Get The App

એવો ફ્રોડ જેનાથી દુનિયાભરના લોકો 'કંગાળ' થયા, યાદીમાં અમેરિકા ટોચે, ભારતનું સ્થાન ચોંકાવનારું

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
Cryptocurrency Fraud


Cryptocurrency Fraud in Global: ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) સંબંધિત છેતરપિંડીના કેસમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. તાજેતરમાં જાહેર કરાયેલા FBI ના રિપોર્ટમાં કરાયેલા દાવા મુજબ 2023 માં સૌથી વધુ નુકસાન અમેરિકાને થયું હતું જે આશરે 5.6 અબજ ડૉલરની આસપાસ રહ્યું હતું. 2022 ની તુલનાએ આ આંકડો 45 ટકા વધુ છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે ક્રિપ્ટોકરન્સી સંબંધિત ફ્રોડની કેસની સંખ્યામાં ચાલુ વર્ષે મોટો વધારો નોંધાયો છે. 

ભારતની કેવી છે સ્થિતિ? 

આ યાદીમાં ભારત 5માં ક્રમે છે જ્યાં 840 વધુ ફ્રોડની ફરિયાદો નોંધાઈ હતી. ભારતમાં ક્રિપ્ટોકરન્સીથી કુલ નુકસાન 4 કરોડ 40 લાખ 50 હજાર 244 ડૉલરનું (400 કરોડ રૂપિયા) થયું હતું એટલે કે ભારત એ ટોપ-10 દેશોમાં સામેલ છે જ્યાં ક્રિપ્ટોકરન્સીના કારણે સૌથી વધુ ફાયનાન્શિયલ નુકસાન થયું છે.

આ પણ વાંચો: માધબી પુરી બુચ પર કોંગ્રેસનો વધુ પ્રહારઃ એડવાઈઝરી એજન્સીમાંં 99 ટકા હિસ્સાનો દાવો

ક્યાં પ્રકારના ફ્રોડ કેસ સૌથી વધુ?

2022માં ક્રિપ્ટો માર્કેટમાં કડાકા બાદ 2023માં ટોકનની કિંમતોમાં ફરી વધારો દેખાયો અને તેનાથી સાઈબર ગુનેગારો ફરી આકર્ષાયા. ગત વર્ષે બિટકોઈનની વેલ્યૂ બમણી થયા બાદ આશરે 35 ટકા વધી ગઇ હતી. એફબીઆઈના રિપોર્ટ મુજબ ગુનેગારો ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ અનેક રીતે છેતરપિંડી કરવા માટે કરે છે. જેમાં રોકાણ કરાવીને છેતરપિંડી કરવાના મામલા સૌથી વધુ રહ્યા છે.

એવો ફ્રોડ જેનાથી દુનિયાભરના લોકો 'કંગાળ' થયા, યાદીમાં અમેરિકા ટોચે, ભારતનું સ્થાન ચોંકાવનારું 2 - image


Google NewsGoogle News