Get The App

પેન્શનધારકોને સરકારની મોટી ભેટ: EPFOએ દેશભરમાં લાગુ કરી 'સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ'

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
પેન્શનધારકોને સરકારની મોટી ભેટ: EPFOએ દેશભરમાં લાગુ કરી 'સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ' 1 - image


Centralized Pension Payment System For EPFO Holder : એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ દેશભરમાં પેન્શનધારકોને મોટી ભેટ આપી છે. જ્યારે હવે પેન્શનધારકો દેશની કોઈપણ શાખામાંથી તેમની પેન્શનની રકમ ઉપાડી શકશે. EPFOએ કર્મચારી પેન્શન યોજના 1995 હેઠળ સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ (CPPS) ને દેશભરમાં લાગુ કરી છે. ડિસેમ્બર 2024 માટે EPFOના તમામ 122 પેન્શન વિતરણ પ્રાદેશિક કચેરીઓ સાથે જોડાયેલા 68 લાખથી વધુ પેન્શનધારકોને અંદાજે રૂ. 1,570 કરોડની રકમનું પેન્શન વિતરણ કરવામાં આવ્યું હતું.

સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમનો થશે પેન્શનધારકોને લાભ

CPPSનો પહેલો પાયલટ પ્રોજેક્ટ ઓક્ટોબર 2024માં કરનાલ, જમ્મુ અને શ્રીનગર પ્રાદેશિક કચેરીઓમાં 49,000થી વધુ પેન્શનધારકોને અંદાજે રૂ. 11 કરોડના પેન્શન વિતરણ સાથે EPS સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. જ્યારે બીજો પાયલટ પ્રોજકેટ નવેમ્બર 2024માં 24 પ્રાદેશિક કચેરીઓમાં કરાયો. જેમાં 9.3 લાખથી વધુ પેન્શનધારકોને લગભઘ 213 કરોડ રૂપિયા પેન્શન વિતરણ કરવામાં આવ્યું હતું. આની જાહેરાત કરતા કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, 'EPFOની તમામ પ્રાદેશિક કચેરીઓમાં સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમ (CPPS)નો સંપૂર્ણ અમલ એ એક ઐતિહાસિક નિર્ણય છે.'

દેશના કોઈપણ ખૂણેથી પેન્શન ઉપાડી શકાશે

માંડવિયાએ કહ્યું કે, 'પરિવર્તનની આ પહેલા હેઠળ પેન્શનધારકોએ દેશના કોઈપણ ખૂણેથી કોઈપણ બેંક અને શાખામાંથી પોતાની પેન્શનની રકમ મેળવી શકશે. જેમાં તેમને ફિઝિકલ વેરિફિકેશન માટે કોઈ બ્રાન્ચની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. '

આ પણ વાંચો: શેરબજારમાં બે દિવસની તેજીને બ્રેક, આઈટી-ટેક્નો શેર્સમાં પ્રોફિટ બુકિંગ, ડોલર સામે રૂપિયો ગગડ્યો

સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પેમેન્ટ સિસ્ટમના અમલ પછી, હવે પેન્શન પેમેન્ટ ઓર્ડર (PPO) ટ્રાન્સફર કર્યા વિના દેશભરની કોઈપણ શાખામાં પેન્શન ઉપાડવાનું શક્ય બનશે. આ સિસ્ટમ સૌથી વધુ એવા પેન્શનધારકોને મદદ કરશે કે જેઓ નિવૃત્તિ પછી તેમના વતન જાય છે. EPFOએ જણાવ્યું કે, 'તે પેન્શનધારકોની સુવિધાઓ સુધારવા માટે સતત કામ કરી રહ્યું છે. સમગ્ર દેશમાં CPPSનું અમલીકરણ આ દિશામાં લેવાયેલું એક મોટું સુધારાત્મક પગલું છે.'


Google NewsGoogle News