તહેવારોની સિઝનમાં સોનું ખરીદનારાઓને ઝટકો, વધ્યા સોના-ચાંદીના ભાવ, જાણો નવા રેટ

Updated: Oct 25th, 2023


Google NewsGoogle News
તહેવારોની સિઝનમાં સોનું ખરીદનારાઓને ઝટકો, વધ્યા સોના-ચાંદીના ભાવ, જાણો નવા રેટ 1 - image


                                                       Image Source: Twitter

નવી દિલ્હી, તા. 25 ઓક્ટોબર 2023 બુધવાર

ભારતમાં ફેસ્ટિવ સીઝનની શરૂઆત થઈ ચૂકી છે. હવે થોડા જ દિવસોમાં ધનતેરસ, દિવાળી, ભાઈબીજ જેવા તહેવાર મનાવવામાં આવશે. દરમિયાન તહેવારના સમયમાં લોકો ખૂબ સોનુ ખરીદે છે. જો તમે આજે સોનુ ખરીદવા વિશે વિચારી રહ્યા છો તો મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર ગોલ્ડની કિંમતમાં સામાન્ય વધારો થયો છે. શરૂઆતી સમયમાં સોનુ બજારમાં 60,478 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યુ છે.

જે બાદ તેની કિંમતમાં થોડો વધારો નોંધવામાં આવ્યો છે અને આ ગત દિવસની સરખામણીએ 17 રૂપિયા એટલે કે 0.03 ટકા વધીને 60,554 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે બનેલુ છે. સોમવારે સોનુ 60,554 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયુ હતુ. 

ચાંદીમાં થયો સામાન્ય વધારો

સોના સિવાય આજે ચાંદી પણ બજારમાં તેજી સાથે છે. આજે શરૂઆતી સમયમાં ચાંદી 71,629 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે ખુલ્યુ છે. જે બાદ તેની કિંમતમાં થોડી તેજી દેખાઈ અને આ કાલની સરખાણીએ 154 રૂપિયા એટલે કે 0.02 ટકાની તેજી સાથે 71,800 રૂપિયા પર પહોંચી ગયુ છે. સોમવારે ચાંદી 71,786 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે બંધ થયુ હતુ. 

દેશના મુખ્ય શહેરોમાં શું છે 25 ઓક્ટોબરના ગોલ્ડના રેટ

દિલ્હીમાં 24 કેરેટ ગોલ્ડ 61,800 રૂપિયા, સિલ્વર 75,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ

કોલકાતામાં 24 કેરેટ ગોલ્ડ 61,800 રૂપિયા, સિલ્વર 75,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ

મુંબઈમાં 24 કેરેટ ગોલ્ડ 61,800 રૂપિયા, સિલ્વર 75,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ

ચેન્નઈમાં 24 કેરેટ ગોલ્ડ 61,690 રૂપિયા, સિલ્વર 77,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ

લખનૌમાં 24 કેરેટ ગોલ્ડ 61,950 રૂપિયા, સિલ્વર 75,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ

ગુરુગ્રામમાં 24 કેરેટ ગોલ્ડ 61,950 રૂપિયા, સિલ્વર 75,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ

પૂણેમાં 24 કેરેટ ગોલ્ડ 61,800 રૂપિયા, સિલ્વર 75,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ

પટનામાં 24 કેરેટ ગોલ્ડ 61,850 રૂપિયા, સિલ્વર 75,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ

જયપુરમાં 24 કેરેટ ગોલ્ડ 61,950 રૂપિયા, સિલ્વર 75,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ

નોઈડામાં 24 કેરેટ ગોલ્ડ 61,950 રૂપિયા, સિલ્વર 75,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ

ગાઝિયાબાદમાં 24 કેરેટ ગોલ્ડ 61,950 રૂપિયા, સિલ્વર 75,100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ

ઈન્ટરનેશનલ માર્કેટમાં સોના-ચાંદીની સ્થિતિ શું છે

ઘરેલૂ માર્કેટમાં સોના-ચાંદી સામાન્ય તેજી સાથે વેપાર કરી રહ્યા છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં પણ આમાં તેજી જોવા મળી રહી છે. રિપોર્ટ અનુસાર આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનુ 0.05 ટકા તેજી સાથે 1,970.50 ડોલર છે. ચાંદી આજે લાલ નિશાને છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 0.33 ટકાના ઘટાડા સાથે 23.058 ડોલર છે.


Google NewsGoogle News