Get The App

વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ પર નાણા મંત્રાલયે સંકજો કસ્યો, 18.82 કરોડની પેનલ્ટી ફટકારી

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
cryptocurrency


Binance faces Penalty By FIU:  નાણા મંત્રાલયે વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ ફર્મ બાયનાન્સ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. નાણા મંત્રાલયના નેતૃત્વ હેઠળના ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટ (FIU)એ મની લોન્ડરિંગ સંબંધિત નિયમોનું પાલન ન કરવા બદલ રૂ. 18.82 કરોડ (2.25 મિલિયન ડોલર)ની પેનલ્ટી ફટકારી છે. FIU સંબંધિત નોટિફિકેશન જારી કરી માહિતી આપવામાં આવી છે કે, બાયનાન્સના લેખિત અને મૌખિક જવાબથી સંતુષ્ટ ન થતાં રેકોર્ડ પર ઉપલબ્ધ માહિતીના આધારે FIU દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટે જણાવ્યું હતું કે, અગ્રણી ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ ફર્મ બાયનાન્સને રૂ. 18.82 કરોડની પેનલ્ટી ફટકારવામાં આવશે. તદુપરાંત બાયનાન્સને પીએમએલએ 2002નુ પ્રકરણ IVનું પાલન કરવા નિર્દેશ કર્યો છે. વધુમાં મની લોન્ડરિંગ ગતિવિધિઓને અટકાવવા તેમજ આતંકવાદને ફંડિંગ અટકાવવા માટે પીએમએલએ રેકોર્ડ નિયમો 2005ની સાથે તમામ ટ્રાન્જેક્શનની વિગતો જાળવવા નિર્દેશ કર્યો છે.

આ કારણોસર પેનલ્ટી ફટકારાઈ

બાયનાન્સ મની લોન્ડરિંગના નિયમોનું પાલન કર્યુ ન હોવાથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ક્રિપ્ટો એક્સચેન્જીસ જેવી વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ સર્વિસ પ્રોવાઈડર્સ માટે રિપોર્ટિંગ યુનિટ  સ્વરૂપે FIUમાં રજિસ્ટ્રેશન કરાવવુ પડે છે. બાયનાન્સએ ગતમહિને જ મેમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વર્ષની શરૂઆતમાં જ FIU દ્વારા 9 વિદેશી ક્રિપ્ટો એક્સચેન્જીસને બ્લોક કરવામાં આવ્યા હતા. આ ક્રિપ્ટો એક્સચેન્જીસે મની લોન્ડરિંગના નિયમોનો ભંગ કરતાં FIUમાં રજિસ્ટ્રેશન કરાવ્યુન હતું. તેમાં KuCoin પર રૂ. 34.5 લાખની પેનલ્ટી પણ ફટકારવામાં આવી હતી. 

શો કોઝ નોટિસ પાઠવી વેબસાઈટ બ્લોક કરી

નાણા મંત્રાલયે વર્ષની શરૂઆતમાં બાયનાન્સ, કુકોઈન, હુઓબી (Huobi), કારકેન (Kraken), Gate.io, બિટ્રેક્સ (Bittrex), બિટસ્ટેમ્પ (Bitstamp), એમઈએક્સસી ગ્લોબલ(MEXC Global) અને બિટફિનેક્સ(Bitfinex)ને શૉ કોઝ નોટિસ ફટકારી તેમાંથી અમુક ક્રિપ્ટો પ્લેટફોર્મને ભારતમાં બ્લોક કરી દીધા હતા. બે દિવસ પહેલા આ ક્રિપ્ટો પ્લેટફોર્મને દેશમાં એપલ એપ સ્ટોર પરથી દૂર કરવામાં આવ્યા હતા. 

  વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જ પર નાણા મંત્રાલયે સંકજો કસ્યો, 18.82 કરોડની પેનલ્ટી ફટકારી 2 - image


Google NewsGoogle News