Get The App

Flipkart Big Billion Days 2024: સુરક્ષિત ઑનલાઈન શોપિંગનો અનુભવ આપવો એ અમારી જવાબદારી

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
Flipkart Big Billion Days 2024: સુરક્ષિત ઑનલાઈન શોપિંગનો અનુભવ આપવો એ અમારી જવાબદારી 1 - image


Flipkart Big Billion Days 2024: ગ્રાહકો અને કંપનીઓ દ્વારા ભરપૂર માત્રામાં ખરીદી કરાતી હોય એવો સમય આવી ગયો છે. વર્ષમાં સૌથી વધુ ખરીદી કરવાની તક આપતી આ શોપિંગ-સીઝનનું એક મજાનું માધ્યમ છે ફ્લિપકાર્ટનો ‘બિગ બિલિયન ડેઝ શોપિંગ ફેસ્ટિવલ’, જે 27 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. ફ્લિપકાર્ટના ‘VIP’ અને ‘પ્લસ સભ્યો’ને એમાં હિસ્સો લેવાનો મોકો એક દિવસ વહેલો આપવામાં આવશે. BBD (બિગ બિલિયન ડેઝ)ની દસ આવૃત્તિઓ થઈ ચૂકી છે જે દરમિયાન ગ્રાહકોને મોંમાં પાણી આવી જાય એવી ડીલ્સ ઑફર કરવામાં આવતી રહી છે. આ વખતે પણ ફ્લિપકાર્ટ ગ્રાહકોને તેમના મનપસંદ ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પર સાનુકૂળ શોપિંગ અનુભવ આપવા માટે કોઈ કસર છોડી નથી રહ્યું.

ફ્લિપકાર્ટ માને છે કે ઓર્ડર મેળવવો એ વ્યવસાયનો એક મહત્વપૂર્ણ પરંતુ નાનો ભાગ છે, અને ગ્રાહકની વફાદારી જીતી શકે તેવી વાસ્તવિક મહેનત ત્યાર પછી જ શરૂ થાય છે. પ્લેટફોર્મ પર શોધખોળથી લઈને ડિલિવરી સુધી કંપનીની મજબૂત સલામત ઇકોસિસ્ટમ ગ્રાહકોના હક્કોની જાળવણી કરે છે અને એ વાત સુનિશ્ચિત કરે છે કે ગ્રાહકોને તેમના ઇચ્છિત ઉત્પાદનો યોગ્ય સ્થિતિમાં મળે તથા તેમનો વ્યક્તિગત ડેટા પણ સુરક્ષિત રહે.

ઓર્ડર બુક કરતી વખતે ગ્રાહકોની સલામતી અને સહુલિયતને ધ્યાનમાં રાખીને ચુકવણી માટે ઘણા બધા વિકલ્પો આપવામાં આવે છે. ગ્રાહકોની સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમના ડેટા અને ગોપનીયતાને અકબંધ રાખવા માટે ફ્લિપકાર્ટ બહુસ્તરીય અને અત્યાધુનિક IT માળખાનો ઉપયોગ કરે છે.

Flipkart Big Billion Days 2024: સુરક્ષિત ઑનલાઈન શોપિંગનો અનુભવ આપવો એ અમારી જવાબદારી 2 - image

ટ્રાન્ઝેક્શનના દરેક પગલે ફ્લિપકાર્ટ ઈમેલ અને SMS દ્વારા ગ્રાહકોને તેમના ઓર્ડરની સ્થિતિ વિશે માહિતગાર કરતું રહે છે. ગ્રાહકોને ડિલિવરીનો દિવસ અને સમય પસંદ કરવાનો વિકલ્પ આપવામાં આવે છે અને જ્યારે પણ તેમનો ઓર્ડર મુસાફરી દરમિયાન ચોક્કસ સીમાચિહ્ન પાર કરે છે ત્યારે ફ્લિપકાર્ટ ગ્રાહકને જાણ કરે છે. આ સુવિધાને લીધે ગ્રાહક ડિલિવરી એજન્ટ અને ડિલિવરીના સમય વિશે સંપૂર્ણ રીતે માહિતગાર રહે છે તથા પેકેટની ડિલિવરી સમયસર મેળવવા માટે તેમની દિનચર્યા એ પ્રમાણે ગોઠવી શકે છે.  

ઈન્ટરનેટ બેન્કિંગ અથવા અન્ય કોઈપણ ડિજિટલ પેમેન્ટ મોડનો ઉપયોગ કરતી વખતે વન-ટાઇમ પાસવર્ડ્સ (OTP)નો ઉપયોગ થતો હોવાથી ગ્રાહકોના નાણાં સુરક્ષિત રહે છે. માલસામાન યોગ્ય ગ્રાહક સુધી પહોંચે એ માટે ડિલિવરી સમયે પણ OTP નો ઉપયોગ કરવામાં આવે છે. OTPનો ઉપયોગ ઑનલાઇન છેતરપિંડી, ડેટા ચોરી અને અન્ય જોખમોને અટકાવે છે. સામાન્ય રીતે ઈકોમર્સ ઈકોસિસ્ટમ અને ખાસ કરીને ગ્રાહકો માટે, આ પ્રકારની સિસ્ટમમાં ગ્રાહકની સલામતી અને સુરક્ષા માટે લેવાતા તમામ પ્રયાસો કોઈનો પણ આત્મવિશ્વાસ અને મનોબળ વધારતા હોય છે.

‘વૉટ્સઍપ પર ફ્લિપકાર્ટ સપોર્ટ’ (Flipkart Support on Whatsapp) ગ્રાહકોને તેમના કેશ-ઓન-ડિલિવરી ઓર્ડરને પ્રીપેડમાં બદલવાની સગવડ આપે છે. કોઈપણ કારણસર ગ્રાહક સુધી પહોંચી ન શકાતું હોય એવા કિસ્સામાં ‘વ્હોટ્સએપ પર ફ્લિપકાર્ટ સપોર્ટ’ દ્વારા આપવામાં આવતી અપડેટને લીધે કોઈપણ મુશ્કેલી વિના કોઈપણ ઇન્સ્ટોલેશન કાર્ય માટે તારીખ અને સમય પસંદ કરવામાં મદદ મળે છે.

ખરીદીના અનુભવને વધુ ઊંચા સ્તરે લઈ જાય એવો એક વિકલ્પ છે ફ્લિપકાર્ટની ‘ઓપન બોક્સ ડિલિવરી’, તેમાં જો ગ્રાહક તેમના સુધી પહોંચાડવામાં આવેલી પ્રોડક્ટની ગુણવત્તા અને સ્થિતિથી સંતુષ્ટ ન હોય તો તેઓ આગમન પછી તરત જ ડિલિવરીને નકારી શકે છે.

Flipkart Big Billion Days 2024: સુરક્ષિત ઑનલાઈન શોપિંગનો અનુભવ આપવો એ અમારી જવાબદારી 3 - image

ફ્લિપકાર્ટ દ્વારા ઓફર કરાતી વધુ એક સુવિધા છે ‘લોકેશનનું રીઅલ-ટાઇમ શેરિંગ’, જે ‘Wish Master’ (ગ્રાહકની ઈચ્છા પૂરી કરનાર ડિલિવરી મેન) અને ‘ગ્રાહક’ બંનેની સુરક્ષાને ધ્યાનમાં રાખે છે. તે યોગ્ય વ્યક્તિને પેકેટ પહોંચાડવામાં પણ મદદ કરે છે. એમાં ગ્રાહકો સાથે સતત અને ત્વરિત સંદેશાવ્યવહાર જાળવવામાં આવે છે અને તેમની ચોક્કસ જરૂરિયાતોને સમજીને એ વાત પર ધ્યાન આપવામાં આવે છે કે ઓછામાં ઓછા કિસ્સામાં ‘રિટર્ન’ કરવામાં આવે, અને જો એમ કરવું જ પડે તો રિટર્ન પ્રક્રિયા કોઈપણ પ્રશ્નો પૂછ્યા વિના સરળ બની રહે અને પ્રોડ્ક્ટ માટે ચૂકવેલ સંપૂર્ણ રકમ પરત કરવામાં આવે.

જાણકાર ગ્રાહકો અને ખૂબ જ સક્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મના આ યુગમાં, ફ્લિપકાર્ટ ‘X’ પર પણ ઉપલબ્ધ છે. ફ્લિપકાર્ટ સપોર્ટના X હેન્ડલનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે તમામ ગ્રાહકો તેમની ફરિયાદો અંગે ઝડપી અને કાર્યક્ષમ મદદ મેળવી શકે. કોઈ ગ્રાહક X પર ફ્લિપકાર્ટના કોઈ બનાવટી એકાઉન્ટ પર જઈને નાણાકીય છેતરપિંડીનો ભોગ ન બને એ માટે કંપની તેના ગ્રાહકોને ફ્લિપકાર્ટ સપોર્ટના સત્તાવાર હેન્ડલ પર કેવી રીતે પહોંચવું તે વિશે પણ માહિતગાર કરે છે.

સત્તાવાર ફ્લિપકાર્ટ સપોર્ટ હેન્ડલ વેરિફિકેશન ટિક સાથેનું વેરિફાઈડ ટ્વિટર એકાઉન્ટ છે. નકલી ફ્લિપકાર્ટ હેન્ડલ્સના એકાઉન્ટ્સમાં વેરિફિકેશન ટિક હોતી નથી. ફ્લિપકાર્ટ તેના વાસ્તવિક X હેન્ડલ અને કસ્ટમર કેર સપોર્ટ ફોન નંબરો અને મેઇલ આઈડી વિશે સક્રિયપણે માહિતી આપતું રહે છે જેથી ખરીદદારો જરૂરિયાતના સમયે ફ્લિપકાર્ટ સુધી પહોંચી શકે. સોશિયલ મીડિયા મેસેજિંગ અને વીડિયોનો ઉપયોગ કરીને ફ્લિપકાર્ટ ગ્રાહકોને નકલી એકાઉન્ટ અને એમના સપોર્ટ સિસ્ટમના જોખમો વિશે જાણ કરે છે અને એમનાથી સાવચેત રહેવાની સલાહ આપે છે.

એક જવાબદાર વ્યવસાયી તરીકે ફ્લિપકાર્ટ પોતાની સામાજિક જવાબદારીઓ પ્રત્યે જાગૃત છે અને એ પરિપૂર્ણ કરવા માટેના તમામ પ્રયાસો હાથ ધરે છે. એ પગલાંને લીધે ગ્રાહકો ઉચ્ચ-ગુણવત્તાવાળા અને પરવડી શકે એવા ઉત્પાદનો અને સેવાઓ સુધી સરળતાથી પહોંચી શકે છે, અને સમગ્ર ભારતના નાગરિકોના સપના સાકાર થાય એ રીતે એમની ઈચ્છીત વસ્તુઓ/સેવાઓ તેમને ઝડપી અને સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવે છે.

Flipkart Big Billion Days 2024: સુરક્ષિત ઑનલાઈન શોપિંગનો અનુભવ આપવો એ અમારી જવાબદારી 4 - image


Google NewsGoogle News