Get The App

જીએસટીના કરદાતા આનંદો!! પહેલા ત્રણ વર્ષનો માત્ર વેરો ભરવાથી વ્યાજ અને દંડ માંથી મુક્તિ

Updated: Jul 24th, 2024


Google NewsGoogle News
જીએસટીના કરદાતા આનંદો!! પહેલા ત્રણ વર્ષનો માત્ર વેરો ભરવાથી વ્યાજ અને દંડ માંથી મુક્તિ 1 - image


Union Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા મંગળવારે (23 જુલાઈ) વર્ષ 2024-25નું બજેટ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું તેમાં GSTને લગતા ઘણા મોટા ફેરફારો કરવામાં આવેલ છે જીએસટી કાઉન્સિલની 53મી બેઠક મળેલ હતી. જેમાં ઘણી બધી રાહતો અને કાયદા, નિયમો તથા પ્રક્રિયામાં સુધારા સૂચવવામાં આવેલ હતા.

(1) સૌથી મોટી રાહતની વાત કરીએ તો નાણાકીય વર્ષ 2017, 2018-19 અને 2019-20 માટે જો વેપારીને કલમ 73ની નોટિસ આપેલ હોય કે આદેશ થયેલ હોય કે અપીલ તબક્કે કેસ પેન્ડિંગ હોય તો તારીખ 31-03-2025 સુધીમાં માત્ર વેરો ભરવાથી વ્યાજ અને દંડ માફી. જોકે આ જોગવાઈ કલમ 74 એટલે કે ઈરાદાપૂર્વકની કરચોરીના કેસોને લાગુ પડશે નહીં અને અત્યાર સુધીમાં વ્યાજ અને દંડ ભરેલ હશે તો વ્યાજ અને દંડનું રિફંડ મળશે નહીં. આ એમનેસ્ટી સ્કીમને પરિણામે GSTના શરૂઆતના વર્ષોમાં વેપારી પક્ષે અજાણતા થયેલ ભૂલોનું નિરાકરણ આવશે અને બિન જરૂરી અપીલોનું ભારણ ઘટશે. આ માટે નવી કલમ 128 એ દાખલ કરવામાં આવી.

આ પણ વાંચો : બેરોજગારી, ખેડૂતો, મિડલ ક્લાસ... બજેટે આ પાંચ વર્ગોને કર્યા નિરાશ

(2) GSTમાં સૌથી મુશ્કેલ એવી વેરાશાખ માટે પણ સરકારે રાહત આપી છે. તે મુજબ હવે નાણાકીય વર્ષ 2017-18, 18-19 અને 20-21 માટે અગાઉ ITC  લેવાની આખર તારીખ સપ્ટેમ્બર 30 હતી તે હવે 30 નવેમ્બર 21 સુધી કરવામાં આવી. આથી વેપારીને વેરાશાખ મળવાથી વ્યાજ અને દંડ પણ ઘટશે.

(3) કેટલીકવાર એવું બનતું કે કલમ 73ની 3 વર્ષની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય અને વેપારીની ઈરાદાપૂર્વકની કોઈ ક્ષતિ કે કરચોરી ન હોય તો પણ પાછળથી કલમ 74 હેઠળ નોટિસ આપવામાં આવે જેની સમય મર્યાદા 5 વર્ષની હતી. આ બધી ક્ષતિઓને નિવારવા માટે નવી કલમ 74છ દાખલ કરવામાં આવેલ છે જેનો અમલ વર્ષ 2024-25થી કરવામાં આવશે. કલમ 73 અને 74ને 2023-24 સુધી મર્યાદિત કરી.

આ પણ વાંચો : બજેટમાં ઈન્ક્મ ટેક્સ સ્લેબમાં કરાયેલા ફેરફાર સરળ શબ્દોમાં સમજો

(4) માનવ વપરાશ માટેના દારૂ ઉપરાંત અન-ડિનેચર એક્સ્ટ્રા ન્યુટરલ આલ્કોહોલ અથવા રેક્ટિફાઇડ સ્પિરિટ કે જે માનવ વપરાશ માટેના દારૂની બનાવટમાં વપરાય છે તેના ઉપર પણ હવે જીએસટી નહીં લાગે.

(5) જીએસટી ટ્રિબ્યુનલ સમક્ષ દ્વિતીય અપીલ ફાઈલ કરવા બાબત તેમજ અપીલ તબક્કે ડાઉન પેમેન્ટની રકમમાં ફેરફાર કરાયો-20 ટકાને બદલે 10 ટકા અને મહત્તમ રકમ રૂપિયા 50 કરોડને સ્થાને રૂપિયા 20 કરોડ. પ્રથમ અપીલમાં પણ ડાઉન પેમેન્ટની મહત્તમ રકમ રૂપિયા 50 કરોડને સ્થાને રૂપિયા 20 કરોડ કરાઈ.

આ પણ વાંચો : જમીનની ખરીદી અને નોંધણીને લઈને બજેટમાં મોટી જાહેરાત

(6) અન્ય ફેરફારો : ટાઇમ ઓફ સપ્લાયને લગતા ફેરફાર, નોંધણી દાખલાના રદ થયા બાદ રિવોકેશન માટે વધારાનું એક પ્રોવિઝન ઉમેરવામાં આવ્યું,  SEZ/EOUના એકમોમાં (zero rated)  જ્યારે આવા સપ્લાય એક્સપોર્ટ ડયૂટી પાત્ર હશે ત્યારે ના વપરાયેલ હોય તેવી IGSTની વેરા શાખનું રિફંડ મળવા પાત્ર થશે નહીં, સમન્સને લાગતો ફેરફાર-પોતે અથવા અધિકૃત વ્યક્તિએ હાજર રહેવું ફરજીયાત, એન્ટી પ્રોફિટયરીંગના અપીલના કેસો જીએસટી ટ્રિબ્યુનલની પ્રિન્સિપલ બેંચ સાંભળી શકે તે માટેનો ફેરફાર, તારીખ 1.7.2017ના રોજ ઇન્વોઇસ્ને લગતી transitioal જોગવાઈઓમાં ફેરફાર, કો-ઇન્સ્યુરન્સનાં પ્રીમિયમને લાગતો સુધારો, વગેરે.

આ પણ વાંચો : શું થયું સસ્તું, શું થયું મોંઘું, જુઓ બજેટમાં મધ્યમ વર્ગ માટે કરાયેલી મહત્ત્વની જાહેરાતો

સરકારે માત્ર કાયદામાં સુધારા માટે જ સંસદ કે વિધાનસભામાં જવાનું થાય. કલમ 11 મુજબ વેરો ઘટાડવાની કે શૂન્ય રાખવાની સત્તા સરકાર પાસે છે. મોહિત મિનરલ્સના સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ સંસદ અને વિધાનસભા જી.એસ.ટી. કાઉન્સિલ કરતા સર્વોપરી છે. જી.એસ.ટી. કાઉન્સિલ માત્ર ભલામણો કરી શકે છે બજેટ અગાઉ તારીખ 26-06-2024ના રોજ મળેલ કાઉન્સિલની 53મી બેઠકમાં થયેલ ભલામણોના અનુસંધાને કુલ 22 પરિપત્રો અને 5 જાહેરનામાં કરવામાં આવેલ છે.

જી.એસ.ટી. કાઉન્સિલની રચના અને તેની ભૂમિકા : 

જી.એસ.ટી. કાઉન્સિલ અગાઉ VAT અને GST વિષે વિચાર-વિમર્શ કરવા અને તમામ રાજ્યોને સમાન કરપ્રણાલી અપનાવવા માટે સહમત કરવા માટે Empowered Committee of State Finance Ministers કાર્યરત્ત હતી જેણે તારીખ 10-11-2009ના રોજ First Discussion Paper on GST બહાર પડેલ હતો. ત્યારબાદ તો GSTની ડિઝાઈનમાં ઘણા ફેરફારો થયા. હવે એમ કહીએ કે GSTની તમામ નીતિ વિષયક બાબતો અંગે ભલામણો કરતી એક સંસ્થા એટલે જી.એસ.ટી. કાઉન્સિલ. તેની રચના બંધારણીય સુધારા અધિનિયમ, 2016થી આપણા બંધારણમાં નવો આર્ટિકલ 279-એ ઉમેરીને કરવામાં આવેલ છે. જી.એસ.ટી. કાઉન્સિલમાં કેન્દ્રીય નાણાંમંત્રી ચેરમેન તરીકે તેમજ કેન્દ્રીય મહેસૂલ રાજ્ય મંત્રી અને દરેક રાજ્યોના નાણાં/કરવેરા મંત્રી કે રાજ્ય દ્વારા નિમાયેલા અન્ય કોઇ મંત્રી સભ્ય તરીકે હોય છે. આ કાઉન્સિલ કેન્દ્ર અને રાજ્યોને જી.એસ.ટી.નાં અમલીકરણ બાબતે નીચેના  મુદ્દે ભલામણ કરે છે :  

કેન્દ્ર, રાજ્યો અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા વસૂલાતા કર, ઉપકર અને સરચાર્જનો જી.એસ.ટી.માં સમાવેશ કરવો કે કેમ?

• કઈ ચીજવસ્તુઓ અને સેવાઓને જી.એસ.ટી.માંથી માફી આપવી?

• કઇ તારીખથી પેટ્રોલિયમ ક્રૂડ, હાઇ સ્પીડ ડીઝલ, પેટ્રોલ, નેચરલ ગેસ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ ઉપર જી.એસ.ટી. લાદવામાં આવશે?

• જી.એસ.ટી. કાયદા, વસૂલાતનાં સિદ્ધાંતો, ઇન્ટીગ્રેટેડ ટેક્ષની વહેંચણી અને સપ્લાયનું સ્થાન બાબતે સિદ્ધાંતો નક્કી કરવા;

• નાણાંકીય મર્યાદા કે જેનાથી ઓછું ટર્નઓવર ધરાવતાં વ્યક્તિઓને જી.એસ.ટી.માંથી મુક્તિ આપવીત

• જી.એસ.ટી.માં વેરાના દર નક્કી કરવા;

• કુદરતી આપત્તિનાં સંજોગોમાં વધારાના સ્રોતો ઉભા કરવા કોઈ ચોક્કસ સમયગાળા માટે વેરાનાં વિશિષ્ટ દર નક્કી કરવા;

• જી.એસ.ટી.નાં અમલીકરણને લગતી અન્ય કોઈ બાબત.

• બેઠકો : અત્યાર સુધીમાં જી.એસ.ટી. કાઉન્સિલની કુલ ૫૩ બેઠકો મળી ચૂકી છે. કાઉન્સિલે જી.એસ.ટી.નાં અમલીકરણ માટે જી.એસ.ટી. કાયદાઓની ભલામણ કરેલ હતી, જે પૈકી:

• કેન્દ્રીય માલ અને સેવા કર, ઈન્ટ્રીગ્રેટેડ માલ અને સેવા કર, યુનિયન ટેરીટરીઝ માલ અને સેવા કર તેમજ રાજ્યને આપવાનાં વળતર અંગેના કાયદાઓને સંસદે પસાર કરેલ છે. 

• વધુમાં, રાજ્યો માટે પણ રાજ્ય માલ અને સેવા કર કાયદાની પણ ભલામણ કરવામાં આવેલ હતી, જેને સંબંધિત રાજ્યોની વિધાનસભાઓએ પસાર કરેલ છે.


Google NewsGoogle News