Get The App

PF ઉપાડની પ્રક્રિયા સરળ બની, ઓનલાઈન ઉપાડ માટે કેન્સલ ચેક, બેન્ક ખાતાના વેરિફિકેશનની જરૂર નહીં પડે

Updated: Apr 4th, 2025


Google News
Google News
EPFO New Rules


EPFO New Rules: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) સાથે જોડાયેલા કરોડો કર્મચારીઓ માટે સારા સમાચાર છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ ઓનલાઈન પૈસા ઉપાડવાની પ્રક્રિયાને સરળ બનાવવા એક નવી પહેલ કરી છે. આ પગલાથી આઠ કરોડથી વધુ EPF સભ્યોને ફાયદો થશે અને ક્લેમ પ્રોસેસ ઝડપી અને સરળ બનશે. તેમજ પીપીએફ ખાતામાં નોમિની દાખલ કરવા કે ફેરફાર માટે પણ ફી વસૂલી નહીં શકાય. 

આધાર OTP દ્વારા થઈ જશે કામ 

ગુરુવારે શ્રમ મંત્રાલય દ્વારા આ નવા નિયમની માહિતી આપવામાં આવી હતી. જે મુજબ હવે EPFO ​​માટે ઓનલાઈન ક્લેમ કરતી વખતે ચેક કે બેન્ક પાસબુકનો ફોટો અપલોડ કરવાની જરૂર નહીં પડે. આ સિવાય એમ્પ્લોયર પાસેથી વેરિફિકેશનની જરૂરિયાત પણ નાબૂદ કરવામાં આવી છે. હવે કર્મચારીઓ આધાર OTP દ્વારા નવા બેન્ક એકાઉન્ટ નંબર અને IFSC કોડ વેરિફાઈ કરી શકશે.

કેન્દ્રીય મંત્રીએ આપી માહિતી

સોશિયલ મીડિયા પર આ નવા નિર્ણય વિશે માહિતી આપતાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, EPFOમાં અમે બે મોટા સુધારા કર્યા છે જેણે કરોડો EPF સભ્યો અને નોકરીદાતાઓ માટે ક્લેમ પ્રોસેસને સરળ, ઝડપી અને મુશ્કેલીમુક્ત બનાવી છે. પીએફમાંથી પૈસા ઉપાડવા માટે અરજી કરનારા સભ્યોને બેન્ક એકાઉન્ટ વેરિફિકેશન માટે એમ્પ્લોયરની મંજૂરીની જરૂર રહેશે નહીં. આ સાથે જ રદ કરાયેલ ચેક અથવા બેન્ક પાસબુકની સ્કેન કોપી અપલોડ કરવાની જરૂરિયાત પણ દૂર કરવામાં આવી છે.'

નવો નિયમ લાવવાની જરૂર કેમ પડી?

અગાઉ ઘણી વખત નબળી ઇમેજ ક્વોલીટી ધરાવતા ડોક્યુમેન્ટ અપલોડ કરવાને કારણે ક્લેમ રિજેક્ટકરવામાં આવતા હતા. જેના કારણે ક્લેમ સેટલમેન્ટની પ્રોસેસમાં લાંબો સમય લાગતો હતો. આ સમસ્યાને જોતા સરકારે હવે બે જરૂરિયાતો દૂર કરીને નવો નિયમ લાગુ કર્યો છે. 

આ પણ વાંચો: ટ્રમ્પના ટેરિફ કહેરના કારણે ડોલર કડડભૂસ, રૂપિયો ત્રણ માસની ટોચે પહોંચ્યો, ભારતને ફાયદો થશે!

આ નવી પ્રક્રિયા હેઠળ, જ્યારે UAN થી બેન્ક ખાતાની વિગતો અપલોડ કરવામાં આવે છે, ત્યારે જ સભ્યના નામની ચકાસણી કરવામાં આવે છે. આ માટે ઘણા ડોક્યુમેન્ટની જરૂર નથી.

પાઇલટની સફળતા બાદ લેવાયો નિર્ણય

સરકારી ડેટા અનુસાર, મે 2024માં પાઇલટ પ્રોજેક્ટ હેઠળ કેટલાક KYC અપડેટેડ એકાઉન્ટહોલ્ડરને આ છૂટ આપવામાં આવી હતી. ત્યારથી, 1.7 કરોડ EPF સભ્યોને તેનો લાભ મળ્યો છે. પાઇલટની સફળતા બાદ હવે તેને તમામ સભ્યો માટે લાગુ કરવામાં આવી છે.

PF ઉપાડની પ્રક્રિયા સરળ બની, ઓનલાઈન ઉપાડ માટે કેન્સલ ચેક, બેન્ક ખાતાના વેરિફિકેશનની જરૂર નહીં પડે 2 - image

Tags :