નાણા મંત્રાલયે ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે વૈશ્વિક અનિશ્ચિતતા પર ચિંતા વ્યક્ત કરી, પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાની સંભાવના, ઇકોનોમિક એક્ટીવીટીને થઈ શકે છે અસર

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર અમેરિકન શેરબજારમાં ઘટાડાનું મોટું જોખમ

જો આવું થશે તો અન્ય દેશોના બજારો પર પડી શકે છે તેની અસર

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
નાણા મંત્રાલયે ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે વૈશ્વિક અનિશ્ચિતતા પર ચિંતા વ્યક્ત કરી, પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાની સંભાવના, ઇકોનોમિક એક્ટીવીટીને થઈ શકે છે અસર 1 - image


Israel-Hamas War: નાણા મંત્રાલય દ્વારા ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. નાણા મંત્રાલયના આર્થિક વિભાગે સપ્ટેમ્બર મહિના માટેનો માસિક ઇકોનોમિક રીવ્યુ રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે પશ્ચિમ એશિયામાં તાજેતરના વિકાસ સાથે વૈશ્વિક અનિશ્ચિતતા વધી છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાની સંભાવના 

નાણા મંત્રાલયે પોતાના રિપોર્ટમાં કહ્યું કે જો સ્થિતિ આવી જ રહી તો ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારો થઈ શકે છે. રિપોર્ટમાં અમેરિકન શેરબજારમાં ઘટાડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો આવું થાય તો અન્ય દેશોના બજારો પર તેની અસર પડી શકે છે. નાણા મંત્રાલયના અહેવાલ મુજબ વૈશ્વિક રાજકીય પરિસ્થિતિના કારણે જોખમ વધી ગયું છે અને જો આ જોખમ વધશે તો તેની અસર અન્ય દેશોની સાથે ભારતની ઇકોનિમિક એક્ટીવીટી પર પણ જોવા મળી શકે છે.

ભારત પર પડી શકે છે અસર 

નાણા મંત્રાલયે માસિક ઇકોનિમિક રિપોર્ટમાં તેના આઉટલુકમાં જણાવ્યું હતું કે US ટ્રેઝરીના સપ્લાય અને US ફેડરલ રિઝર્વની કડક નાણાકીય નીતિના કારણે નાણાકીય સ્થિતિ પ્રભાવિત થઈ શકે છે. હાલમાં અમેરિકન શેરબજારમાં ઉછાળાને બદલે ઘટાડાનો વધુ ભય જણાય છે. જો આમ થશે તો તેની અસર અન્ય દેશોના શેરબજારો પર પણ પડી શકે છે. નાણા મંત્રાલયે તેના અહેવાલમાં કહ્યું છે કે વૈશ્વિક રાજકીય પરિસ્થિતિમાં અસ્વસ્થતાને કારણે વૈશ્વિક જોખમો વધી શકે છે અને જો આ જોખમ વધે તો તેની અસર ભારત સહિત વિવિધ દેશોની ઇકોનિમિક એક્ટીવીટી પર પડી શકે છે.

ફુગાવામાં ઘટાડો

નાણા મંત્રાલયે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં મોંઘવારી ઘટી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે છેલ્લા બે મહિનામાં મોંઘવારી દરમાં થયેલો વધારો અસ્થાયી હતો.


Google NewsGoogle News