EPFO: પીએફમાં હવે રૂ. 1 લાખ સુધીનો ઉપાડ કરી શકાશે., ઈપીએફઓએ કર્યા મોટા ફેરફાર

Updated: Apr 18th, 2024


Google NewsGoogle News
EPFO: પીએફમાં હવે રૂ. 1 લાખ સુધીનો ઉપાડ કરી શકાશે., ઈપીએફઓએ કર્યા મોટા ફેરફાર 1 - image



EPFO Rule Change: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ પીએફ ખાતાધારકોને મોટી રાહત આપતા ઉપાડના નિયમોમાં ફેરાફાર કર્યા છે. પીએફ એકાઉન્ટ હોલ્ડર હવે તેના અથવા પોતાના આશ્રિતોની સારવાર માટે રૂ. 1 લાખ સુધીનું ફંડ ઉપાડી શકશે. અત્યારસુધી આ ઉપાડની મર્યાદા રૂ. 50 હજાર સુધી હતી.

નવા ફેરફારો 16 એપ્રિલથી લાગૂ

ઈપીએફઓ દ્વારા સારવાર માટે ઉપાડ સંબંધિત ફેરફારો 16 એપ્રિલ, 2024થી લાગૂ થયા છે. આ ફેરફારો લાગૂ કરવા 10 એપ્રિલે ઈપીએફઓના એપ્લિકેશન સોફ્ટવેરમાં ફેરફાર કર્યો હતો. જે અંતર્ગત 68J અંતર્ગત ઉપાડ કરી શકશે.

ગંભીર બિમારીની સારવાર માટે આ ફેરફાર

ગંભીર બિમારીની સારવારનો ખર્ચ વધુ હોવાથી ઈપીએફઓએ સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ કમિશનર પાસેથી આ ફેરફાર લાગૂ કરવા મંજૂરી મેળવી છે. પીએફ એકાઉન્ટ હોલ્ડર ગંભીર બિમારી કે અસામાન્ય બિમારીથી પીડિત સ્વજનોની સારવાર અર્થે આ રકમ ઉપાડી શકશે.

પીએફમાંથી ઉપાડ માટે આ પ્રક્રિયા અનુસરો

  • EPFOની વેબસાઈટ epfindia.gov.in પર લોગઈન કરો
  • ત્યારબાદ Online Services  વિકલ્પ પર ક્લિક કરી સંબંધિત ક્લેમ ફોર્મ ભરો
  • હવે તમારા પીએફ એકાઉન્ટનો અંતિમ 4 નંબર ઉમેરી વેરિફાઈડ કરો
  • ત્યારબાદ પ્રોસિડ ફોર ઓનલાઈન ક્લેમ પર ક્લિક કરો અને ફોર્મ 31 ભરો
  • તમારા ખાતાની વિગતો તેમજ ચેક કે બેન્ક પાસબુકની સોફ્ટ કોપી અપલોડ કરો
  • હવે ગેટ આધાર ઓટીપી પર ક્લિક કરી ફોર્મ સબમિટ કરો.
  • ઈપીએફઓ પર 27 કરોડથી વધુ સભ્યો પીએફ એકાઉન્ટ ધરાવે છે. હાલ ઈપીએફઓમાં 27.74 કરોડ ખાતા ઓપરેટ કરે છે.

Google NewsGoogle News