજેટ-2019ઃ જુઓ મોદી સરકારના અંતિમ બજેટના મુખ્ય અંશો
નાણામંત્રી દ્વારા સંસદમાં બજેટની રજૂઆત
નવી દિલ્હી, તા. 1 ફેબ્રુઆરી 2019, શુક્રવાર
અરુણ જેટલીની ગેરહાજરીમાં નાણા મંત્રીનું પદ સંભાળી રહેલા વિજય ગોયલ સંસદમાં મોદી સરકારનું અઁતિમ બજેટ રજૂ કરી રહ્યાં છે. બજેટના મુખ્ય અંશોઃ
- અમે કમરતોડ મોંઘવારીની જ કમર તોડી નાખી.
- બેકિંગ સિસ્ટમમાં ઝડપી સુધારા થયા.
- લેણદારો પાસેથી 3 લાખ કરોડ પાછા મેળવવામાં આવ્યાં.
- RERAથી રિયલ એસ્ટેટમાં પારદર્શકતા આવી.
- અમે GST દ્વારા ક્રાંતિકારી સુધારા કર્યાં.
-આશરે 6 લાખ ગામ ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત થયા.
- સરકારે અનેક નવી યોજનાઓ શરૂ કરી.
- સ્વચ્છ ભારત અભિયાન જનભાગીદારીથી રાષ્ટ્રીય અભિયાન બન્યું.
- સૌને અનાજ મળે એ સુનિશ્ચિત કર્યું.
- અમારી સરકારમાં વિદેશી રોકાણ વધ્યું.
- ગરીબો માટે 10 ટકા આર્થિક અનામત લાગુ કર્યું.
- સંસાધનો ઉપર સૌથી પહેલો અધિકાર ગરીબોનો છે.
- PM આવાસ યોજના હેઠળ 1.53 કરોડ ઘર બનાવવામાં આવ્યાં.
- સૌભાગ્ય યોજનામાં દરેક ઘરને મફત કનેક્શન.
- 2014થી અત્યાર સુધી 14 AIIMSની જાહેરાત.
- આયુષ્યમાન ભારતમાં 50 કરોડ લોકો જોડાયા.
- આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત 10 લાખ લોકોની સારવાર કરવામાં આવી.
- મનરેગા માટે 60,000 કરોડ રૂપિયા
- ગ્રામ સડક યોજના માટે 90,000 કરોડ રૂપિયા.
- પાકની એમએસપી વધારીને દોઢ ગણી કરી.
- 6 કરોડ મફત LPG કનેક્શન આપ્યાં.
- સંપૂર્ણ વર્ષમાં 8 કરોડ ગેસ કનેક્શન થઇ જશે.
- અસંગઠિત ક્ષેત્રના મજૂરોને 3000 રૂપિયા પેન્શન.
- EPFOની વીમા રકમ 6 લાખ કરવામાં આવી.
- શ્રમિકના મૃત્યુ પર 6 લાખનું વળતર.
- સરકારે NPA ઓછી કરવાના પ્રયાસ કર્યાં.
- ગરીબોના અનાજ માટે 1.7 લાખ કરોડની ફાળવણી.
- દેશની સંપત્તિ લૂંટનારાઓ ઉપર લગામ કસી.
- નાના ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની મદદ.
- 15000 રૂપિયા સેલેરીવાળા મજૂરોને પેન્શન.
- 60 વર્ષની ઉંમર બાદ 3000 રૂપિયા પેન્શન.
-ઉડાન યોજનાથી સામાન્ય નાગરિકો માટે પણ હવાઇયાત્રા સરળ બની.
- છેલ્લા પાંચ વર્ષમાં હવાઇ યાત્રીઓની સંખ્યા બમણી થઇ.
- દેશમાં દરરોજ 27 કિલોમીટર હાઇવેનું નિર્માણ.
- પહેલી વખત રક્ષા બજેટ 3 લાખ કરોડથી વધારે.
- વન રેન્ક વન પેન્શન અંતર્ગત 35000 કરોડ રૂપિયાનો ખર્ચ
- તમામ માનવરહિત ફાટક ખતમ.
- ભારતમાં સૌથી વધારે મોબાઇલ વપરાશકર્તાઓ.
- રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યા વધી. 6.85 કરોડ લોકોએ રિટર્ન ભર્યું.
- ગયા વર્ષે 99.54 રિટર્ન સ્વીકારવામાં આવ્યાં.
- હવે રિટર્નની ઇલેક્ટ્રોનિક તપાસ થશે.
- 24 કલાકમાં આઇટી રિટર્નની પ્રક્રિયા થશે.
- આધારના કારણે વચેટિયાઓની ભૂમિકા ખતમ થઇ.
- 12 લાખ કરોડનો ટેક્સ જમા થયો.
- GSTના કારણે રાજ્યોના પરસ્પરના વેપારમાં સરળતા.
- 5 લાખ સુધીની આવક માટે ઇન્કમટેક્સ નહીં.