દર મહિને બચત કરીને PF ખાતામાં જમા કરી શકો છો ત્રણથી પાંચ કરોડ, સમજો ગણતરી
EPFO Calculation : એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એક એવી સંસ્થા છે જે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે નિવૃત્તિ ભંડોળ જમા કરે છે. તે પેન્શન યોજનાઓ (EPFO પેન્શન યોજના) ના લાભો પણ આપે છે. એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) ખાતા હેઠળ કર્મચારી અને એમ્પ્લોયર બંને દ્વારા સમાન હિસ્સો આપવામાં આવે છે. સરકાર તેના પર વાર્ષિક વ્યાજ ચૂકવે છે. જેના કારણે કર્મચારીઓ પાસે નિવૃત્તિ સુધી મોટી રકમ જમા થાય છે. તેમજ જો તમે EPFO હેઠળ કરોડો રૂપિયા જમા કરાવવા માંગો છો, તો ચાલો જાણીએ કે તમારે કેટલું યોગદાન આપવું પડશે?
સરકાર કેટલું વ્યાજ આપે છે?
કેન્દ્ર સરકાર વાર્ષિક ધોરણે કર્મચારી ભવિષ્ય નિધિ ખાતા પર વ્યાજ (EPF વ્યાજ દર) નક્કી કરે છે. હાલમાં સરકાર પીએફ ખાતા હેઠળ 8.25 ટકા વ્યાજ આપી રહી છે. આ વ્યાજ દર વર્ષે કર્મચારીઓના ખાતામાં જમા થાય છે. પીએફમાં જમા વ્યાજ પર કોઈ ટેક્સ નથી, કારણ કે તે ટેક્સ ફ્રી સ્કીમ છે.
ઈમરજન્સીમાં ફંડ ઉપાડી શકાય છે
આ સાથે આઈપીએફઓ કર્મચારીઓને ઈમરજન્સીમાં પૈસા ઉપાડવાની સુવિધા પણ આપે છે. કર્મચારીઓમને વધુ શિક્ષણ, લગ્ન, ઘર બનાવવા માટે અને માંદગી જેવા ચોક્કસ ખર્ચને પહોંચી વળવા કર્મચારીઓ તેમના EPFમાંથી ઈમરજન્સી ફંડ ઉપાડી શકે છે.
3 થી 5 કરોડ માટે કેટલો ફાળો?
- નિવૃત્તિ સમયે 3 કરોડ રૂપિયા મેળવવા માટે કર્મચારીએ 40 વર્ષ સુધી દર મહિને 8,400 રૂપિયાનું યોગદાન આપવું પડશે. પાકતી મુદતે તમને 8.25 ટકાના વર્તમાન વ્યાજ દરે કુલ રૂ. 3,01,94,804 મળશે.
- તેમજ જો તમે નિવૃત્તિ સમયે 4 કરોડ રૂપિયા મેળવવા માંગતા હોવ તો તમારે 40 વર્ષ સુધી દર મહિને 11,200 રૂપિયાનું યોગદાન આપવું પડશે. અને પાકતી મુદતે તમને 8.25 ટકાના વર્તમાન વ્યાજ દરે કુલ 4,02,59,738 રૂપિયા મળવા પાત્ર રહેશે.
- જો તમે નિવૃત્તિ પર 5 કરોડ રૂપિયા જમા કરાવવા માંગો છો, તો તમારે 40 વર્ષ સુધી દર મહિને 12,000 રૂપિયાનું યોગદાન આપવું પડશે. નિવૃત્તિ સમયે તમને 8.25 ટકા વ્યાજ દરે 5,08,70,991 રૂપિયા મળવા પાત્ર રહેશે.