Get The App

ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતાં પહેલા જાણી લો આ નિયમો: રિફંડમાં નહીં પડે કોઈ તકલીફ

જો તમે છેલ્લી તારીખ પહેલાં ટેક્સ નહીં ભરો તો તમારે 5,000 રૂપિયા સુધીની લેટ ફી ચૂકવવી પડશે.

ફોર્મ 16 પગારદાર વ્યાવસાયિકો માટે ITR ફાઈલ કરવા માટે જરુરી ફોર્મ છે

Updated: Mar 26th, 2024


Google NewsGoogle News

ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતાં પહેલા જાણી લો આ નિયમો: રિફંડમાં નહીં પડે કોઈ તકલીફ 1 - image
Image Twitter 

કરદાતાઓને તેમનું આવકવેરા રિટર્ન ભરવાનો સમય આવી ગયો છે. ટૂંક સમયમાં નાણાકીય વર્ષ 2023-24 (AY2024-25) માટે તમારું ITR (ઇન્કમ ટેક્સ રિટર્ન) ઈ-ફાઇલિંગ પોર્ટલ પર સબમિટ કરવાનું રહેશે. પરંતુ તેના માટે તમારે કેટલીક સાવધાની રાખવી પડશે, જેથી કરીને તમારાથી કોઈ ડ્યૂ ડેટ નીકળી ન જાય. અથવા તો તમારી કોઈ ભૂલના કારણે તમારું ટેક્સ રિફંડ ચૂકી ન જાઓ. તો આવો તેના માટે કેટલીક મહત્વની બાબતો જાણીએ, જે તમારા માટે ITR ફાઇલ કરવાનું સરળ બની જાય.  

1. ITR ફાઇલ કરવાના ફાયદા શું છે?

સૌથી પહેલી વાત કે ટેક્સ રિટર્ન ફાઈલ કરવું એ તમારી ફરજ છે અને તેના દ્વારા તમે દેશના વિકાસ માટે સહભાગી બનો છો. બીજું કે તેનાથી તમારી નાણાકીય ક્રેડિટ તૈયાર કરે છે, તેમજ તમે કેટલાક અન્ય ફાયદાઓ મેળવી આને તમે ઘણા લાભો મેળવી શકો છો.

2. જો તમે રિટર્ન ફાઇલ નહીં કરો, તો શું તમારે દંડ ભરવો પડશે?

જો તમે છેલ્લી તારીખ પહેલાં ટેક્સ નહીં ભરો તો તમારે 5,000 રૂપિયા સુધીની લેટ ફી ચૂકવવી પડશે. તેમજ જો તમારી કુલ આવક 5 લાખ રૂપિયાથી વધારે ન હોય તો તમારે માત્ર 1,000 રૂપિયા ચૂકવવા પડશે.

3. શું ડ્યૂ ડેટ પછી પણ રિટર્ન ફાઇલ કરી શકાય છે?

જો નિયત તારીખ પહેલાં રિટર્ન ફાઇલ કરવામાં ન આવે તો તેને બિલેટેડ રિટર્ન કહેવાય છે. તમે ડ્યૂ ડેટ પછી પણ રિટર્ન ફાઇલ કરી શકો છો, પરંતુ તેના માટે જે તે સંબંધિત એસેસમેન્ટ વર્ષ પુરુ થાય તેના 3 મહિના પહેલા અથવા એસેસમેન્ટટના અંત પહેલા (જે પહેલા આવે ત્યા સુધી ફાઇલ કરવું જરૂરી છે.  જો કે, તમે આ રીતે લેટ રિટર્ન ફાઈલ કરો છો તો તમારે લેટ ફી ચૂકવવી પડશે. તમે અપડેટેડ રિટર્ન પણ ફાઇલ કરી શકો છો. આ સંબંધિત એસેસમેન્ટ વર્ષ પુરા થવાના 24 મહિનાની અંદર જમા કરી શકાય છે.

4. જો તમે કરપાત્ર આવકની કેટેગરીમાં આવતા નથી અને તમે મોડું ફાઇલ કરી રહ્યાં છો, તો શું તમારી પાસેથી લેટ ફી લેવામાં આવશે?

ના, જો તમે કરપાત્ર આવકની કેટેગરીમાં આવતા નથી અને નિયત તારીખ પછી સ્વૈચ્છિક રીતે ITR ફાઇલ કરી રહ્યાં છો, તો તમારી ઉપર દંડ નહીં લાગે. 

5. શું ITR ફાઇલ કરવા માટે PAN કાર્ડના બદલે આધાર અથવા આધારને બદલે PAN નો ઉપયોગ કરી શકાય?

હા,વર્તમાન સમયના નિયમો મુજબ, તમે તમારી આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે PAN અને આધાર બંનેનો એકબીજાના બદલે ઉપયોગ કરી શકો છો. એટલે કે તમે PAN ને બદલે આધારકાર્ડ અથવા આધારકાર્ડના બદલે PAN કાર્ડનો ઉપયોગ કરી શકો છો.

6. શું તમારે ITR ફાઇલ કરતી વખતે કોઈ ડોક્યુમેન્ટ આપવા પડશે?

તમારે ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે કોઈ ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી. જો કે, કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવે તો તમારે આવક અને રોકાણ અંગેના પુરાવા, ટેક્સ સ્ટેટમેન્ટ અને છેલ્લે તમારી પર્સનલ માહિતી આપવા પડશે.

7. શું ફોર્મ 16 વગર ITR ફાઇલ કરી શકાય?

ફોર્મ 16 પગારદાર વ્યાવસાયિકો માટે ITR ફાઈલ કરવા માટે જરુરી ફોર્મ છે, જેમાં કર્મચારીના પગાર વિશે સંપૂર્ણ માહિતી સામેલ હોય છે. આ પહેલા કરદાતાઓને ફોર્મ 16 વગર ટેક્સ ભરવામાં કેટલીક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે તેઓ ફોર્મ 16 નો સંદર્ભ લીધા વિના પણ ITR ફાઇલ કરી શકશે.

8. જો તમને આ વર્ષે નુકસાન થયું હોય તો શું ITR ફાઈલ ભરવું જરૂરી છે?

જો તમને આ નાણાકીય વર્ષમાં નુકસાન થયું હોય તો તમે આ નુકસાનને આગામી વર્ષના પ્રોફિટ સાથે આગળ વધારીને એડજેસ્ટ કરી શકો છો. તેના માટે તમારે ડ્યૂ ડેટ પહેલાં ITR ફાઇલ કરતી વખતે નુકસાનનો દાવો કરવો પડશે.


Google NewsGoogle News