Get The App

EPFO ખાતાધારકો માટે ગૂડ ન્યૂઝ, આ રીતે ફટાફટ ચેક કરી લેજો એકાઉન્ટ, વ્યાજ જમા થયું

Updated: Nov 25th, 2024


Google NewsGoogle News
EPFO Interest


EPFO Interest: EPFOમાં રોકાણ કરનારા 7 કરોડથી વધુ રોકાણકારોના ખાતામાં વ્યાજ જમા થઈ ચૂક્યું છે. ઈપીએફઓ સ્કીમમાં સરકાર દ્વારા વાર્ષિક 8.25 ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે. કર્મચારી પોતાની બેઝિક પગારના 12 ટકા હિસ્સો ઈપીએફમાં રોકે છે. તેટલો જ હિસ્સો એમ્પ્લોયર દ્વારા પણ ફાળવવામાં આવે છે. આ એક રિટાયરમેન્ટ સ્કીમ છે. જેમાં રોકાણકારો સપ્ટેમ્બર મહિનાથી વ્યાજ જમા થવાની રાહ જોઈ રહ્યા છે. આ વ્યાજની રકમ આ રીતે ચકાસી શકો છો.

આ રીતે ચેક કરો પીએફના વ્યાજની રકમ

UMANG App

  • સ્માર્ટફોનમાં ઉમંગ એપ ઈન્સ્ટોલ કરો.
  • યુઝર આઇડી અને પાસવર્ડની મદદથી લોગઇન કરો.
  • ત્યારબાદ વ્યૂ પાસબુક વિકલ્પ પસંદ કરો
  • હવે સ્ક્રિન પર તમને પીએફ એકાઉન્ટનું બેલેન્સ દેખાશે. જ્યાં તમે ડિપોઝિટ રકમ અને તારીખ પણ જોઈ શકો છો

આ પણ વાંચોઃ એક કરતાં વધુ ડિમેટ એકાઉન્ટ રાખવાથી ફાયદો કે નુકસાન? જાણો સેબીનો નિયમ શું કહે છે

વેબસાઇટ પરથી પણ ચેક કરી શકો છો

  • ઈપીએફઓની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  • ત્યારબાદ UAN નંબર અને પાસવર્ડની મદદથી લોગઇન કરો
  • લોગઇન કર્યા બાદ મેમ્બર પાસબુક વિકલ્પ પસંદ કરો.
  • એકાઉન્ટ પાસબુક ખોલવા માટે તમારે ફરીથી UAN નંબર અને પાસવર્ડ આપવો પડશે.
  • ત્યારબાદ સ્ક્રિન પર મેમ્બર પાસબુક દેખાશે.

આ પણ વાંચોઃ વિદેશ અભ્યાસ માટે એજ્યુકેશન લોન લેવા માગો છો? આ બાબતોને ધ્યાનમાં રાખશો તો થશે ફાયદો

મિસ્ડ કોલ

ઈપીએફઓમાં મિસ્ડ કોલના માધ્યમથી બેલેન્સ ચેક કરવાની સુવિધા આપવામાં આવી છે. બેલેન્સ ચેક કરવા માટે UAN રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી 9966044425 મિસ્ડ કોલ કરી શકો છો. જેથી મોબાઇલ નંબર પર મેસેજ મારફત એકાઉન્ટ બેલેન્સની માહિતી આપવામાં આવશે.

મેસેજ

ઈપીએફઓ મેમ્બર મેસેજ મારફત લેટેસ્ટ વ્યાજના દર પણ ચેક કરી શકે છે. જેના માટે મોબાઇલ નંબર 7738299899 પર 'UAN EPFOHO ENG' લખી ટેક્સ્ટ મેસેજ કરવાનો રહેશે. મેસેજમાં રિપ્લાયમાં પીએફ એકાઉન્ટ બેલેન્સ જાણી શકાશે.

EPFO ખાતાધારકો માટે ગૂડ ન્યૂઝ, આ રીતે ફટાફટ ચેક કરી લેજો એકાઉન્ટ, વ્યાજ જમા થયું 2 - image


Google NewsGoogle News