નવા સોફ્ટવેરથી લઈ ATM કાર્ડ સુધી... EPFO સભ્યોને 6 મહિનામાં મળશે આ શાનદાર સુવિધા!
EPFO Update: EPFO ખાતાધારકો માટે મોટી અપડેટ સામે આવી છે. કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે, EPFO આ વર્ષે જૂન સુધી પોતાની નવી સોફ્ટવેર સિસ્ટમ, EPFO 3.0 શરૂ કરવા માટે તૈયાર છે. ગુરૂવારે પત્રકારો સાથે વાત કરતાં માંડવિયાએ કહ્યું કે, નવી સિસ્ટમ દેશમાં બેન્કિંગ સિસ્ટમને બરાબર સુવિધા પ્રોવાઇડ કરાવશે. સાથે જ વેબસાઇટ ઇન્ટરફેસ વધારે યુઝર્સ ફ્રેન્ડલવી હશે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, EPFO 3.0 લૉન્ચ બાદ ઈપીએફઓ પોતાના સભ્યો માટે ATM કાર્ડ રજૂ કરશે. વેબસાઇટ અને સિસ્ટમમાં સુધારાના શરૂઆતી તબક્કાને જાન્યુઆરી, 2025ના અંત સુધીમાં અંતિમ રૂપ આપવામાં આવશે. EPFO 3.0 EPF સભ્યોના અનુભવને બહેતર બનાવવા માટે તૈયાર છે. તેનો ઉદ્દેશ્ય પહોંચમાં સુધાર, પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવું અને કર્મચારીઓને તેમના રિટાયરમેન્ટ ફન્ડ પર વધારે કંટ્રોલ આપવા માટે નવી સુવિધાઓ રજૂ કરવાનો છે.
ક્યારે ATM થી ઉપાડી શકાશે PF?
નવા EPF વિડ્રૉલ દિશા-નિર્દેશો સાથે કર્મચારીઓને જલ્દી જ ATM કાર્ડનો ઉપયોગ કરવા પોતાની EPF સેવિંગ સુધી ઝડપથી પહોંચવાની ક્ષમતા મળી શકે. જેનાથી તેઓ નાણાંકીય ઇમરજન્સી અથવા અણધાર્યા ખર્ચને પ્રભાવી રીતે મેનેજ કરી શકશે. ગત મહિને શ્રમ સચિવ સુમિતા ડાવરાએ જાહેરાત કરી હતી કે, EPFO ના ગ્રાહક વર્ષ 2025 સુધી ATM ના માધ્યમથી પોતાના PF નો નિકાસ કરી શકશે. શ્રમ મંત્રાલય વર્તમાનમાં ઈપીએફઓના સંબંધિત ભારતના કર્મચારીઓને લાભ પહોંચાડવા માટે આઈટી સેવાઓ વધારવાનું કામ કરી રહ્યું છે.
કેટલાં પૈસા ઉપાડી શકાશે?
શ્રમ સચિવના જણાવ્યા અનુસાર, તમામ સભ્ય અને વીમાધારક વ્યક્તિ એટીએમના માધ્યમથી પીએફ ઉપાડી શકશે. લાભાર્થી ખાતામાં કુલ બાકી રકમના 50 ટકા સુધી ઉપાડી શકાશે. આ પ્રકારે, ઈપીએફઓ પેન્શન કન્ટ્રીબ્યુશનને વધારે ફ્લેક્સિબલ બનાવવા માટે નવી યોજના લાગુ કરવાનોલ વિચાર કરી રહ્યા છે. આ પ્રસ્તાવ હેઠળ, કર્મચારીઓ પાસે વર્તમાન 12 ટકાની મર્યાદા કરતાં વધુ કે ઓછા કર્મચારીઓની પેન્શન યોજના (EPS) માં યોગદાન આપવાનો વિકલ્પ હશે.
આ પણ વાંચોઃ રેલવેનો સૌથી મોટો નિર્ણય, 10 પાસને પણ મળશે નોકરી, 4200 જગ્યાઓ પર ભરતી જાહેર
મોબાઇલ એપની સુવિધા
મોબાઈલ બેન્કિંગની જેમ, EPF ખાતાઓ માટે પણ એક ખાસ એપ તૈયાર કરવામાં આવી રહી છે, જેના દ્વારા સભ્યો તેમના ખાતામાં આવતા માસિક યોગદાન, પેન્શન ફંડ, અગાઉની નોકરીઓમાંથી યોગદાન વગેરે જેવી બાબતો જોઈ શકે છે. આટલું જ નહીં તેઓ મોબાઈલ એપ દ્વારા તેમના પીએફ એકાઉન્ટ પર નજર પણ રાખી શકે છે.
હાલ શું છે સ્થિતિ?
હાલ, કર્મચારી અને એમ્પ્લોયર બંને કર્મચારીના મૂળ પગાર, મોંઘવારી ભથ્થું અને કોઈપણ રિટેનિંગ એલાઉન્સ EPFમાં 12 ટકા યોગદાન આપે છે. કર્મચારીનું સંપૂર્ણ યોગદાન EPFમાં ફાળવવામાં આવે છે, જ્યારે એમ્પ્લોયરના 12 ટકા યોગદાનને EPFમાં 3.67 ટકા અને EPSમાં 8.33 ટકા તરીકે વિભાજિત કરવામાં આવે છે. વધુમાં, ભારત સરકાર રૂ. 15,000 થી ઓછી કમાણી કરનારાઓ માટે કર્મચારી પેન્શનમાં 1.16 ટકા યોગદાન આપે છે.