EPFOએ બદલ્યો નિયમ: હવે કર્મચારીઓની વધી જશે ઈન-હેન્ડ સેલેરી
EPFO Rule Change: નોકરી કરતા લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ 1 સપ્ટેમ્બર, 2013 પછી કાર્યરત કર્મચારીઓ માટે ગ્રુપ લાઈફ ઈન્સ્યોરન્સ (GIS)ના નિયમોમાં ફેરફાર કર્યો છે. પ્રોવિડન્ટ ફંડના નિયમોમાં આ ફેરફારને કારણે કર્મચારીઓની ટેક હોમ સેલરી વધવા જઈ રહી છે. આ નિર્ણયથી એવા કર્મચારીઓને ફાયદો થશે જેઓ 1 સપ્ટેમ્બર 2013 પછી જોડાયા છે.
નિયમો બદલાયા, પગાર વધશે
એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ સરકારી કર્મચારીઓ માટે ગ્રુપ લાઈફ ઈન્સ્યોરન્સ (GIS) હેઠળની કપાત તાત્કાલિક અસરથી રોકવાનો નિર્ણય લીધો છે. EPFOએ આ અંગે એક સરક્યુલેશન બહાર પાડ્યું છે. જેમાં તમામ કર્મચારીઓના પગારમાંથી ગ્રુપ ઈન્સ્યોરન્સ સ્કીમ હેઠળની કપાત રોકવા માટે કહેવામાં આવ્યું છે. આ યોજના બંધ થવાથી, જે કર્મચારીઓ હવે GIS નો ભાગ નહીં હોય તેમના પગારમાંથી અત્યાર સુધી જેટલી પણ રકમ કાપવામાં આવી છે તે તેમને એકસાથે પરત કરવામાં આવશે. જો તેમના પગારમાંથી GIS કાપવામાં ન આવે, તો તેમનો ઇનહેન્ડ પગાર વધી શકે છે.
GIS યોજના શું છે?
આ સ્કીમમાંથી બાકાત કરાયેલા કર્મચારીઓનો ટેક હોમ સેલરી વધશે, પરંતુ પગાર કેટલો વધશે તે હજુ સ્પષ્ટ નથી. તમને જણાવી દઈએ કે દર મહિને કર્મચારીઓના પગારની થોડી ટકાવારી GISને મોકલવામાં આવે છે, જે નિવૃત્તિના સમયે એક મોટી રકમ બની જાય છે. EPFOની જૂથ વીમા યોજના (GIS) 1 જાન્યુઆરી, 1982ના રોજ શરૂ કરવામાં આવી હતી, જેમાં પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) હેઠળ કર્મચારીઓ અને તેમના પરિજનોને સામાજિક-આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. આ યોજના હેઠળ, જે કર્મચારીનું મૃત્યુ થાય છે, તેના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે છે.