Get The App

78 લાખ EPS પેન્શનરો માટે ખુશખબર, પહેલી જાન્યુઆરીથી દેશની કોઈ પણ બેન્કમાંથી મળશે પેન્શન

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
78 લાખ EPS પેન્શનરો માટે ખુશખબર, પહેલી જાન્યુઆરીથી દેશની કોઈ પણ બેન્કમાંથી મળશે પેન્શન 1 - image
                                                                                                                                                                                                                                                                          Image: Freepik

Employees Pension Scheme: એમ્પલોઇ પેન્શન સ્કીમ (EPS) હેઠળ પેન્શન મેળવનાર લોકો માટે મહત્ત્વના સમાચાર છે. 1 જાન્યુઆરી 2025 થી EPS પેન્શનરો દેશના કોઈપણ ખૂણેથી, કોઈપણ બેન્કની, કોઈપણ શાખામાંથી પેન્શન મેળવી શકશે. શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આ નિર્ણયથી 78 લાખ જેટલાં EPS પેન્શન ધારકોને ફાયદો થશે.

78 લાખ EPS પેન્શનર્સને થશે લાભ

શ્રમ અને રોજગાર મંત્રી અને સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીઝ, EPF ના ચેરપર્સન મનસુખ માંડવિયાએ એમ્પલોઈ પેન્શન સ્કીમ 1995 માટે સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન સિસ્ટમના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ દ્વારા રાષ્ટ્રીય સ્તરે સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ તૈયાર થવાથી ભારતના કોઈપણ ખૂણેથી, કોઈપણ બેન્કની, કોઈપણ બ્રાન્ચમાંથી પેન્શનર્સને પેન્શન આપી શકાશે. સેન્ટ્રલાઇઝ્ડ પેમેન્ટ સિસ્ટમથી EPFO ના 78 લાખ EPS પેન્શનર્સને લાભ થશે. 

આ પણ વાંચોઃ સહારામાં તમારા પણ પૈસા ફસાયા છે, તો પાછા મળવાની શક્યતા! સુપ્રીમ કોર્ટનો સંપત્તિ વેચીને ચૂકવવાનો આદેશ

પેન્શનર્સની મુશ્કેલીમાં ઘટાડો

EPS ના આ નિર્ણય પર શ્રમ અને રોજગાર મંત્રીએ કહ્યું, સેન્ટ્રલાઇઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમનો નિર્ણય EPFO ના આધુનિકરણમાં મહત્ત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થવા જઈ રહ્યો છે. દેશમાં ગમે ત્યાં, કોઈપણ બેન્કની, કોઈપણ બ્રાન્ચથી પેન્શનર્સને પેન્શન મળવાથી લાંબા સમયથી પડી રહેલી મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ મળશે.

આ પણ વાંચોઃ પીપીએફ ખાતાધારકો માટે મહત્ત્વના સમાચાર, પહેલી ઓક્ટોબરથી લાગુ થશે આ ત્રણ મોટા ફેરફાર

પેમેન્ટ ઓર્ડરની પણ નહીં પડે જરૂર 

સેન્ટ્રલાઇઝ્ડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા દેશમાં પેન્શન વિતરણમાં મદદ મળશે અને તેના માટે પેન્શન પેમેન્ટ ઓર્ડરને ટ્રાન્સફર કરવાની પણ જરૂર નહીં પડે. પહેલાં પેન્શનર્સને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, બેન્ક અથવા શાખા બદલાવવા માટે પેન્શન પેમેન્ટ ઓર્ડર રજૂ કરવો પડતો હતો. જે પેન્શનર્સ નિવૃત્તિ બાદ પોતાના હોમટાઉન જતા રહે છે, તેમને આ નિર્ણયથી મોટી રાહત મળશે. આગળના ફેઝમાં સેન્ટ્રલાઇઝ્ડ પેમેન્ટ સિસ્ટમને આધાર બેઝ્ડ પેમેન્ટ સિસ્ટમ સાથે જોડવામાં આવશે.


Google NewsGoogle News