Get The App

દરેક ચારમાંથી એક કર્મચારી એક વર્ષમાં નોકરી બદલવા માટે તૈયાર, કંપનીઓ માટે પડકાર!

એક રિપોર્ટ અનુસાર ભારતમાં દર ચોથો કર્મચારી એક વર્ષમાં નોકરી બદલવાનું વિચારી રહ્યો છે

વૈશ્વિક સ્તરે નોકરી બદલવા માટે તૈયાર 28 ટકા કર્મચારીઓ, જેનું મુખ્ય કારણ પગાર છે

Updated: Dec 20th, 2023


Google NewsGoogle News
દરેક ચારમાંથી એક કર્મચારી એક વર્ષમાં નોકરી બદલવા માટે તૈયાર, કંપનીઓ માટે પડકાર! 1 - image


Changing Jobs in India: કર્મચારીઓ તેની વર્તમાન નોકરીથી ખુશ નથી, આબાબતનો સર્વે કરતા વૈશ્વિક સ્તરે 28 કર્મચારીઓ એક જ વર્ષમાં નોકરી બદલવાનું વિચારી રહ્યા છે. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કર્મચારીઓ નવી તકની શોધમાં વ્યસ્ત રહે છે. તેમજ તેમાંથી કેટલાક નવી જોબમાં સ્વિચ કરવાનું પણ વિચારી રહ્યા છે. ભારતમાં પણ દર ચોથો કર્મચારી એક વર્ષમાં નોકરી બદલવા માંગે છે. આથી કહી શકાય કે ભારતમાં નોકરી બદલતા લોકોનો દર 26 ટકા છે. આવી સ્થિતિમાં કંપનીઓ માટે સ્થિતિ પડકારજનક બની રહે છે. જે માત્ર ભારત પુરતી જ મર્યાદિત નથી પરંતુ વૈશ્વિક લેવલે આ પરિસ્થિતિ છે.   

કર્મચારીઓનું નોકરી બદલવા પાછળનું કારણ શું?

ખાનગી ક્ષેત્રમાં કામ કરતા મોટાભાગના કર્મચારીઓનું કહેવું છે કે વધી જતી મોંઘવારી અને નજીવા પગારના કારણે તેઓ સતત નવી તકની શોધમાં રહે છે. આ ઉપરાંત કામ કરવાના લાંબા કલાકો અને સામે મળતા ઓછા લાભ અને ભાવનાત્મક લાગણીઓ પણ નોકરી બદલવા પાછળના જવાબદાર કારણોમાં સ્થાન ધરાવે છે. જેથી કંપનીએ એ ખાસ જોવું જોઈએ કે તેમના કર્મચારીઓ માટે શું મહત્વનું છે, તેને પ્રાથમિકતા આપવી જોઈએ અને તેના પર કાર્ય કરવું જોઈએ.  

કર્મચારીઓ માટે સૌથી વધુ મહત્વપૂર્ણ પગાર

સર્વેના રિપોર્ટ અનુસાર, જ્યારે કર્મચારીઓને સીધું પૂછવામાં આવ્યું કે તેમના માટે સૌથી મહત્વપૂર્ણ શું છે, ત્યારે તેમની પ્રાથમિકતા પગારધોરણ હતી. ત્યારબાદ જ તેઓએ અન્ય લાભ, સુવિધાઓ, જીવનશૈલી, શીખવાની તક, કામની પસંદગી જેવી અન્ય બાબતોનો સમાવેશ કર્યો હતો. આ ઉપરાંત એક ડેટા અનુસાર કંપની મેનેજમેન્ટની પણ સૌથી વધુ અસર કર્મચારી પર પડતી હોય છે. 

નોકરી બદલવાનું એક કારણ મેનેજર પણ બને છે 

નોંધનીય છે કે રિપોર્ટના સર્વેક્ષણમાં ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન, અમેરિકા, યુકે, કેનેડા, ફ્રાન્સ અને જર્મની સહિત આઠ દેશોના 11,000 કર્મચારીઓને સામેલ કરવામાં આવ્યા હતા. આ સર્વેમાં કર્મચારીઓએ 20 થી વધુ વિવિધ જરૂરિયાતો વિશે માહિતી આપી હતી. આ સિવાય સર્વેમાં એવું કહેવામાં આવ્યું છે કે મેનેજર પ્રત્યે કર્મચારીઓમાં અસંતોષ છે, જેના કારણે કર્મચારીઓ નોકરી બદલવાનું વિચારી રહ્યા છે.

દરેક ચારમાંથી એક કર્મચારી એક વર્ષમાં નોકરી બદલવા માટે તૈયાર, કંપનીઓ માટે પડકાર! 2 - image


Google NewsGoogle News