Get The App

EPF સંબંધિત સેવાઓને આ રીતે સરળતાથી એક્સેસ કરો, રિઅલ-ટાઇમ અપડેટ પણ મળશે

Updated: Oct 7th, 2024


Google NewsGoogle News
EPF સંબંધિત સેવાઓને આ રીતે સરળતાથી એક્સેસ કરો, રિઅલ-ટાઇમ અપડેટ પણ મળશે 1 - image


Umang Application For EPFO: કર્મચારીઓને રિટાયરમેન્ટ ફંડ પ્રદાન કરતું ઈપીએફઓ સતત નવી ટૅક્નોલૉજીની મદદથી સુવિધાઓ આપવા પ્રયાસો કરી રહ્યું છે. ઓનલાઇન સેવાઓ ઉપરાંત સ્માર્ટફોનમાં સરળતાથી પીએફ સંબંધિત કામકાજો પૂરા કરી શકાય તે હેતુ સાથે તેની ઉમંગ એપ લોન્ચ કરવામાં આવી હતી. જેમાં તે ઈપીએફની તમામ કામગીરી કરી શકે તે માટે ફીચર્સ અપડેટ કરવામાં આવી રહ્યા છે. આજે અમે તમને ઉમંગ એપનો વપરાશ કેવી રીતે કરવો તેના વિશે જણાવીશું.

 આ રીતે લોગ-ઇન કરો

સબ્સ્ક્રાઇબર્સ ઉમંગ એપ દ્વારા તેમના EPF એકાઉન્ટ બેલેન્સને ચકાસી શકે છે. જેના માટે પોતાના મોબાઇલમાં ઉમંગ એપ ડાઉનલોડ કરવાની રહેશે. સબ્સ્ક્રાઇબર્સ ઉમંગ એપ પર પીએફ ઉપાડની વિનંતીઓ પણ ટ્રેક કરી શકે છે. ઉમંગ એપ ગૂગલ પ્લે પરથી ડાઉનલોડ કરી શકો છો. જેમાં તમારે આ એપમાં સાઇન ઇન કરવું પડશે. સાઇન અપ માટે આધાર નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ તેમાં ઉપલબ્ધ તમામ સેવાઓનો લાભ લઈ શકશો.

આ પણ વાંચોઃ એલર્ટ! આ ડૉક્યુમેન્ટ જમા નહીં કરાવો તો પેન્શન મળવાનું બંધ થઇ જશે, જાણો કઈ ડેડલાઈન?

આ રીતે ક્લેમ કરી શકાશે

એપમાં લોગ-ઇન કર્યા બાદ લિસ્ટમાંથી ઈપીએફઓ સર્વિસિઝનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે, ત્યારબાદ તમારી જરૂરિયાત મુજબ સર્વિસની પસંદગી કરી શકો છો. જો તમે ઈપીએફમાંથી ઉપાડ કરવા માગો છો તો તમારે ‘રેઝ ક્લેમ’ વિકલ્પ પસંદ કરવાનો રહેશે. જેમાં યુએએન (UAN) નાખતા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે, ઓટીપી ઉમેરી તમામ વિગતો ભરવાની રહેશે. બાદમાં રિક્વેસ્ટ સબમિટ કરતાં એક્નોલેજમેન્ટ નંબર આપવાનો રહેશે.

આ સેવાઓનો લાભ લઈ શકશો

ઉમંગ એપ પર યુનિવર્સલ એકાઉન્ટ નંબરની મદદથી સબ્સક્રાઇબર્સ ઈપીએફઓની દરેક સેવાઓનો ઉપયોગ કરી શકશે. જેમાં ક્લેમ કરવા ઉપરાંત બેલેન્સ ચેક કરવા, કેવાયસી અપડેટ, વ્યૂ પાસબુક, જીવન પ્રમાણપત્ર, પીપીઓ ડાઉનલોડ અને ફરિયાદોનું ટ્રેકિંગ અને રજિસ્ટ્રેશન સામેલ છે.

EPF સંબંધિત સેવાઓને આ રીતે સરળતાથી એક્સેસ કરો, રિઅલ-ટાઇમ અપડેટ પણ મળશે 2 - image


Google NewsGoogle News