Get The App

EPFOના ખાતાધારકોને મોટો ઝટકો, આ કામ માટે પૈસા નહીં ઉપાડી શકો, તાત્કાલિક નિયમ બદલાયો

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
EPFOના ખાતાધારકોને મોટો ઝટકો, આ કામ માટે પૈસા નહીં ઉપાડી શકો, તાત્કાલિક નિયમ બદલાયો 1 - image


EPF withdrawal Rule Change: ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં કામ કરતા લોકો માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPFO) દ્વારા ઘણી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જો કે, હવે EPFOએ એક વિશેષ સુવિધા બંધ કરવાની જાહેરાત કરી છે. આ સુવિધા કોવિડ -19 મહામારી દરમિયાન શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે આ લાભ EPFO સભ્યોને નહીં મળે. 

નોટિફિકેશન જાહેર કરાઈ... 

12 જૂને જારી કરાયેલા નોટિફિકેશનમાં EPFOએ કહ્યું કે કોવિડ-19 હવે મહામારી નથી. આવી સ્થિતિમાં, કોવિડ એડવાન્સની સુવિધા તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી રહી છે. આ સુવિધા કોઈને આપવામાં આવશે નહીં. કોવિડ મહામારી દરમિયાન આર્થિક સંકટને દૂર કરવા માટે આ સુવિધા શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

આ સુવિધા ક્યારે શરૂ કરવામાં આવી હતી?

EPFOએ આ સુવિધા કોવિડ મહામારીની પ્રથમ લહેર દરમિયાન શરૂ કરી હતી. બીજી લહેર દરમિયાન, 31 મે 2021ના રોજ બીજી એડવાન્સ રકમ ઉપાડવાની પરવાનગી આપવામાં આવી હતી. તેનો અર્થ એ થયો કે હવે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) ખાતાધારકો કોવિડ-19ની નાણાકીય જરૂરિયાતોને કારણે આ સુવિધા હેઠળ એડવાન્સ સ્વરૂપે બે વાર પૈસા ઉપાડી શકતા હતા.

EPFOના ખાતાધારકોને મોટો ઝટકો, આ કામ માટે પૈસા નહીં ઉપાડી શકો, તાત્કાલિક નિયમ બદલાયો 2 - image


Google NewsGoogle News