Get The App

સ્ટાર્ટઅપ માટે 10 હજાર કરોડનું ફંડ, લેધર સ્કીમમાં 22 લાખ રોજગાર: બજેટમાં MSME માટે મહત્ત્વની જાહેરાત

Updated: Feb 1st, 2025


Google NewsGoogle News
Budget 2025


Budget 2025: દેશના નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે (પહેલી ફેબ્રુઆરી) આઠમી વખત બજેટ રજૂ કરી રહ્યા છે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) માટે મહત્ત્વની જાહેરાત કરાઈ છે. એમએસએમઈ માટે કસ્ટમાઇઝ ક્રેડિટ કાર્ડ રજૂ કરાશે. જેમાં 5 લાખ રૂપિયા સુધીની ક્રેડિટ લિમિટ મળશે.

બજેટ 2025માં MSME માટે મહત્ત્વની જાહેરાત

•MSME માટે લોન 5 કરોડ રૂપિયાથી વધારીને 10 કરોડ રૂપિયા કરવામાં આવી.

•ડેરી અને મત્સ્યઉદ્યોગ માટે 5 લાખ રૂપિયા સુધીની લોન મળશે.

•આસામના નામરૂપમાં યુરિયા પ્લાન્ટ સ્થાપવામાં આવશે.

•સ્ટાર્ટ અપ માટે 10 હજાર કરોડનું ભંડોળ મળશે.

•લેધરની યોજનામાં 22 લાખ લોકોને રોજગારી મળશે.

•ભારતને રમકડાનું કેન્દ્ર બનાવશે.

•રમકડા માટે રાષ્ટ્રીય યોજનાની રચના.

•અનુસૂચિત જાતિની મહિલાઓ જે પહેલી વાર ઉદ્યોગ સાહસિકતા કરી રહી છે તેમને 5 વર્ષ માટે 2 કરોડ રૂપિયાની ટર્મ લોન આપવામાં આવશે.

ભારત વૈશ્વિક રમકડાંનું કેન્દ્ર બનશે

બજેટ 2025માં રમકડાં ક્ષેત્ર માટે નવી પહેલ પણ કરવામાં આવી છે, જે પહેલાથી જ અમલમાં મૂકાયેલા રાષ્ટ્રીય રમકડા કાર્ય યોજના પર આધારિત હશે. નવી યોજનાનો ઉદ્દેશ્ય ભારતને વૈશ્વિક રમકડાંના કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે. આ યોજના ઉચ્ચ ગુણવત્તાવાળા, નવીન અને ટકાઉ રમકડાંનું ઉત્પાદન કરવા માટે ક્લસ્ટરો વિકસાવવા, કૌશલ્ય વિકાસ અને ઉત્પાદન ઇકોસિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ યોજનાનો ઉદ્દેશ્ય વૈશ્વિક બજારમાં "મેડ ઇન ઇન્ડિયા" બ્રાન્ડને મજબૂત બનાવવાનો છે.

આ પણ વાંચો: Budget 2025: કિસાન ક્રેડિટ કાર્ડની લિમિટ 3 લાખથી વધારીને 5 લાખ કરાઇ, PM ધનધાન્ય યોજનાની જાહેરાત


સ્ટાર્ટઅપ્સને શું મળ્યું?

સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ હેઠળ 10 હજાર કરોડ રૂપિયાનું નવું ભંડોળ શરુ કરવામાં આવશે. ફંડ ઑફ ફંડને 91 હજાર કરોડ રૂપિયાની પ્રતિબદ્ધતા પ્રાપ્ત થઈ છે. 10 હજાર કરોડ રૂપિયાનું નવું ફંડ ઑફ ફંડ શરુરૂ કરવામાં આવશે. નાની કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સ માટે એક ખાસ ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવશે, જેની મર્યાદા 5 લાખ રૂપિયા હશે. પ્રથમ વર્ષમાં 10 લાખ ક્રેડિટ કાર્ડ જારી કરવામાં આવશે. સ્ટાર્ટઅપ્સ માટે ક્રેડિટ ગેરંટી કવર 20 કરોડ રૂપિયા હશે.

પહેલીવાર ઉદ્યોગસાહસિકતા કરતી SC/ST મહિલાઓ માટે એક નવી યોજના રજૂ કરવામાં આવશે. આ યોજના 5 વર્ષ માટે જાહેર કરવામાં આવી હતી. આ યોજનાથી 5 લાખ SC/ST મહિલાઓને મદદ મળશે. આ અંતર્ગત 2 કરોડ રૂપિયા સુધીની ટર્મ લોન આપવામાં આવશે.

ફૂટવેર અને લેધર સેક્ટર પર ફોક્સ

ભારતના ફૂટવેર અને લેધર સેક્ટરની ઉત્પાદકતા, ગુણવત્તા અને સ્પર્ધાત્મકતા વધારવા માટે ખાસ નીતિઓ અને પગલાંની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે ફોકસ પ્રોડક્ટ યોજના શરુ કરવામાં આવશે, જેનો ઉદ્દેશ્ય ડિઝાઇન ક્ષમતા, ઘટકોના ઉત્પાદન અને લેધર સિવાયની ગુણવત્તાવાળા ફૂટવેરના ઉત્પાદન માટે જરૂરી મશીનરીને ટેકો આપવાનો છે. આ સાથે, લેધરના ફૂટવેર અને ઉત્પાદનોને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. આ યોજનાથી 22 લાખ રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે.

સ્ટાર્ટઅપ માટે 10 હજાર કરોડનું ફંડ, લેધર સ્કીમમાં 22 લાખ રોજગાર: બજેટમાં MSME માટે મહત્ત્વની જાહેરાત 2 - image



Google NewsGoogle News