છુટાછેડાંને પગલે અબજપતિ ગૌતમ સિંઘાનિયાની પત્નીએ 11600 કરોડની સંપત્તિમાં 75% હિસ્સો માગ્યો

બિઝનેસમેને સહમતિ આપી દીધી હોવાનો દાવો

પત્નીએ કહ્યું આ મારી દીકરી અને મારા માટે હિસ્સો માગ્યો

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
છુટાછેડાંને પગલે અબજપતિ ગૌતમ સિંઘાનિયાની પત્નીએ 11600 કરોડની સંપત્તિમાં 75% હિસ્સો માગ્યો 1 - image


Billionaire Gautam Singhania and wife Nawaz Modi sepration news | ભારતીય અબજપતિ ગૌતમ સિંઘાનિયા (Gautam Singhania) અને તેમની પત્ની નવાઝ મોદી સિંઘાનિયા સિંઘાનિયા (Nawaz Modi Singhania)ના છુટાછેડાંના અહેવાલ છેલ્લાં કેટલાક દિવસોથી ચર્ચામાં છે. આ દરમિયાન એક રિપોર્ટમાં દાવો કરાયો છે કે અબજપતિ ગૌતમ સિંઘાનિયાની પત્નીએ સંબંધોનો અંત આણવા માટે એક મોટી શરત રાખી છે. તેમાં સંપત્તિનો 75 ટકા હિસ્સો માગી લીધો છે. 

નવાઝ મોદીએ મૂકી આ શરત 

એક અહેવાલ અનુસાર નવાઝ મોદી સિંઘાનિયાએ ગૌતમ સિંઘાનિયાની સંપત્તિનો 75 ટકા હિસ્સો માગી લીધો છે. તેમણે કહ્યું કે આ હિસ્સો દીકરી નિહારિકા, નિશા અને પોતાના માટે હશે. ઉલ્લેખનીય છે કે ગત કેટલાક દિવસોથી દિગ્ગજ બિઝનેસમેન અને અબજપતિ ગૌતમ સિંઘાનિયાની પત્નીના છુટાછેડાં લેવાની વાત ચર્ચામાં છે.  

11620 કરોડની સંપત્તિના છે માલિક 

અહેવાલ અનુસાર ગૌતમ સિંઘાનિયાએ તેમની 11620 કરોડ રૂપિયાની સંપત્તિમાંથી દીકરીઓ અને પત્ની માટે 75 ટકા હિસ્સો આપવા સહમતિ આપી દીધી છે. તેમણે આ ફંડ ટ્રાન્સફર કરવા માટે એક ફેમિલી ટ્રસ્ટ બનાવવાની વાત કહી છે. સિંઘાનિયા આ ટ્રસ્ટમાં પરિવારની વેલ્થ અને એસેટ ટ્રાન્સફર કરશે. જોકે રિપોર્ટમાં સૂત્રોના આધારે એવું જણાવાયું છે કે ગૌતમ ઈચ્છતા હતા કે તેમના મૃત્યુ બાદ તેમના પરિવારના સભ્યોને સંપત્તિની વસીયત કરવાની મંજૂરી આપવામાં આવે જે તેમની પત્ની નવાઝને મંજૂર નથી. 

વિવાદ ક્યારે સામે આવ્યો? 

ઉલ્લેખનીય છે કે રેમન્ડ ગ્રુપના ચેરમેન ગૌતમ સિંઘાનિયા ફરી એકવાર પોતાની પત્નીને લઈને વિવાદમાં આવ્યા છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે દિવાળીના દિવસે ગૌતમ સિંઘાનિયા દ્વારા મુંબઈની બાજુમાં આવેલા થાણેના રેમન્ડ એસ્ટેટમાં દિવાળી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ તેમની પત્ની નવાઝ સિંઘાનિયાને આ પાર્ટીમાં એન્ટ્રી ન મળી.

13મી નવેમ્બરે અલગ થવાની જાહેરાત કરી હતી

58 વર્ષના ગૌતમ સિંઘાનિયાએ 1999માં સોલિસિટર નાદર મોદીની પુત્રી નવાઝ મોદી સાથે લગ્ન કર્યા હતા. 13 નવેમ્બરના રોજ સિંઘાનિયાએ છૂટાછેડાને લગતી ચર્ચાઓ પર એક ભાવનાત્મક પોસ્ટ કરી હતી. તેમણે કહ્યું હતું કે બંનેએ અલગ-અલગ રસ્તે આગળ વધવાનું નક્કી કર્યું છે. 

છુટાછેડાંને પગલે અબજપતિ ગૌતમ સિંઘાનિયાની પત્નીએ 11600 કરોડની સંપત્તિમાં 75% હિસ્સો માગ્યો 2 - image

 


Google NewsGoogle News