સાનુકૂળ મેક્રો ઈકોનોમિક સ્થિતિથી કંપનીઓની ક્રેડિટ ગુણવત્તામાં સુધારો

- રેટિંગ એજન્સીઓ અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૪ના બીજા છ મહિનામાં રેટિંગ અપગ્રેડની સંખ્યા ડાઉનગ્રેડ કરતાં વધુ

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
સાનુકૂળ મેક્રો ઈકોનોમિક સ્થિતિથી કંપનીઓની ક્રેડિટ ગુણવત્તામાં સુધારો 1 - image


નવી દિલ્હી : ભારતીય કંપનીઓને સાનુકૂળ મેક્રો ઈકોનોમિક સ્થિતિનો લાભ મળ્યો છે. ભારતીય કોર્પોરેટ્સની ક્રેડિટ ગુણવત્તા ઓક્ટોબર ૨૦૨૩થી માર્ચ ૨૦૨૪ (લ્લ૨ખરૂ૨૪)ની વચ્ચે સરકારની આગેવાની હેઠળની મૂડીખર્ચ, સતત સ્થાનિક માંગ અને બેલેન્સ શીટમાં ઘટેલા દેવાને કારણે સારી રહી હતી.

રેટિંગ એજન્સીઓ ક્રિસીલ,ઈકરા અને ઈન્ડિયા રેટિંગ્સ અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૪ના બીજા છ મહિનામાં રેટિંગમાં વધારાની સંખ્યા ડાઉનગ્રેડ કરતાં વધુ છે.

રેટિંગ એજન્સી ક્રિસિલના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ ૨૪ના બીજા ભાગમાં ૪૦૯ અપગ્રેડ અને ૨૨૮ ડાઉનગ્રેડ થયા છે. નાણાકીય વર્ષ ૨૦૨૪ના બીજા છ મહિનામાં રેટિંગ અપગ્રેડ અને ડાઉનગ્રેડનો ગુણોત્તર ઘટીને ૧.૭૯ ગણો થયો છે, જે એપ્રિલ સપ્ટેમ્બર ૨૦૨૩ (નાણાકીય વર્ષ ૨૦૨૪નો પ્રથમ અર્ધવાર્ષિક)માં ૧.૯૧ ગણો હતો.

તમામ ૩ રેટિંગ એજન્સીઓ એપ્રિલ ૨૦૨૪થી શરૂ થતા નવા નાણાકીય વર્ષમાં કંપનીઓના દેવાની ગુણવત્તા અંગે હકારાત્મક હતી. ક્રેડીટ ક્વોલિટી આઉટલુક પોઝિટિવ રહે છે જ્યારે અપગ્રેડ્સ ડાઉનગ્રેડ કરતાં વધી જાય છે. સ્થાનિક માંગ, કંપનીઓનું ઓછું દેવું અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ચાલી રહેલા કામને કારણે આમાં વધારો થયો છે.

નાણાકીય વર્ષ ૨૦૨૪ના બીજા ભાગમાં મોટાભાગના રેટિંગ અપગ્રેડ માર્કેટ શેર વૃદ્ધિ અથવા ઓર્ડર બુક, ખર્ચ માળખામાં સુધારો, જેવા કંપની-કેન્દ્રિત પરિબળોને કારણે થશે. પ્રોજેક્ટ જોખમમાં ઘટાડો થવાને કારણે આ બન્યું છે. ઉડ્ડયન, હોસ્પિટાલિટી, ઓટો અને ઓટો પાર્ટ્સ અને બેંકો એવા કેટલાક ક્ષેત્રો છે જ્યાં નાણાકીય વર્ષ ૨૪ દરમિયાન રેટિંગ અપગ્રેડ કરવામાં આવ્યા હતા.



Google NewsGoogle News