Get The App

એરિસ લાઈફસાયન્સે રૂ. 650 કરોડમાં ઓકનેટ હેલ્થકેર ખરીદી

Updated: May 4th, 2022


Google NewsGoogle News
એરિસ લાઈફસાયન્સે રૂ. 650 કરોડમાં ઓકનેટ હેલ્થકેર ખરીદી 1 - image

અમદાવાદ,તા. 4 મે 2022,બુધવાર

ગુજરાત સ્થિત વધુ એક કંપનીએ કારોબારના વિસ્તરણ માટે હસ્તાંતરણનો માર્ગ અપનાવ્યો છે. ગત સપ્તાહે એસ્ટ્રલ લિમિટેડ બાદ હવે અમદાવાદ સ્થિત એરિસ લાઈફસાયન્સે રૂ. 650 કરોડમાં એક કંપની હસ્તગત કરી છે.

એરિસ લાઈફસાયન્સે રૂ. 650 કરોડમાં ઓકનેટ હેલ્થકેર ખરીદી 2 - image

ERIS Lifesciences રૂ. 650 કરોડના ઇક્વિટી વેલ્યુએશન સાથે Oaknet Healthcareમાં 100% હિસ્સો ખરીદશે. આ ઓકનેટ હેલ્થકેરને એરિસ લાઈફસાયન્સની સંપૂર્ણ માલિકીની પેટાકંપની એરિસ ઓકનેટ હેલ્થકેર સાથે મર્જ કરવામાં આવશે.

ચાલુ મહિના એટલેકે મે, 2022ના અંત પહેલા આ સોદો પૂર્ણ થવાની ધારણા છે. આ હસ્તાંતરણ એરિસનું ડર્મેટોલોજી સેગમેન્ટમાં પ્રવેશ સરળ બનાવશે.


Google NewsGoogle News