Father's Day 2024: બાળકના ઉજ્જવળ ભવિષ્યની તૈયારી અત્યારથી શરુ કરો, આ રીતે કરો રોકાણ

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
 child Investment

Image: Freepik



Personal Finance For Child: આવતીકાલે 16 જૂને ફાધર્સ ડે નિમિત્તે બાળક પોતાના પિતાના ઋણનો ઉપકાર માની વિશેષ રીતે આભાર વ્યક્ત કરે છે. પિતા બનવુ એ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ અનુભવ હોવાની સાથે તેની સાથે અનેક જવાબદારી પણ મળે છે. જેને સારી રીતે નિભાવનાર ઉત્કૃષ્ટ પિતા કહેવાય છે. આજના મોંઘવારી અને સ્પર્ધાત્મક જમાનામાં બાળકનુ ભાવિ સુરક્ષિત કરવુ અત્યંત જરૂરી બન્યુ છે. ભવિષ્યમાં મોંઘવારીમાં વધારો થવાની ગણતરી સાથે જ એક પિતાએ બાળકના જન્મ સમયથી જ તેના ઉજ્જવળ ભાવિ માટે રણનીતિ ઘડવી જોઈએ. 

પિતા બન્યા બાદ બજેટમાં ફેરફાર કરો

ઘણી વખત પિતા બન્યા બાદ પણ તમે ફાઈનાન્સિયલ પ્લાનિંગ કરતાં નથી, અથવા તેમાં કોઈ ફેરફાર પણ કરતાં નથી. જે સૌથી મોટી ભૂલ છે. પરિવારમાં નવા સદસ્યના ઉમેરા સાથે બજેટમાં ફેરફાર કરવો જરૂરી છે. બાળકના ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી ખર્ચની પ્રાથમિકતા નક્કી કરવી જોઈએ.

બાળક માટે અલગ રોકાણ કરો

બાળક જેમ-જેમ મોટુ થાય તેમ ખર્ચાઓ વધે છે. શિક્ષણ, લગ્ન, સારૂ જીવનધોરણ આપવા માટે બાળક જન્મે ત્યારથી જ રોકાણની ટેવ કેળવો. જેથી ભવિષ્યમાં બાળકના ઉચ્ચ શિક્ષણ, કારકિર્દી સમયે નાણાકીય ભીડ ન પડે. તેની સાથે ઈમરજન્સી ફંડમાં પણ વધારો કરો.

બાળકના ઉજ્જવળ ભાવિ માટે આ રોકાણ રીત અપનાવો

બાળક 18 વર્ષનું થાય ત્યારે તેની પાસે પર્યાપ્ત ફંડ ઉભુ થાય તે આશય સાથે રોકાણની રીત અપનાવો. જેના માટે તમે ઈન્સ્યોરન્સ કમ ઈન્વેસ્ટમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટ પસંદ કરી શકો છે. તેમજ મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી પણ કરાવી શકો છો. આ સિવાય નાની બચત યોજનામાં પણ 7 ટકાથી વધુ વ્યાજ મળતુ હોવાથી સુરક્ષિત રોકાણ કરવા ઈચ્છુકો વિવિધ સરકારી યોજનામાં રોકાણ કરી શકે છે.

રોકાણ પોર્ટફોલિયો ડાયવર્સિફાઈ હોવો જોઈએ

બાળકના જન્મની સાથે એજ્યુકેશન ફંડ તૈયાર કરવા પર વિચારણા કરવી જોઈએ. જેથી મોંઘા શિક્ષણનો બોજો નડે નહીં. જેના માટે વિવિધ રોકાણ સ્રોતોમાં રોકાણ પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ કરવો હિતાવહ રહેશે.

રોકાણના અમુક વિકલ્પો

- મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી

- પબ્લિક પ્રોવિડન્ટ ફંડ

- સુકન્યા સમૃદ્ધિ યોજના

- નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ

- ઉંચુ રિટર્ન આપતી પોસ્ટ એફડી

ડિસ્ક્લેમરઃ

આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.

Father's Day 2024: બાળકના ઉજ્જવળ ભવિષ્યની તૈયારી અત્યારથી શરુ કરો, આ રીતે કરો રોકાણ 2 - image


Google NewsGoogle News